અમદાવાદ ફલાવર શો: Ahmedabad Flower Show Ticket: અમદાવાદ મહાનગર પાલીકા દ્વારા દર વર્ષે શિયાળામા ભવ્યાતિભવ્ય ફ્લાવર શો નુ આયોજન કરવામા આવે છે. જેમા અમદાવાદ વાસીઓ ઉપરાંત અન્ય લોકો પણ બહોળી સંખ્યામા મુલાકાત લેતા હોય છે. આજથી અમદાવાદ ફલાવર શો નો પ્રારંભ થયો છે. જે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ના હસ્તે ખુલ્લો મૂકાયો છે. આ ફલાવર શો 15 જાન્યુઆરી સુધી ચાલનાર છે.
અમદાવાદ ફલાવર શો
આ વર્ષે ફલાવર શો મા નવી થીમ પર તૈયાર થયેલ ઘણા નવા સ્કલ્પ્ચર જોવા મળશે. જેમા આત્મનિર્ભર ભારત, મીલેટ્સ વર્ષ, મહિલા સશક્તિકરણ સહિતની થીમ ઉપર તૈયાર કરવામા આવેલા ફૂલોથી બનેલા સ્કલ્પ્ચર આકર્ષણ નુ કેન્દ્ર બની રહેશે.
આ પણ વાંચો: વેકસીનેશન: નાના બાળકોને કઇ રસી મહત્વની છે અને કયારે આપવી જોઇએ, કઇ વેકસીન થી શું ફાયદો થાય ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર 10 માં ફલાવર શોનું ભવ્ય આયોજન કરવામા આવ્યુ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના હસ્તે ફ્લાવર શોનો શુભારંભ કરવામા આવ્યો છે. આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના હોદ્દેદારો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. આ વર્ષે ફલાવર શો મા ઘણી નવી થીમ જોવા મળી રહી છે, જેમા આત્મનિર્ભર ભારત, મીલેટ્સ વર્ષ, મહિલા સશક્તિકરણ સહિતની થીમ ઉપર તૈયાર કરાયેલા ફૂલોથી સ્કલ્પ્ચર બનાવવામાં આવ્યા છે. મીલેટ્સ વર્ષની ઉજવણી હેઠળ ફ્લાવર શો સમયે ફૂડ સ્ટોલમાં મહત્તમ મીલેટ્સ આઈટમ જોવા મળી રહિ છે. 150 થી વધુ પ્રજાતિના 7 લાખથી વધુ રોપા ની સજાવટ મુલાકાતીઓ ને જોવા મળશે. જેમાં પીટૂનીયા, ડાયંથસ, સેવંતી, ગજેનિયા, બીગુનિયા, એસ્ટર, મેરીગોલ્ડ, કેક્ટસ, ઓર્ચિડ, લીલી, ગુલાબ સહિતની પ્રજાતિઓના છોડ રાખવામા આવેલા છે.
આ વર્ષે નવા બનેલા સંસદભવન, વડનગર તોરણ, ચંદ્રયાન, સરદાર પટેલ ઉપરાંત પશુ પક્ષીઓના ફૂલોથી બનેલા સ્કલ્પ્ચર ફલાવર શો મા મુખ્ય આકર્ષણ બની રહેનાર છે. આ વર્ષે ફલાવર શોમાં amc દ્વારા વિશ્વની સૌથી લાંબુ ફલાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. 400 મીટર લંબાઈનું ફલાવર સ્ટ્રક્ચર બનાવી રેકોર્ડ સર્જવાનું આયોજન કરવામા આવ્યુ છે.
આ પણ વાંચો: Railway Retiring Room: 40 રૂ. મા રેલવે સ્ટેશન પર મળશે લકઝરીયસ રૂમની સુવિધા, આ રીતે કરાવો બુકીંગ
Ahmedabad Flower Show Ticket
અમદાવાદ ફલાવર શો ની ટીકીટ ની વાત કરીએ તો તે નીચે મુજબ છે.
સોમવાર થી શુક્રવાર સુધી 12 વર્ષથી ઉપરના માટે રૂ.50 અને શનિ રવિ માટે રૂ.75 પ્રવેશ ફી રાખવામાં આવેલ છે. ફલાવર શો ની ટીકીત તમે મેળવવા માંગતા હોય તો amc ના તમામ સિવિક સેન્ટર પરથી આ ટિકિટ મેળવી શકાશે. ફલાવર શો અંગેના ક્યુઆર કોડ દ્વારા પણ ટિકિટ બુક કરાવી શકાશે. ફલાવર શો મા શાળાઓ તરફથી આવતા બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવનાર છે ઉપરાંત amts બસની સેવા પણ આપવામાં આવશે.
ફલાવર શો મા આવતા મુલાકાતીઓ માટે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 30 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી મળી કુલ 17 દિવસ ફલાવર શો ચાલનાર છે. સવારે 9 થી રાતના 10 સુધી પ્રવાસીઓ ફલાવર શો ની મુલાકાત લઈ શકશે. amc ના અત્યાર સુધી યોજાયેલા ફલાવર શોમાં આ ફલાવર શો સૌથી વધુ દિવસો સુધી ચાલશે. 17 દિવસ દરમ્યાન મળી 10 લાખથી વધુ લોકો મુલાકાત લે એવી સંભાવના છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |