ચોમાસુ 2023: અંબાલાલ પટેલની આગાહિ, 5 દિવસ ભારેથી અતિભારે પડશે વરસાદ

ચોમાસુ 2023: અંબાલાલ પટેલની આગાહિ: ગુજરાતમા બિપોરજોય વાવાઝોડાની અસર ને લીધે ઘણાજિલ્લાઓમા છુટો છવાયો વરસાદ થયો હતો. ત્યારબાદ ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યા છે. હવે ક્યારે વિધિવત ક્યારે ચોમાસુ બેસે તેની રાહ જોઇ રહ્યા છે કારણ કે કાળઝાળ ગરમીથી તમામ લોકો ત્રાહિમામ છે. ત્યારે હાલ ચોમાસુ મહારાષ્ટ્ર થી આગળ વધી રહ્યુ છે અને ગુજરાતમા પણ અમુક જિલ્લાઓમા વરસાદ ચાલુ થઇ ગયો છે.

વરસાદ લેટેસ્ટ અપડેટ

  • ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામી રહ્યો છે.
  • આજે સવારના 6 થી 10 સુધીમાં 45 તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે.
  • ધોરાજી, કપરાડા, પોરબંદર સારો વરસાદ પડયો છે.
  • વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતમિત્રોમા ખુશી પ્રસરી છે.
  • ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક આવી છે અને ગરમીનુ પ્રમાણ ઓછુ થયુ છે.

45 તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે.
સવારથી અત્યાર સુધીમાં ખાબકેલા વરસાદ જોઇએ તો ભેસાણ, ગણદેવી, ધોરાજી, કપરાડા, પોરબંદર તાલુકાઓમા દોઢ ઈંચથી વધુ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે કુતિયાણામાં સવા ઈંચ, જેતપુરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. ઉમરગામ, માણાવદર, વાપી, ભાણવડ તાલુકામાં 1-1 ઈંચ વરસાદ પડયો છે. જ્યારે ભેસાણમાં પોણો ઈંચ, ગણદેવીમાં પોણો ઈંચ, ધોરાજીમાં પોણો ઈંચ, કપરાડામાં પોણો ઈંચ, પોરબંદરમાં પોણો ઈંચ, પારડીમાં પોણો ઈંચ, જાફરાબાદમાં અડધો ઈંચ, મેંદરડામાં અડધો ઈંચ વરસ્યો છે.

ચોમાસુ 2023

ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસુ સક્રિય થશે. અને ઘણા જિલ્લાઓમા વરસાદ ચાલુ થશે તેમત 25 જૂનથી ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોને ચોમાસુ આવરી લેશે. 27 જૂનથી 2 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

આ પણ વાંચો: ચોમાસુ આગાહિ: અંબાલાલ પટેલની ચોમાસાની આગાહિ, આ તારીખોમા તૂટી પડશે વરસાદ

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ પૂર્વ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉદયપુર તેમજ રાજસ્થાનમાં વરસાદ તથા સાબરકાંઠામાં વરસાદ થતા સાબરમતી નદીમાં નવા નીર ની આવક થશે. ત્યારે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદનાં કારણે મધ્ય પ્રદેશમાં પુર આવવાની શકયતાઓ છે. તેમજ નર્મદા નદીનાં વિસ્તારમાં વરસાદનાં કારણે નર્મદા બે કાંઠે વહિ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં તાપી નદીમાં જળસ્તર વધશે. તેમજ મુંબઈ મહારાષ્ટ્રનાં ભાગોમાં વિદર્ભ મરાઠાવાડ વગેરે ભાગોમાં પણ વરસાદ પડવાની આગાહિ છે. મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થશે.

28 થી 30 જૂને ભારે વરસાદ ની આગાહી

ગુજરાતમાં હજુ ચોમાસાની વિધિવત્ શરૂઆત થઇ નથી તેમ છતાં તેનાં ચક્રો ગતિમાન થઈ ગયાં છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા છે, તેમાં પણ અમદાવાદ, વડોદરા, મહેસાણા અને ગોધરામાં તા. ૨૮, ૨૯ અને ૩૦ જૂને ભારે વરસાદ તૂટી પડવાની શકયતા હવામાન નિષ્ણાતોએ દર્શાવી છે. દરમિયાન, આજે સવારના રાજ્યના 59 તાલુકામાં છુટો છવાયો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડા, ગોધરા,,વડોદરા,ડેસર, આણંદ, કાલોલ અને હાલોલમાં 2 થી 3 ઇંચ વરસાદ પડયો હતો.

આ પણ વાંચો: Jantri Rate 2023: જંત્રી એટલે શું, જંત્રીના દર ક્યાંથી જાણવા; જાણો જંત્રી વિશે તમામ માહિતી

રાજ્યમાં ચોમાસું શરુ થવાને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહિ મુજબ ચોમાસું મોડું આવશે પરંતુ તેની એન્ટ્રી ધમાકેદાર હશે. હવે ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આગામી સપ્તાહે લગભગ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહિ કરવામા આવી છે. તેમણે જુલાઈ અને ઓગસ્ટમાં કેવો વરસાદ રહેશે તેની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
ચોમાસુ 2023
ચોમાસુ 2023

5 thoughts on “ચોમાસુ 2023: અંબાલાલ પટેલની આગાહિ, 5 દિવસ ભારેથી અતિભારે પડશે વરસાદ”

Leave a Comment

error: Content is protected !!