ગૌણ સેવા ભરતી: સરકારી ભરતી ની રાહ જોતા યુવાનો માટે ગુડ ન્યુઝ, 15 દિવસમા 5000 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત થશે

ગૌણ સેવા ભરતી: રાજ્યમા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સરકારી ભરતીઓ માટે કામગીરી કરે છે. વર્ગ 3 ની ભરતી માટે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા અગત્યની જાહેરાત કરવામા આવી છે. જેમા આગામી 15 દિવસમા 5000 જ્ગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામા આવનાર છે. આ જાહેરાત થી સરકારી ભરતી ની તૈયારી કરતા યુવાનો મા ખુશીનો માહોલ છવાઇ ગયો છે.

ગૌણ સેવા ભરતી

  • વર્ગ 3 ની ભરતી પ્રક્રિયામા કરાયો ફેરફાર
  • વર્ગ 3 ની 5000 જ્ગ્યાઓ પર થશે ભરતીની જાહેરાત
  • ઉતરાયણ સુધીમા જાહેર થશે ભરતી
  • મંડ્ળના સચિવશ્રી દ્વારા જાહેરાત

નવા વર્ષની શુભ શરૂઆત મા જ ગુજરાતમાં સરકારી ભરતીને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મળતી માહિતી અનુસાર, રાજ્યમાં આગામી 15 દિવસમાં જ વર્ગ 3 ની 5000 જગ્યાઓ ભરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી બહાર પાડવામા આવનાર છે. વર્ગ 3ના 5000 કર્મચારીની રાજ્યમાં ભરતી કરવામા આવશે. આ અંગે ઉત્તરાયણ પહેલાં જ સરકારી ભરતીની રાહ જોતા યુવાનો માટે ગુડ ન્યુઝ મળશે. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા આ ભરતી અંગેનું એલાન કરવામાં આવ્યું છે.

ભરતી નિયમો મા થયા ફેરફાર

સરકાર ના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા વર્ગ 3ની ભરતી માટે ભરતી નિયમોમાં પણ કેટલાંક ફેરફાર કરવામા આવ્યા છે. જેમ કે, હવેથી જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે. વધુમાં હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 પ્રકારની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા ઓફીસીયલ રીતે નોટિફિકેશન બહાર પાડી જણાવવામાં આવ્યું છે.

અગત્યની લીંક

ભરતી જાહેરાત બાબતે સચિવશ્રી હસમુખ પટેલ નો વિડીયોઅહિં કલીક કરો
ભરતી પ્રક્રિયા ફેરફાર અંગે નોટીફીકેશનઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
ગૌણ સેવા ભરતી
ગૌણ સેવા ભરતી

1 thought on “ગૌણ સેવા ભરતી: સરકારી ભરતી ની રાહ જોતા યુવાનો માટે ગુડ ન્યુઝ, 15 દિવસમા 5000 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત થશે”

Leave a Comment

error: Content is protected !!