Railway Retiring Room: લોકો રેલવે મા સૌથી વધુ મુસાફરી કરતા હોય છે. એમા પણ લાંબા રૂટની મુસાફરી માટે લોકો રેલવેમા મુસાફરી કરવાનુ વધુ પસંદ કરતા હોય છે. ઘણી વખતે એવુ બનતુ હોય છે કે તમારી ટ્રેન ઘણી મોડી હોય છે અથવા તમારી ટ્રેન મોડી પડવાને લીધે બીજી ટ્રેન છુટી ગઇ હોય છે. આવા સંજોગોમા લોકો આરામ કરવા માટે સ્ટેશન ની નજીક મોંઘા ભાવે હોટેલ મા રૂમ રાખવો પડતો હોય છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે આવા સંજોગો મા ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે Railway Retiring Room ની સુવિધા આપી રહ્યુ છે. ચાલો જાણીએ આ રૂમની સુવિધા કેવી રીતે મળશે અને કેવી રીતે બુકીંગ કરાવવુ ?
Railway Retiring Room
હાલ શિયાળાની ગાત્રો થીજવતી ઠંડીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. તો બીજી તરફ આ ઋતુ મા હવામાનમાં ધુમ્મસ હોવાના કારણે સૌથી વધારે અસર વાહન વ્યવહારને પર પડતી હોય છે. વિઝીબિલીટી ઘટી જવાના કારણે વાહનવ્યવહાર ખોરવાતો હોય છે. આ ને લીધે શિયાળામાં હવામાનમાં ધુમ્મસને કારણે ઘણી ટ્રેનો મોડી પડતી હોય છે અથવા રદ થતી હોય છે. જ્યારે ટ્રેન મોડી પડે છે, ત્યારે તમારે મુસાફરોને ઠંડીમાં ઠૂંઠવાતા ટ્રેન પ્લેટફોર્મ પર આવવાની રાહ જોવી પડતી હોય છે. પરંતુ રેલવે દ્વારા મુસાફરોની આ સમસ્યા માટે એક સારી સુવિધા આપવામા આવી રહી છે.
મુસાફરો માટેની આ વિશેષ સુવિધા થી તમે ઓછા ભાડામા સારી સુવિધા ધરાવતા રૂમ મા આરામ કરી શકસો. ખરાબ હવામાનને કારણે ટ્રેન મોડી પડે ત્યારે રેલવે મુસાફરોને મોંઘીદાટ હોટલ્સ જેવા રૂમની સુવિધા પૂરી પાડી રહી છે.
IRCTCએ શરૂ કરી નવી સુવિધા
શિયાળામાં ધુમ્મસના કારણે લેટ થનારી ટ્રેનની રાહ જોતા સમયે પ્લેટફોર્મ પર બેસી રહેવાને બદલે થોડા પૈસા ખર્ચીને ભારતીય રેલવેના રીટાયરિંગ રૂમની સુવિધા નો લાભ લઇ શકો છો. જેમાં મોટી લક્ઝરી હોટલ્સ જેવી સુવિધાઓ આપવામા આવી રહી છે. રેલવે ની આ સુવિધા મેળવવા માટે તમારી પાસે મુસાફરીની કન્ફર્મ અથવા RAC ટીકીટ હોવી જરૂરી છે.
આ રીટાયરિંગ રૂમ રેલ્વે સ્ટેશન પર જ બનાવવામા આવેલા હોય છે. જેમાં સિંગલ બેડ, ડબલ બેડ અને ડોરમેટ્રી ટાઇપમાં રૂમ અવેઇલેબલ હોય છે. મુસાફરો એસી અને નોન એસી બંને પ્રકારના રૂમ બુક કરાવી શકે છે. આ રૂમ્સને 1 થી 48 કલાક માટે બુકિંગ કરાવી શકાય છે. જેના માટે 20 રૂપિયાથી 40 રૂપિયા સુધીનું ભાડું હોય છે.
આ પણ વાંચો: ગૌણ સેવા ભરતી: સરકારી ભરતી ની રાહ જોતા યુવાનો માટે ગુડ ન્યુઝ, 15 દિવસમા 5000 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત થશે
Railway Retiring Room Booking Process
જો તમારી ટ્રેન મોડી હોય અને તમે રેલવે સ્ટેશન પર રીટાયરિંગ રૂમ બુક કરાવવા માંગતા હોય તો નીચ જણાવેલા સ્ટેપ્સ દ્વારા તમે અગાઉથી જ ઓનલાઇન બુકિંગ કરાવી શકો છો.
- આ માટે સૌથી પહેલા તમારે IRCTC ની ઓફિશિયલ વેબસાઈટ https://irctctourism.com/ ઓપન કરવાની રહેશે.
- આ વેબસાઇટ મા રિટાયરિંગ રૂમનો ઓપ્શન પસંદ કરો.
- તમારી જરૂરિયાત અનુસાર રૂમ પસંદ કરો.
- બુકિંગ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ ભાડાનુ પેમેન્ટ કરવાનુ રહેશે.
- તમારું બુકિંગ કન્ફર્મ થતાં જ તમને રૂમ નંબર વિશે મેસેજ દ્વારા માહિતી આપવામા આવશે.
કેન્સલેશન પ્રોસેસ
- રૂમ બુકીંગ કરાવયા ના 48 કલાક પછી સુધી કેન્સલેશન રીકવેસ્ટ સ્વીકારવામાં આવે છે.
- 48 કલાક કે તેથી ઓછા સમયમાં કેન્સલેશન કરવાથી 10 ટકા કપાત કરવામા આવે છે.
- પઝેશનના દિવસે કેન્સલેશન કરવાથી 50 ટકા કપાત કરવામા આવે છે.
- 100% કપાત: માત્ર રૂમ દ્વારા કેન્સલેશન કરવાની મંજૂરી આપવામાં આવી છે.
રૂમ બુકીંગ નિયમો અને શરતો
- મુસાફરો બે દિવસથી વધારે સમયે રોકાઇ શકતા નથી.
- તમારી ટીકીટ વેઇટિંગ લીસ્ટમાં હોય તો તમે રૂમ બુક કરવાની સુવિધા મળવાપાત્ર નથી.
- રૂમ બુકીંગ ઓનલાઇન કરાવ્યા બાદ કેન્સલેશન માત્ર ઓનલાઇન જ કરાવી શકાય છે, જ્યારે ઓફલાઇન બુકિંગ માટે પણ કરી શકાય છે.
- જો કોઇ ટ્રેન રદ્દ થશે તો મુસાફરોને કેન્સલેશન નિયમોનુસાર રીફંડ પણ આપવામાં આવે છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
1 thought on “Railway Retiring Room: 40 રૂ. મા રેલવે સ્ટેશન પર મળશે લકઝરીયસ રૂમની સુવિધા, આ રીતે કરાવો બુકીંગ”