Mocha cyclone Live: મોચા વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ, ક્યાં પહોંચ્યુ મોચા વાવાઝોડું ,ક્યા થશે અસર જુઓ

mocha cyclone Live: હાલમાં હવામાન ખુબ જ પરીવર્તન થતું જોવા મળ્યું છે ગરમીની સિઝનમાં પણ વરસાદની સિઝન છે અને ખેડૂતોની માથે મોટા સંકટના વાદળોફરી રહ્યાં છે ખેડૂતના ખેતરમાં ઉભેલા પાકને આ કમોસમી વરસાદ દ્વારા નુકશાન થઈ રહ્યું છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક નવું સંકટ આવવા વિશેની વાત કરવામાં આવી રહી છે ત્યારે આ સંકટ એટ્લે બીજું કોઈ નહીં મોચા નામનું વાવાઝોડુ. આ વાવઝોડા માટે સરકારે આગામી 24 કલાક માટે આ રાજ્યો માટે ભારે 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે સરકાર દ્વારા તંત્રને એલર્ટ રહેવા પણ આદેશ કરેલા છે.

હવામાનશાસ્ત્રીઓનું મત મુજબ, જ્યાં સુધી લો પ્રેશરનો વિસ્તાર ન બને ત્યાં સુધી આ સંકટ તોફાનના માર્ગ વિશે કહેવું મુશ્કેલ છે.

Mocha cyclone Live વિશેના અગત્યના ન્યૂઝ

Mocha cyclone Live: મોચા ને લઈ ફરી એકવાર મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ વાવાઝોડા વિશે વાત કરવામાં તો ભારતીય હવામાન વિભાગ (IMD) એ સૂચન આપ્યું છે કે, વાવાઝોડું મોચા આ જ વીકમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્ય માં આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગે આ રીતે પણ જણાવ્યું છે કે, વાવાઝોડના windનો વિસ્તાર દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને તેના આજુ બાજુના વિસ્તાર દક્ષિણ આંદામાન સમુદ્ર પર બનેલો છે. તેના હેઠળ સોમવારે (8 મે)એટ્લે કે ગઇકાલે આ બધા પ્રદેશમાં નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી સંભાવના હતી.

આ પણ જુઓ:

ઉતર બંગાળ તરફ તાત્કાલિક ખતરો નથી.

Mocha cyclone Live: હવામાન મોનિટરિંગ એજન્સીએ જણાવ્યા પ્રમાણે કે, ઉત્તર બંગાળના જિલ્લાઓ વાવાઝોડુંના પ્રભાવ હેઠળ આવવાની કોઈ શક્યતા દર્શાવી નથી, કારણ કે જો વાવાઝોડું system રચાય તો આવતા અઠવાડીયાના અંત સુધીમાં બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠે તથા દક્ષિણ બંગાળ પર અસર કરી શકે છે. સોમવારે (8 મે) એટલેકે ગઇકાલે પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ રહેલી હતી. ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, હુગલી, બાંકુરા, બીરભૂમ, પૂર્વા મેદિનીપુર, હાવડા, પૂર્વા અને પશ્ચિમ બર્ધમાન શહેરમાં વીજળી પડવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઑ રહેલી છે.

શું તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું છે?

Mocha cyclone Live: બંગાળના દાર્જિલિંગ, જલપાઈગુડી, કાલિમપોંગ, અલીપુરદ્વાર, કૂચબિહાર, ઉત્તર દિનાજપુર, દક્ષિણ દિનાજપુર અને માલદા વિસ્તારમાં આગામી 24 કલાકમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.ત્યારે બીજી તરફ કોલકાતાના તમામ પોલીસ સ્ટેશનોને આ વાવાઝોડા દરમિયાન પાવર કટ થાય તો તેવા કિસ્સામાં જનરેટર તૈયાર રાખવા માટે સૂચન આપવામાં આવ્યું છે. પોલીસ હેડક્વાર્ટર સ્થિત કમાન્ડ સેન્ટરમાં આવેલ કંટ્રોલ રૂમ રવિવારથી કાર્યરત કરવામાં આવ્યા છે.

આ પણ જુઓ:

આંધ્રપ્રદેશ રાજય એલર્ટ પર

Mocha cyclone Live: આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં તથા આજુબાજુના વિસ્તારોમાં આ વાવાઝોડાના તોફાનને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ રાજ્યમાં 3 દિવસ સુધી વરસાદ પડશે. કેટલીક જગ્યાએ વીજળી પણ પડવાની શક્યતાઑ રહેલી છે.

ઓડિશાના18 જેટલા જિલ્લામાં પણ એલર્ટ જાહેર કર્યું છે.

ભારતીય હવામાન વિભાગ IMDની ચેતવણીને કારણે દેશભરના ઘણા રાજ્યો પર ખતરો છે તેમણે હાઈ એલર્ટ પર છે તેવું જણાવ્યુ હતું. હવામાન વિભાગે વાવાઝોડા તોફાન ‘મોચા’ને લઈને ઓડિશાના 18 જેટલા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયુંછે. આ વાવાઝોડાના તોફાન અને વીજળી પડવાની ચેતવણી સાથે 9 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Mocha વાવાઝોડું આંદામાન વિસ્તાર તરફ જઈ શકે છે

હવામાનશાસ્ત્રીઓના મતે પ્રમાણે, મોચા વાવાઝોડું દક્ષિણ આંદામાન અને નિકોબાર ટાપુઓ તરફ આગળ વધવાની શક્યતા રહેલી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આંદામાનમાં 8 થી 11 મે 2023 ના વચ્ચે ભારે વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગ અને પ્રાદેશિક હવામાન કેન્દ્રો દ્વારા વાવાઝોડાની દિશા શોધવાનો પ્રયત્ન હાલ કરી રહ્યા છે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે જ્યાં સુધી લો પ્રેશરનો વિસ્તાર ન બને ત્યાં સુધી આ વાવાઝોડા તોફાનના માર્ગ વિશે કહેવું મુશ્કેલ છે.

Mocha cyclone ક્યાં દેશને અસર કરશે?

Mocha cyclone Live: જો વૈજ્ઞાનિકોના મત મુજબ માનીએ તો એવું લાગે છે કે આ મોચા વાવાઝોડું મ્યાનમાર દેશને અસર કરી શકે છે. જો કે, એકવાર નીચા દબાણ પછી તે સંપૂર્ણપણે બીજી જ દિશામાં આગળ વધી શકવાની શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને આંદામાન સમુદ્રમાં 40-50 કિમીથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

ગુજરાતમા શું અસર પડશે ?

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમા હાલ હીટ વેવની સ્થિતિ પ્રવર્તી રહી છે અને કાળઝાળ લૂ પડી રહિ છે અને રાજ્યના ઉત્તરીય પ્રદેશમાં પાટણ ગુરુવારે મહત્તમ તાપમાન 45.4 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ અંગે જણાવ્યું હતું કે હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે 13 મે પછી લોકોને ગરમીથી થોડી રાહત મળે તેવી શક્યતાઓ દેખાઇ રહિ છે. આ સાથે જ ચક્રવાત ‘મોચા’ના ભણકારા વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના થોડા ભાગોમાં ભારે લૂ પડવાની સંભાવના છે.

અગત્યની લીંક

વાવાઝોડાનું સ્ટેટસ જોવા માટેઅહિં ક્લીક કરો
મોસમ વિભાગની ઓફિસિયલ ટ્વિટર ચેનલઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Mocha cyclone Live
Mocha cyclone Live

મોચા વાવાઝોડામાં કેટલાંની ઝડપ થી પવન ફૂકાવાની શક્યતા છે?

50 થી 60 કિમી પ્રતિ કલાક

મોચા વાવાઝોડું અન્ય ક્યાં દેશને અસર કરશે?

મ્યાનમાર દેશને

ઓડિશા ના કેટલા જિલ્લા માં એલર્ટ જાહેર કરાયું છે?

18 જિલ્લા

Leave a Comment

error: Content is protected !!