પોરબંદરના જોવાલાયક સ્થળો: સુદામાનું ધામ અને ગાંધીનું ગામ એટલે પોરબંદર, જુઓ તેના જોવાલાયક સ્થળો.

પોરબંદરના જોવાલાયક સ્થળો: સુદામાનું ધામ અને ગાંધીનું ગામ: Sight seeing in Porbandar: પોરબંદર એટ્લે ગુજરાતનાં સાવ પશ્ચિમ દિશામાં દરિયા કિનારે સ્થિત સ્થળ. એકદમ નજીક જ દરિયાકાંઠો અને ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર શ્રી સુદામા જીનું ધામ એટ્લે પોરબંદર. પોરબંદર આમ તો ગુજરાતના સૌથી નાના જિલ્લામાં સમાવેશ થાય છે. પણ અરબી સમુદ્ર ને અડીને સ્થિત છે. ભારતના રાષ્ટ્રપિતા અને ભારત ને આઝાદ કરવવામાં પોતાનું તન મન ધન રેડી દેનારા પરમ પૂજ્ય બાપુ એટ્લે મોહનદાસ કરમચંદ ગાંધી એ પોરબંદરની ધરતી પર જન્મ લીધો હતો. એવું આ પોરબંદર. તો આવો જોઈએ આ મનમોહક જિલ્લો એટ્લે કે પોરબંદરના જોવાલાયક સ્થળો વિશેની અભૂતપૂર્વ માહિતી.

પોરબંદરના જોવાલાયક સ્થળો

પોરબંદરમાં આમ જોવા જઈએ તો ઘણા જોવા લાયક સ્થળ છે. પણ અહી આપણે તેમના પ્રખ્યાત અને પ્રમુખ સ્થળો વિષેની માહિતી મેળવીશું જે નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

સુદામા મંદિર

ભગવાન શ્રીક્રુષ્ણના બાલસખા એટ્લે સુદામાજીની પવિત્ર ભૂમિ પોરબંદર. ગુજરાતમાં માત્ર એક જ જગ્યા પર આવેલું આ મંદિર પોરબંદરમાં મધ્યમાં સ્થિત છે. આ મંદિર માં દરરોજ હજોરો ભક્તો દર્શનાર્થે આવે છે. આ મંદિરમાં રાજસ્થાનના ક્ષત્રિય યુગલો આ મંદિરમાં ખાસ આશીર્વાદ લેવા માટે આવે છે. પોષ સુદ આઠમના દિવસે સુદામાજીની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. અહી વસતા ખારવા સમાજના લોકો જ્યારે દરિયો ખેડવા માટે જાય છે ત્યારે તેઓ આ સુદામાજીના મંદિરમાં શ્રીફળ ધરીને દરિયો ખેડવા જાય છે.

આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યુનિટી નો ચોમાસામા ડ્રોન વ્યુ નઝારો, ચોમાસામા સોળેકલાએ ખીલી ઉઠ્યુ સૌદર્ય

પોરબંદરના જોવાલાયક સ્થળોમાં પોરબંદરમાં મધ્યમાં સ્થિત સુદામાજીનું મંદિર વર્ષ 1902 થી 1907 સુધીમાં જેઠવ વંશના રજ્વંશો દ્વારા બંધાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં બાગ બગીચા, ચબૂતરો, સંતસંગ ભવનથી અહીનું વાતાવરણથી મંત્ર મુગ્ધ થઈ જાય છે. અહી આવ્યા બાદ આ સ્થળની મુલાકાત બાદ અવિસ્મરણીય યાદ રહી જાય છે. તેવું આ મંદિર છે.

કિર્તિ મંદિર

પૂજ્ય બાપુ એટ્લે કે મોહનદાસ કરમચંદ ગાંધી કે જે સમગ્ર વિશ્વને અહિંસાના પાઠ ભણાવનાર પોરબંદરની ધરતી પર 2 ઓક્ટોબર 1869 ના રોજ કીર્તિમંદિરમાં તેમનો જન્મ થયો હતો. અહી માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના લોકો આ સ્થળની મુલાકાત લે છે. આ કીર્તિમંદીની પાછળ કસ્તુરબાધામ છે. એકમાત્ર એવું સ્થળ કે રાષ્ટ્રપિતા અને તેમના પત્ની કસ્તુરબા નું નિવાસ સ્થાન બાજુ બાજુમાં છે. જે વિરલ કહેવાય.

આ કિર્તિ મંદિરનુ નિર્માણ કાર્યની શીલરોપણ વિધિ 1947 માં દરબાર ગોપાલદાસ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમાં લોકફાળો અને આર્થિક સહયોગથી પોરબંદરના મહાન એવું વ્યક્તિત્વ ધરાવતા અને ઉદ્યોગપતિ શેઠ નાનજી કાલિદાસ મેહતા દ્વારા તેમનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતના લોખંડી પુરુષ અને ભારતના રાજ્યોને એક કરનાર મહાન સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા 27 મે 1950 ના રોજ કિર્તિ મંદિરને વિશ્વના દર્શનાર્થે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. અહી ગાંધીજીના જીવનની વસ્તુઓનું સંગ્રહ કરવામાં આવ્યો છે અને તેમના પ્રતિકાત્મક રૂપે 79 ફૂટની તેમની પ્રતિમા મૂકવામાં આવી છે.

ચોપાટી

પોરબંદરના જોવાલાયક સ્થળોમાં ચોપાટી એક ખૂબ જ રમણીય સ્થળ છે. અહી લોકો વોકિંગ કરવા માટે આવે છે. લોકો વહેતા સાગરના મોજા અને લહેર જુએ છે. અહીના સ્થાનિક લોકો માછલી પકડવા માટેનું અગત્યનું સ્થળ છે. લોકો નૌકા વિહાર કરે છે. અહી સરકાર દ્વારા ઘણા વિકાસના કામો થી આ એક લોકો માટે ફરવાનું સ્થળ છે. રવિવાર અને રજાના દિવસોમાં લોકો ચોપાટી નો ભરપૂર આનંદ માણે છે.

આ પણ વાંચો: ગુજરાતનો સૌથી મોટો વોટરપાર્ક: 20 એકર મા ફેલાયેલો ગુજરાતનો સૌથી મોટો વોટરપાર્ક, ફોટો જોઇ જવાનુ મન થઇ જશે

શ્રી હરી મંદિર

પોરબંદરથી 5 કિલોમીટરના અંતરે આવેલું આ શ્રી હરી મંદિર પ.પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સંચાલિત છે. આ હરી મંદિરમાં પોરબંદરમાં વસતા લોકોના બાળકોના અભ્યાસ માટે સંદીપની આશ્રમ આવેલો છે. જેમાં વૈદિક અભ્યાસ કરવવામાં આવે છે. આ ઉપરાંત અહી સંદીપની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની પણ શાળાઓ આવેલી છે. આધુનિક ભારતની નાલંદા વિદ્યાપીઠ જેવુ કાર્ય આ આશ્રમમાં થાય છે. અંદાજિત 86 એકરમાં પથરાયેલો આ આશ્રમએ પોરબંદરના સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. પ્રાચીન વિદ્યાપીઠ જેવો અભ્યાસ ક્રમથી અહીના ઋષિકુમારો ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે.

અસ્માવતી રિવરફ્રન્ટ

પોરબંદરમાં મધ્યમાં સ્થિત અને નરસંગ ટેકરીની બાજુમાં આવેલું આ અસ્માવતી રિવરફ્રન્ટ 2 ઓક્ટોબર 2019 ના રોજ મુખ્યમંત્રી શ્રે વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ રિવરફ્રંટમાં તમે 2 કિલોમીટરની લંબાઈમાં બનાવવામાં આવ્યો છે. આ રિવરફ્રન્ટમાં અંદાજિત 30,000 જેટલા વૃક્ષો વાવમાં આવ્યા છે. અહી અસ્માવતી નદીમાં તમે નૌકાવિહાર કરવા માટેની પણ સુવીધા છે. આ સ્થળ પણ પોરબંદર વાસીઑ માટે એક ફરવા માટેનું અગત્યનું સ્થળ બની ગયું છે.

ભારત મંદિર

પોરબંદરના જોવાલાયક સ્થળો જો વાત કરવામાં આવે તો પોરબંદરમાં ફરવા આવતા લોકો માટે આ ભારત મંદિર અને તારા મંદિર સામ સામે સ્થિત છે. આ ભારતમંદિરમાં સંગેમરમરથી બનાવવામાં આવેલો ભારતનો નક્શો અદ્ભુત એહસાસ કરાવે છે. આ મંદિરમાં તેમના સ્તંભો પર મહાન સંતો-મહંતો અને મહાનુભવાઓના શિલ્પો કોતરવામાં આવ્યા છે. આ શિલ્પો મહાન સંસ્કૃતિના અજોડ નમુનાઓ છે.

આ પણ વાંચો: ચંદ્ર પર જમીન ખરીદી શકાય ? શું ભાવ હોય ચંદ્ર પર જમીન ના ? ચંદ્ર પર જમીન ખરીદવી લીગલી છે ?

પક્ષી અભ્યારણ પોરબંદર

ગુજરાતનું સૌથી નાનું પક્ષી અભ્યારણ એ પોરબંદરમાં મધ્યમાં સ્થિત છે. પોરબંદરના જોવાલાયક સ્થળો માં આ પ્રમુખ સ્થળનો પણ સમાવેશ કરવામાં આવે છે. અહી મુખ્ય ફ્લેમિંગો, ગીઝ, બતક, રફ્ટ્સ કોટ્સ, હેરોન્સ ,એગ્રેન્સ, આઇબીઝ વગરે જેવા પક્ષીઓ આવેલા છે. જે આ પોરબંદરના જોવાલાયક સ્થળો માં અગમ્ય સ્થાન ધરાવે છે.

જાંબુવંતીની ગુફા

પોરબંદર થી અંદાજિત 20 કિલોમીટરના અંતરે જાંબુવંતિની ગુફા આવેલી છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલી આ ઐતિહાસિક ગુફા આવેલી છે. આ ગુફાનું નામકરણ જાંબુવંત નામના રિછ પરથી પડ્યું છે. તે ભગવાન શિવનો ઉપાસક હોવાથી આ ગુફાની મધ્યમાં એક શિવલિંગ આવેલું છે. આ શિવલિંગ પર કુદરતી જળાભિષેક થાય છે. અહીના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ આપોઆપ પાણીના ટપકા પડવાથી આપમેળે શિવલિંગ બંધાય છે. આ સિવાય આ ગુફામાં સોના જેવી ચમકતી રેતી જોવા મળે છે. આ અભૂતપૂર્વ અને અવિશ્મરણીય સ્થળની મુલાકાત લેવા જેવી છે. જે આ પોરબંદરના જોવાલાયક સ્થળોમાં સોંદર્યમાં વધારો કરે છે.

બરડા અભ્યારણ

પોરબંદરના જોવાલાયક સ્થળોમાં આ બરડા અભ્યારણ્ય પોરબંદર અને જામનગરની વચ્ચે સ્થિત એ કુદરતી સોંદર્યથી ભરપૂર છે. આ બરડા ડુંગરમાં વન્ય જીવોમાં સિંહ, ચિતો, હરણ,છીંકરા, વરુ જેવા ઘણા પ્રાણીઓ નિર્ભય અને મુક્ત રીતે હરી ફરી શકે છે. આ ડુંગરમાં જ્યારે વરસાદી ઋતુ હોય ત્યારે જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલ હોય તેવું અત્યંત રમણીય સ્થળ લાગે છે. અહી ખાંભળા અને ફોદાળા જેવા ડેમથી લોકોની જીવાદોરી સમાન આ ડેમ આવેલા છે. અહી તમે ટ્રેકિંગ પણ કરી શકો છો. અહી પરંપરાગત રીતે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા માલધારી લોકોના નિવાસ સ્થાન છે. ગિરનાર પછી ત્રીજા નંબરનો કુદરતી ભેટ સ્વરૂપે મળેલ 192.31 જેટલા ચો.કિમી. માં પથરાયેળા આ અભ્યારણ્યનો સમાવેશ થાય છે. અહીના સતવીરડા નેસ ખાતે ચીતલ ઉછેર કેન્દ્ર છે. જેમાં બાલ હરણાનો ઉછેર કરવામાં આવે છે.

આ પણ વાંચો: BMI Calculator: જાણો ઉમર પ્રમાણે તમારું કેટલું વજન હોવું જોઈએ, કેટલો છે તમારો BMI

બિલેશ્વર

પોરબંદરથી 30 કિલોમીટર અને રાણાવાવનથી 12 કિલોમીટરના અંતરે આવેલું આ સ્વયંભૂ ગણવામાં આવતું અત્યંત પૌરાણિક શિવાલય આવેલું છે. જ્યાં બિલનાથ મહાદેવ બિરાજમાન છે. બરડા ડુંગરની ગોદમાં સમયેલું અને કુદરતી રમણીય આ બિલેશ્વર ધામ આજુબાજુ ના લોકો માટે અને દેશ વિદેશના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહી કહેવાય છે કે શ્રીકૃષ્ણ એ સેટ મહિના સુધી દરરોજ સવા લાખ કામલોથી અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. અહી શ્રવણ માહિનામાં લોકોનું ઘોડાપૂર વહે છે.

માધવપુર

પોરબંદરના જોવાલાયક સ્થળોમાં માધવપુરનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ માધવપુર પોરબંદરથી 50 કિલોમીટરના અંતરે ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલું ધાર્મિક સ્થળ છે. આ ગામમાં માધવરાયજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં પુષ્ટિમાર્ગીય પ્રકારનું બાંધકામ અત્યંત ઝીણી કોતરણી વાળું છે. અહી દર વર્ષે રામનવમીથી 5 દિવસ સુધી ભગવાન શ્રીકૃષ્ણ અને ઋકમણીજીના વિવાહનો ઉત્સવ ખૂબ જ પ્રખ્યાત છે. અહી દેશ વિદેશના લોકો આ લ્હાવો લેવા આવે છે.

ખીમેશ્વર

પોરબંદરના જોવાલાયક સ્થળોમાં આ ખીમેશ્વર મદિર પોરબંદરથી અંદાજિત 14 કિલોમીટરના અંતરે આ ખીમેશ્વર મંદિર કુછડી ખાતે આવેલું છે. કહવે છે કે મહાભારતના પાંડવો એ અહી નિવાસ કર્યો હતો. અહી એક શિવ મંદિર આવેલું છે જે અત્યંત પૌરાણિક મંદિરો માનું એક છે. પોરબંદરના રાણા ખીમજી એ આ મંદિરનો જીણોધ્ધાર કરવી અને તેમનું નામ ખીમેશ્વર આપવામાં આવ્યું હતું.પોરબંદરથી દ્વારકા જતાં રોડ પર જ આવેલું આ ગામ અને મદિર છે. અહી દરિયા કિનારો અને અદ્ભુત રમણીય સ્થળ છે. અહી શ્રવણ મહિનામાં મેળો ભરાય છે.ત્યાર ભાવિકો ઉમટી પડે છે.

આ પણ વાંચો: ગુજરાતના જિલ્લા યાદ રાખવાની ટ્રીક: વાર્તા પરથી યાદ રાખો ગુજરાતના તમામ જિલ્લા, આપના બાળકોને આ વિડીયો જરૂર બતાવો

વિસાવાડા

ભગવાન શ્રીક્રુષ્ણ જ્યારે મથુરા છોડી અને દ્વારકા જતાં હતા ત્યારે તેમણે અહી વિસાવાડા ગામે વિસામો લીધો હતો. તેથી આ સ્થળને મૂળ દ્વારકા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સ્મૃતિરૂપે મૂળ દ્વારકાના મંદિરમાં શ્રીકૃષ્ણની પાદુકા દ્રષ્ટિ ગોચર થાય છે. આ મંદિર પોરબંદરથી 23 કિલોમીટર દૂર દ્વારકા હાઇવે પર આવેલું છે. તે સાડા સાતસો વર્ષ પહેલા વીંઝાત ભક્ત દ્વારા બંધાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં જન્માષ્ઠમી પર મોટો મેળો ભરાય છે. જે આ પોરબંદરના જોવાલાયક સ્થળોમાં સમાવેશ કરવામાં આવે છે.

ગોકરણ

પોરબંદરના જોવાલાયક સ્થળોમાં ગોકરણ એ પોરબંદરના કુતિયાણા તાલુકામાં કુતિયાણાથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે. શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદમાં પહેલા સેટ અધ્યાયમાં ગોકરણનો ઉલ્લેખ જોવા મળે છે. ગોકરણ ખાતે ગોકલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહી સમગ્ર દેશ, ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો પિતૃતર્પણ માટે તથા શ્રાધ્ધ ક્રિયા માટે અહી આવે છે. આ અત્યંત પવિત્ર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરોઅહિં ક્લીક કરો
પોરબંદરના જોવાલાયક સ્થળો
પોરબંદરના જોવાલાયક સ્થળો

2 thoughts on “પોરબંદરના જોવાલાયક સ્થળો: સુદામાનું ધામ અને ગાંધીનું ગામ એટલે પોરબંદર, જુઓ તેના જોવાલાયક સ્થળો.”

Leave a Comment

error: Content is protected !!