Rain Forecast: વરસાદની આગાહિ: રાજયમા નવરાત્રી શરૂ થઇ ગઇ છે. ત્યારે ઘણા વિસ્તારોમા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી અમુક વિસ્તારોમ વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે. 15 અને 16 ઓક્ટોબરે લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, પંજાબમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.
Rain Forecast
- હવામાન વિભાગે દેશમાં વરસાદને લઈને આગાહી કરી છે.
- 17 ઓક્ટોબર સુધી ઘણા રાજ્યોમાં વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.
- ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ થવાની શકયતાઓ રહેલી છે.
આ પણ વાંચો: Voter Id Card: ઘરેબેઠા નવુ કઢાવો ચૂંટણી કાર્ડ, ચૂંંટણી કાર્ડમા સુધારા કરો ઓનલાઇન
થોડા દિવસોથી ઉત્તર ભારતમાં હવામાનની પેટર્ન બદલાઈ રહિ છે. હવામાન વિભાગે કહ્યું છે કે 17 ઓક્ટોબર સુધી ઘણા રાજ્યો અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ થવાની સંભાવના રહેલી છે. આ સિવાય જો દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો કેરળ અને તમિલનાડુમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી બે દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે તેવી આગાહિ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, પંજાબમાં 15 અને 16 ઓક્ટોબરે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહિ છે. આ ઉપરાંત આંધી અને વીજળી પડવાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. યુપી અને રાજસ્થાનમાં આજે અને આવતીકાલે વરસાદ પડે તેવી સંભાવના છે. આ સિવાય 17 ઓક્ટોબરે દેશના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદનું એલર્ટ છે.
17 ઓકટોબરે છે આગાહિ
દક્ષિણ ભારતની વાત કરીએ તો તામિલનાડુ, પોંડીચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં 15-17 ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદ પડે તેવી શકયતા છે. આ સિવાય 16 ઓક્ટોબરે દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદ પડવાની આગાહી જાહેર કરવામાં આવી છે. પૂર્વીય ભારતની વાત કરીએ તો આંદામાન અને નિકોબારમાં 15-19 ઓક્ટોબર વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સિવાય દેશના અન્ય ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાના સંકેત નથી.
આ પણ વાંચો: CIBIL Score: લોન લેવી છે પણ કેટલી મળશે, ચેક કરો તમારો CIBIL Score કેટલો છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ટેલિવિઝન પર પ્રસારિત સમાચારો મુજબ, શનિવારથી ભારે વરસાદને કારણે તિરુવનંતપુરમ જિલ્લામાં ઘણા રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા, જ્યારે ઘણા ઘરોમાં પણ પાણી ભરાવાથી પૂર ની પરિસ્થિતિ નિર્માણ પામી હતી. શનિવારે, એર્નાકુલમ જિલ્લાના વિવિધ ભાગોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના અને ઘરોમાં પાણી ઘૂસી જવાના ન્યુઝ મળી રહ્યા છે.
રાજ્યમાં ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી છે અને હવે ધીમે પગલે ઠંડીની શરૂઆત થવા માંડી છે. સાથે જ નવરાત્રીની પણ શરૂઆત થઇ ગઇછે, ત્યારે રાજ્યનું હવામાન કેવું રહેશે તે જોવુ ખાસ મહત્વનું છે. નવરાત્રી દરમિયાન વરસાદ પડશે કે નહીં? તે તમામ ખેલૈયાઓ અને ગરબા આયોજકો જાણવા માગે છે. ત્યારે રાજ્યનું વાતાવરણ કેવું રહેશે અને વરસાદ પડશે કે નહીં? તે અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આગામી પાંચ દિવસ દરમિયાન ક્યાં-ક્યાં વિસ્તારોમા વરસાદ પડવાની સંભાવના છે અને ક્યાં વાતાવરણ સૂકુ રહેશે તે અંગે જણાવવામાં આવ્યું છે.
આગામી 17, 18, 19 અને 20મી ઓક્ટોબરે વરસાદની કોઇ આગાહી જોવા મળતી નથી. રાજ્યના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકુ રહેવાની શકયતાઓ છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
1 thought on “Rain Forecast: વરસાદની આગાહિ, નવરાત્રીમા કયા કયા વિસ્તારોમા છે વરસાદની આગાહિ”