Pan Card Status: 11 કરોડ પાન કાર્ડ કરવામા આવ્યા ડીએકટીવ, ચેક કરો તમારૂ પાન કાર્ડ એકટીવ છે કે નહી

Pan Card Status: Active Pan Card: ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટ ની જ્ગોઅવાઇ અનુસાર પાન કાર્ડ સાથે આધાર કાર્ડ ને લીંક કરવુ ફરજીયાત કરવામા આવ્યુ હતુ. અગાઉ આપેલી ગાઇડલાઇન મુજબ રૂ.1000 લેટ ફી ભરી પાન કાર્ડ સાથે આધાર ને લીંક કરી શકાતુ હતુ. જે લોકો એ પાન કાર્ડ સાથે આધાર ને આપેલી સમયમર્યાદામા લીંક નથી કર્યા આવા પાન કાર્ડ ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટ તરફથી ડીએકટીવ કરવામા આવ્યા છે. તમારૂ પાન કાર્ડ એકટીવ છે કે કેમ તે ચેક કરવાની પ્રોસેસ જાણીશુ.

Pan Card Status

CBDT એ આધાર લિંકિંગ નહીં હોવાના કારણે 11 કરોડથી વધારે પાન કાર્ડથી ડી એકટીવ કરી દિધા છે. આ માહિતી આ અંગે કરવામા આવેલી RTI હેઠળ મળી છે. RTI માં આ અંગે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા કુલ મળીને લગભગ 11.5 કરોડ પાન કાર્ડ ડી એકટીવ કરી દેવામાં આવ્યા છે તેવુ જાણવા મળ્યુ છે. કારણ કે આ પાન કાર્ડ સમયમર્યાદામા આધાર સાથે લીંક કરવામા આવ્યા ન હતા.

RTI ના જવાબમાં સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં કુલ 70.24 કરોડ પાન કાર્ડધારકો છે. જે પૈકી 57.25 કરોડ લોકો એ તેમનું પાન કાર્ડ આધાર સાથે લીંક કરાવી દિધુ છે. 12 કરોડથી વધારે પાન કાર્ડ, જેમાં 11.5 કરોડ ડી એકટીવ થઈ ગયા છે, જે આધાર સાથે લિંક કરવામા આવ્યા નથી.

આ પણ વાંચો: Gujarati samaj List: ભારતમા આવેલા તમામ ગુજરાતી સમાજના લીસ્ટ અને ફોન નંબર, કયાય ફરવા જાઓ તો મળશે વાજબી ભાવે રહેવા અને જમવાની સગવડ; હોટલ જેવી સુવિધા

પાન કાર્ડ નુ સ્ટેટસ ચેક કરવાની પ્રોસેસ

દરેક લોકોને તેમનુ પાન કાર્ડ હાલ એકટીવ છે કે ડી એકટીવ તે જાણવાની ઇચ્છા હોય છે. તમારુ પાન કાર્ડ હાલ એકટીવ છે કે નહી તે ચેક કરવા માટે નીચેના સરળ સ્ટેપથી પ્રોસેસ ફોલો કરીને ચેક કરી શકો છો.

  • સૌ પ્રથમ ઇન્કમ ટેકસ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ https://www.incometax.gov.in ઓપન કરો.
  • ત્યારબાદ આ વેબસાઇટ મા ડાબી બાજુ Quick Links મેનુ માથી VArify Your PAn ઓપ્શન પર કલીક કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા પેજમા તમારો પાન કાર્ડ નંબર, પાન મુજબનુ આખુ નામ, જન્મ તારીખ અને મોબાઇલ નંબર દાખલ કરો.
  • Continue ઓપ્શન પર કલીક કરતા તમારા મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. તે દાખલ કરો.
  • ઓટીપી દાખલ કરી આગળ પ્રોસેસ કરતા તમારૂ પાન કાર્ડ એકટીવ છે કે નહી તે મેસેજ ડીસ્પ્લે થશે.

આધાર પાન લીંક સ્ટેટસ

તમારુ આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લીંક છે કે નહી તે ઇન્કમ ટેકસ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ પરથી ચેક કરી શકો છો. આ માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો.

  • સૌ પ્રથમ ઇન્કમ ટેકસ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ https://www.incometax.gov.in ઓપન કરો.
  • ત્યારબાદ આ વેબસાઇટ મા ડાબી બાજુ Quick Links મેનુ માથી Link Aadhar Status ઓપ્શન પર કલીક કરો.
  • ત્યારબાદ ઓપ્સ્ન થયેલા પેજમા તમારો આધાર નંબર અને પાન નંબર દાખલ કરો.
  • સબમીટ કરતા તમારુ પાન કાર્ડ અને આધાર લીંંક છે કે કેમ તે બતાવશે.

અગત્યની લીંક

ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટ ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Pan Card Status
Pan Card Status

પાન કાર્ડ નુ સ્ટેટસ ચેક કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

www.incometax.gov.in

1 thought on “Pan Card Status: 11 કરોડ પાન કાર્ડ કરવામા આવ્યા ડીએકટીવ, ચેક કરો તમારૂ પાન કાર્ડ એકટીવ છે કે નહી”

Leave a Comment

error: Content is protected !!