Voter Id Card:Election Card: Apply For New Voter Id card: http://www.nvsp.in: આપણી પાસે ઘણા સરકારી ડોકયુમેન્ટ હોય છે. આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે… આ પૈકી ચૂંટણી કાર્ડ એટલે કે Voter Id Card ઘણુ અગત્યનુ ડોકયુમેન્ટ છે. ઈલેકશન કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ નવુ બનાવવા માટે શું પ્રોસેસ કરવી પડે ? ઓફલાઇન અને ઓનલાઇન ચૂંટણી કાર્ડ કઢાવવાની પ્રોસેસ શું હોય ? તેમા સુધારા કરાવવા માટે શું પ્રોસેસ હોય તેની માહિતી આપણી મેળવીશુ.
Voter Id Card
આમ તો સમયાંતરે ઈલેકશન વિભાગ દ્વારા મતદાર યાદિ સુધારાણા કાર્યક્રમ હાથ ધરવામ આવે છે. જેમા નવુ ચૂંટણી કાર્ડ કઢાવવુ, ચૂંટણી કાર્ડ રદ કરવવુ, સુધારા કરાવવા જેવી કામગીરી હાથ ધરવામા આવે છે. આ સુધારણા કાર્યક્રમ અંતર્ગત નિયત કરેલી તારીખોમા તમારા વિસ્તારના BLO ને રુબરુ સંપર્ક કરી આ કામગીરી કરી શકાય છે. પરંતુ જો ચૂંટણી કાર્ડ ને લગતા આ કામ તમે ઘરેબેઠા ઓનલાઇન કરવા માંંગતા હોય તો તેના માટે શુંંપ્રોસેસ છે તેની માહિતી મેળવીસુ.
આ પણ વાંચો: Best Camera Phone: ફોન થી જ DSLR કેમેરા જેવા ફોટો પાડવા માંગો છો, આ 5 ફોન છે તમારા માટે બેસ્ટ
વોટર આઇ.ડી કાર્ડ ની ઉપયોગીતા
- તેના દ્વારા સરકારી સુવિધાઓ અને સરકારી યોજનાઓનો લાભ લેવા ઉપયોગી છે.
- મતદાન આપણો અધિકાર છે. ચૂંટણી સમયે મતદાન કરવા વોટર આઇ.ડી. કાર્ડ ઉપયોગી છે.
- વોટર આઇ.ડી. કાર્ડ એડ્રેસ અને ફોટોપ્રુફ તરીકે ઉપયોગી છે.
- વોટર આઇ.ડી. કાર્ડ ની મદદથી અન્ય મહત્વપૂર્ણ ડોકયુમેન્ટ બનાવી શકાય છે.
- નાગરીકતાના પ્રુફ તરીકે વોટર આઇ.ડી. કાર્ડ અગત્યનુ ડોકયુમેન્ટ છે.
Voter Id Card કઢાવવા પાત્રતા
ચૂંટણી કાર્ડ કે વોટર આઇ.ડી. કાર્ડ કઢાવવા માટે પાત્રતા શું હોય અને તે કોણ કઢાવી શકે તે દરેક ને પ્રશ્ન થાય છે. તેના માટે પાત્રતા ધોરણો નીચે મુજબ છે.
- ભારતનો દરેક નાગરીક વોટર આઇ.ડી. કાર્ડ કઢાવી શકે છે.
- 18 વર્ષ થી ઉપરની ઉંમરનો નાગરીક વોટર આઇ.ડી. કાર્ડ કઢાવી શકે છે.
- વોટર આઇ.ડી. કાર્ડ કઢાવવા માટે એડ્રેસનુ પ્રુફ હોવુ જરૂરી છે.
ડોકયુમેન્ટ લીસ્ટ
વોટર આઇ.ડી. કાર્ડ કઢાવવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની જરૂરીયાત રહે છે.
- પાસપોર્ટ સાઇઝના ફોટો
- ઓળખ પ્રમાણપત્ર: આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાસપોર્ટ, જન્મ તારીખ દાખલો વગેરે
- રહેઠાણ પુરાવો: ડ્રાઇવીંગ લાયસન્સ, લાઇટ બીલ, આધાર કાર્ડ, ગ્રામ પંચાયત દાખલો વગેરે પૈકી કોઇ એક.
આ પણ વાંચો: ચંદ્ર પરથી પૃથ્વી ના ફોટો: ચંદ્ર પરથી આવી સુંદર દેખાય છે આપણી પૃથ્વી, ચંદ્રયાને મોકલ્યા ફોટો
Apply For New Voter Id card
મતદાર આઈડી કાર્ડ કઢાવવા માટે ઓનલાઇન એપ્લાય કરવા માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો
- સૌ પ્રથમ વોટર આઇ.ડી. કાર્ડ માટેની ઓફીસીયલ વેબસાઇટ નેશનલ વોટર સર્વિસ પોર્ટલ www.nvsp.in ઓપન કરો.
- અહીં હોમપેજની નીચે તમને વોટર આઈડી કાર્ડ અપડેટ કરવાનો વિકલ્પ હશે.
- એના પર ક્લિક કરતાંની સાથે જ તમારી સામે ફોર્મ નં. 8 ઓપન થશે.
- નામ, જન્મતારીખ, રાજ્ય, વિસ્તાર, સ્થાનિક સરનામું સહિતની તમામ માહિતી સબમીટ કરવાની રહેશે.
- હવે ઓપ્શનલ વિગતોમાં તમારું ઈ-મેલ સરનામું અને ફોન નંબર સબમીટ કરો.
- આ પછી તમારે તમારો ફોટોગ્રાફ, ઓરિજિનલ આઈડી અને એડ્રેસ પ્રૂફ ડોક્યુમેન્ટ જેવા માંગેલા ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- તમે આપેલી માહિતી ની યોગ્ય ચકાસણી કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
- સબમિટ બટન ક્લિક કર્યા બાદ તમારી અરજી સબમિટ થઈ જશે.
- આઈડી કાર્ડ અપડેટ થયા બાદ મોબાઈલ પર ઈ-મેલ અથવા મેસેજ દ્વારા તમેન રેફરન્સ નંબર અને અન્ય માહિતી મળશે.
અગત્યની લીંક
Voter Id Card ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
વિજય પગી
વિજય પગી 2006