Aadhar card update free: આધાર કાર્ડમા સુધારો કરાવો ફ્રી મા, 3 મહિના સુધી કોઇ ચાર્જ નહિ લાગે

Aadhar card update free: આધાર કાર્ડમા સુધારો: આધાર કાર્ડ માટે ઓફીસીયલ ગવર્ન્મેંટ સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI એ લોકહિતમાં એક જાહેરાત કરી છે. હવે આધાર કાર્ડમાં સરનામું, નામ, નંબર બદલવા કરવા માટે કોઈ ફી ભરવાની રહેશે નહિ. લોકો વિનામુલ્યે આધાર કાર્ડ મા અપડેશનની આ તમામ પ્રકિયા કરી શકશે. આનાથી આધાર કાર્ડ ધરાવતા કરોડો લોકોને ફાયદો થશે. દેશમાં 134 કરોડ લોકો આધારકાર્ડ ધરાવે છે. ત્રણ મહિના એટલે 14 જૂન સુધી આધારકાર્ડ અપડેટ ફ્રી મા કરી શકાશે. જો કે ઓફલાઈન આધાર સેન્ટરમાં જઈને અપડેટ કરાવો તો 50 રૂપિયા ચાર્જ આપવો પડશે.

Aadhar card update free

લોકો ઓનલાઇન આધાર કાર્ડ અપડેટ કરવા માટે આધાર કાર્ડની વેબસાઇટ https://myaadhar.uidai.gov.in/ વેબસાઇટ પર લોગીન કરી શકશે અને વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) મોબાઇલ પર આવ્યા બાદ તે એન્ટર કર્યા પછી જ લોગીન થઇ શકાશે.. આધાર પોર્ટલમાં લોગઇન થયા બાદ ‘ડોક્યુમેન્ટ અપડેટ’ નામનું સેક્શન આવશે તેના પર ક્લિક કરવાનું. તેમાં તમારે શું અપડેટ કરવાનું છે તે સીલેકટ કરવાનુ રહેશે. એક પછી એક વિગત ભરીને આગળની લિન્ક ક્લિક કરતા જવાની અને અંતમાં ડોક્યુમેન્ટ્સ એટેચ કરવા માટેનું બોક્સ ખુલશે. તેમાંથી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના. UIDAI વેબસાઈટ પર આ ડોક્યુમેન્ટ્સ અપડેટ થયા પછી તમારી રિક્વેસ્ટ સ્વિકારાઈ જશે. થોડા દિવસો બાદ જો વેરિફિકેશન સફળતાપૂર્વક થયું હશે તો આધારમાં નામ, સરનામું અપડેટ થઈ ગયા હશે.

આ પણ વાંચો: આધાર પાન કેમ લીંક કરવુ સમજો સરળ પ્રોસેસ

આધાર કાર્ડ ઓનલાઇન અપડેટ પ્રોસેસ

આધાર કાર્ડ મા ઓનલાઇન સુધારા માટે નીચેના સ્ટેપ મુજબ કામગીરી કરવાની રહેશે.

 • સૌથી પહેલાં તમારે આધાર કાર્ડ UIDAI ની સતાવાર વેબસાઈટ myaadhaar.uidai.gov.in/ પર જવાનુ રહેશે.
 • આ વેબસાઇટ માં અગાઉ જણાવ્યા મુજબ લોગીન કર્યા બાદ તમારે તમારો 12 આંકડાનો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે. આ બાદ કેપ્ચા કોડ ટાઈપ કરીને OTP પર ક્લિક કરો.
 • ત્યારબાદ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે. તે નાખીને લોગીન કરો
 • આગળના સ્ટેપમા આધાર અપડેટ વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ પ્રોસીડ ટુ આધાર અપડેટના વિકલ્પ પર ક્લિક કરો.
 • તેના પછી આગળના પેજ પર એડ્રેસ પર સિલેક્ટ કરીને પ્રોસીડ ટુ આધાર અપડેટ પર બટન પર ક્લિક કરો.
 • આ બાદ તમારી સામે તમારું જે હાલનું એડ્રેસ છે તે બતાવશે.
 • આ બાદ તમે જે નવુ એડ્રેસ અપડેટ કરવા ઈચ્છો છો તેનો વિકલ્પ આવશે.
 • જેમાં તમારે નવા એડ્રેસની માહિતી આપવાની રહેશે.
 • એડ્રેસમાં ફેરફાર કરવા માટે તમારુ એક ડોક્યુમેન્ટ સબમિટ કરવું પડશે જેમાં નવું એડ્રેસ હોય.
 • આ પછી, તમારે નીચે આપેલા બંને ચેક બોક્સ પર ક્લિક કરીને Next પર ક્લિક કરવું પડશે.
 • હવે તમારી પેમેન્ટનો વિકલ્પ આપવાનો રહેશે. અહીં તમે ઇચ્છો તે રીતે UPI, નેટ બેન્કિંગ અથવા કાર્ડ દ્વારા પેમેન્ટ કરી શકો છો.
 • પેમેન્ટ પૂરું થતાં જ તમને એક રીસીપ્ટ મળી જશે. આ પછી 2 દિવસમાં આધારકાર્ડ અપડેટ થઇ જશે.

આ પણ વાંચો: આટલા વાહનો ને મળે છે ટોલ ટેકસ ચૂકવવામાથી મુક્તિ. જાણો લીસ્ટ

આધાર કાર્ડ ની જરુરીયાત

આધાર કાર્ડ એ ભારતમા ખૂબ જ જરુરી અને ફરજીયાત ડોકયુમેન્ટ છે. કોઇ પણ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો આધાર કાર્ડ જરુરી છે. એટલુ જ નહિ બેંકમા ખાતુ ખોલાવવુ હોય તો પણ આધાર કાર્ડ ફરજીયાત છે. હવે તો પાન કાર્ડ સાથે પણ આધાર કાર્ડ લીંક કરવુ ફરજીયાત છે. તેથી આધાર કાર્ડ નુ મહત્વ ખૂબ વધી જાય છે. આપણે આધાર કાર્ડ ની અવારનવાર જરુર પડતી હોય છે. જો આધાર કાર્ડ મા કોઇ સુધારો હોય તો વહેલી તકે આ કામ કરવુ જોઇએ.

હાલ બધા લોકો આધાર મા મોબાઇલ નંબર એડ કરાવી ઓનલાઇન નામ વગેરે સુધારાઓ કરી રહ્યા છે. જેથી આધાર અને પાન લીંક થઇ શકે. તમારા આધાર મા પણ જો મોબાઇલ નંબર એડ ન હોય તો સૌ પ્રથમ આધાર સેંટર પર જઇને આ કામ કરાવવુ જોઇએ. જેથી સુધારાઓ ઓનલાઇન કરાવી શકાય.

આધાર કાર્ડ એ ખૂબ જ અગત્યનુ ડોકયુમેન્ટ હોઇ જો તેમા કોઇ સુધારા હોય તો તે વહેલીતકે કરાવી લેવા જોઇએ. જેથી ભવિષ્યમા આધાર કાર્ડ સાથે જોડાયેલા કોઇ કામ અટકે નહો. આધાર કાર્ડ મા મોબાઇલ નંબર અપડેટ કરેલો હોય તો આધાર સાથે જોડાયેલા કામ ઘરેબઠા ઓનલાઇન કરી શકાય છે.

અગત્યની લીંક

આધાર કાર્ડ અપડેટ માટે ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Aadhar card update free
Aadhar card update free

આધાર કાર્ડમા ઓનલાઇન સુધારા ફ્રી મા કેટલા સ્માય સુધી થશે ?

3 મહિના સુધી. એટલે કે 14 જૂન સુધી

આધાર કાર્ડમા ઓનલાઇન સુધારા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://myaadhaar.uidai.gov.in/

આધાર કાર્ડમા ઓનલાઇન સુધારા માટે શું જરૂરી છે?

આધાર મા મોબાઇલ નંબર અપડેટ હોવો જોઇએ.

3 thoughts on “Aadhar card update free: આધાર કાર્ડમા સુધારો કરાવો ફ્રી મા, 3 મહિના સુધી કોઇ ચાર્જ નહિ લાગે”

Leave a Comment

error: Content is protected !!