વાવાઝોડુ માઇચોંગ: આવી રહ્યુ છે વાવાઝોડુ માઇચોંગ, કેટલી હશે પવનની ઝડપ; કયા થશે અસર

વાવાઝોડુ માઇચોંગ: Cyclone Michaung: રાજયમા 2 દિવસ કમોસમી વરસાદ માવઠાથી ખેડૂતોને ખેતીમા ઘણુ નુકશાન પહોંચ્યુ છે. કમોસમી વરસાદ થવાથી 2 દિવસ ઠંડી પણ સારી એવી પડી રહી છે. ત્યારે ફરી વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર વધી જતા ચક્રવાતી તોફાન સર્જાવાનું જોખમ વધી રહ્યું છે. આગામી 48 કલાકમાં આ લો પ્રેશર દક્ષિણ-પશ્ચિમની પાસે દક્ષિણપૂર્વ બંગાળની ખાડીની ઉપર ચક્રવાતી તોફાન ‘માઈચોંગ’માં ફેરવાઇ જશે.

વાવાઝોડુ માઇચોંગ

  • દક્ષિણ આંદામાન સમુદ્ર પર લો પ્રેશર વધ્યું છે.
  • આ લો પ્રેશર આગામી 48 કલાકમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તીત થશે
  • ભારેથી અતિભારે વરસાદ થવાની છે સંભાવના

બંગાળની દક્ષિણપૂર્વ ખાડી નજીક દક્ષિણ આંદામાન સમુદ્ર પર લો પ્રેશર સર્જાયુ છે. આ લો પ્રેશર વધી જતા ચક્રવાતી તોફાન સર્જાવાનુ જોખમ વધી રહ્યું છે. હવામાન વિભાગે (IMD) આ અંગે ચેતવણી જાહેર કરીને બંગાળની ખાડીમાં હવામાનમાં કેવા પ્રકારનો ફેરફાર થવા જઈ રહ્યો છે તે અંગે જણાવ્યું છે. અને અસરકર્તા લોકોને સાવચેત રહેવા જણાવ્યુ છે.

હવામાન વિભાગે આ અંગે આગાહિ કરતા જણાવ્યું છે કે, ‘આ વાવાઝોડુ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની શકયતાઓ રહેલી છે. 30 નવેમ્બર સુધીમાં બંગાળની ખાડીના દક્ષિણમાં લો પ્રેશર બની જશે. આ પ્રેશર વધુ ગંભીર બનશે અને આગળ ગતિ કરશે. આગામી 48 કલાકમાં આ પ્રેશર દક્ષિણ-પશ્ચિમની પાસે દક્ષિણપૂર્વ બંગાળની ખાડીની ઉપર ચક્રવાતી તોફાન ‘માઈચોંગ’ મા પરિવર્તીત થઈ જશે.

વરસાદ થવાની શકયતાઓ

આ ચક્રવાત ને લીધે નિકોબાર દ્વીપ સમૂહના મોટાભાગના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના રહેલી છે. 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી હળવાથી ભારે વરસાદ થવાની આગાહિ કરવામા આવી છે. આંદામાન દ્વીપના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના રહેલી છે. તથા હવામાન વિભાગે જણાવ્યુ છે કે 30 નવેમ્બરના રોજ ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે.

ભારે પવન સાથે પડી શકે છે વરસાદ.
આ ચક્રવાત ને લીધે પ્રતિ કલાકે 25-35 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. પ્રતિ કલાકે 45 કીમી ની સ્પીડથી પવન ફૂંકાઈ શકે છે. બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં 30 નવેમ્બરના રોજ પ્રતિ કલાકે 40-50 કિલોમીટરથી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. 1 ડિસેમ્બર સુધી પ્રતિ કલાકે 50-60 કિલોમીટરથી 70 કિલોમીટરની ગતિ થી પવન ફૂંકાવાની સંભાવનાઓ રહેલી છે.

ગુજરાત પર શું થશે અસર ?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચક્રવાત અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, 2 થી 4 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે. 8 ડિસેમ્બર સુધી ચક્રવાતનું જોર યથાવત રહેશે. ચક્રવાતનાં કારણે દક્ષિણ- પૂર્વિય ભાગોમાં વરસાદ થવાની શકયતાઓ રહેલી છે. ભેજવાળા પવનો વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ સાથે મર્જ થશે. આ દરમિયાન વાદળવાયુ વાતાવરણ અને વરસાદ પડી શકે છે. મૌક વિસ્તારોમા ભારે પવન અને કરા સાથે વરસાદ પડી શકે છે. ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થવાની આગાહિ કરવામા આવી છે. આ ટ્રફના કારણે ગુજરાતમાં પહેલીથી પાંચ ડિસેમ્બર સુધી ગુજરાતના વાતાવરણ મા પલટો આવશે અને અનેક જગ્યાએ કમોસમી વરસાદ માવઠુ થવાની પણ શક્યતાઓ છે. પહેલી ડિસેમ્બરના રોજ રાજયના હવામાનમાં ફેરફાર થવાનુ ચાલું થશે. જેથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમા વાદળછાયું વાતાવરણ રહેશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
વાવાઝોડુ માઇચોંગ
વાવાઝોડુ માઇચોંગ

વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ મેપ પર જોવા માટે કઇ વેબસાઇટ છે ?

www.windy.com

Leave a Comment

error: Content is protected !!