5G smartphone 2024: શું તમે નવા વર્ષ મા નવો સ્માર્ટફોન લેવા માંગો છો પરંતુ બજેત ઓછુ છે તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે આજે તમને એવા સ્માર્ટફોન ની માહિતી આપવા જઇ રહ્યા છે જે હાલ 10000 કરતા ઓછી કિંમતમા મળી રહ્યા છે પરંતુ તેના ફીચર પણ દમદાર છે. ચાલો જાણીએ બેસ્ટ 5G smartphone 2024 વિશે.
5G smartphone 2024
નવા વર્ષ મા તમે 5G ફોન ખરીદવાનુ આયોજન કરી રહ્યા હોય પરંતુ બજેટ ઓછુ હોય ચિંતા ન કરો, કારણ કે હાલ માર્કેટમા ઘણી બ્રાન્ડ્સ પોતાના સસ્તા 5G ફોન લાવી ચુકી છે. આ પોસ્ટમા આપણે હાલ 10000 થી ઓછી કિંમતમા મળતા 5G smartphone ની માહિતી મેળવીશુ. જે ઓફર બાદ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર 10000 રૂપિયાથી ઓછી કિંમતમા મળી રહ્યાં છે. આ માટે તમારે બેન્ક ઓફરનો લાભ લેવો પડશે. લિસ્ટમાં સૌથી સસ્તો 5G ફોન 8299 ની કિંમતે મળી રહ્યો છે. બધામાં 50 મેગાપિક્સલનો મેન રિયર કેમેરો અને 5000 એમએએચની પાવરફુલ બેટરી મળશે.
POCO M6 5G Features
POCO ના આ ફોન ના સ્પેશીફીકેશન જોઇએ તો આ ફોનનું 4GB RAM અને 128GB સ્ટોરેજવાળું મોડલ Flipkart પર હાલ 10499 રૂપિયામાં મળી રહ્યું છે પરંતુ બેન્ક ઓફરનો લાભ લઈને તમે તેના પર 1000 રૂપિયા નુ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ત્યારબાદ તમારે આ ફોન માટે રૂ. 9499 ની કિંમત જ ચૂકવવી પડશે. ફોનમાં 6.74 ઇંચની HD+ ડિસ્પ્લે, Dimensity 6100 પ્લસ પ્રોસેસર, 50 મેગાપિક્સલનો રિયર કેમેરો, 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો અને 5000 એમએએચની બેટરી આપવામા આવે છે.
itel P55 5G Features
itel ના આ ફોન ના ફીચરની વાત કરીએ તો આ ફોન મા 4GB રેમ અને 64GB સ્ટોરેજવાળું મોડલ Flipkart પર હાલ 9930 રૂપિયામાં વેચાઇ રહ્યુ છે, પરંતુ બેન્ક ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લઈને તમે આ ફોન પર 1000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો, ત્યારબાદ આ ફોન માટે તમારે રૂ. 8930 રૂપિયા જ ચૂકવવા પડશે. ફોનમાં 6.6 ઇંચની HD+ ડિસ્પ્લે, મીડિયાટેક Dimensity 6080 પ્લસ પ્રોસેસર, 50 મેગાપિક્સલનો રિયર કેમેરા, 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા અને 5000 MAH ની બેટરી જેવા પાવરફુલ ફીચર આપવામા આવેલા છે.
Lava Blaze 5G Features
Lava ના આ ફોન ના ફીચરની વાત કરીએ તો તેમા 4GB રેમ અને 128GB સ્ટોરેજવાળું મોડલ Amazon પર હાલ 9299 રૂપિયામાં વેચાઇ રહ્યુ છે, પરંતુ બેન્ક ડિસ્કાઉન્ટ ઓફર હેઠળ 1 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ત્યારબાદ આ ફોન માટે તમારે માત્ર રૂ. 8299 જ ચૂકવવા પડશે. ફોનમાં 6.5 ઇંચની HD+ ડિસ્પ્લે, મીડિયાટેક ડાઇમેન્સિટી 700 પ્રોસેસર, 50 મેગાપિક્સલનો રિયર કેમેરા, 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા અને 5000 MAH ની બેટરી જેવા પાવરફુલ ફીચર આપવામા આવી રહ્યા છે.
Lava Blaze 2 5G Features
Lava ના આ ફોનના ફીચરની વાત કરીએ તો આ ફોનમા 4GB રેમ અને 64GB સ્ટોરેજવાળું મોડલ ઓનલાઇન શોપીંગ પ્લેટફોર્મ એમેઝોન પર હાલ 9999 રૂપિયામાં મળી રહ્યું છે, તેમાં તમને 1 હજાર રૂપિયાનું બેન્ક ડિસ્કાઉન્ટ ઓફર નો લાભ લઇને લાભ મેળવી શકો છો. ત્યારબાદ આ ફોન માટે તમારે માત્ર રૂ. 8999 જ ચૂકવવા પડશે. આ ફોનમા ફોનમાં 6.5 ઇંચની HD+ ડિસ્પ્લે, મીડિયાટેક ડાઇમેન્સિટી 6020 પ્રોસેસર, 50 મેગાપિક્સલનો રિયર કેમેરા, 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા અને 5000 MAH ની બેટરી જેવા ફીચર આપવામા આવી રહ્યા છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
2 thoughts on “5G smartphone 2024: 10000 થી ઓછી કિંમતમા મળતા આ છે બેસ્ટ 5G ફોન, જાણો ફીચર અને કિંમત”