Income Tax Recruitment: આવકવેરા વિભાગ ભરતી: સરકારી ભરતીઓ માટે રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે ઇન્કમ ટેકસ ડિપાર્ટમન્ટ મા એક સારી ભરતી આવી છે. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી કરવા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામા આવ્યુ છે. આવકવેરા વિભાગે ઈન્સપેક્ટર ઓફ ઈન્કમટેક્સ (ITI), સ્ટેનોગ્રાફર, ટેક્સ આસિસ્ટન્ટ, મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ અને કેન્ટીન એટેન્ડન્ટ ની કુલ 291 જગ્યાઓ ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો 19 જાન્યુઆરી, 2024 સુધીમાં અરજી કરી શકે છે.
Income Tax Recruitment
જોબ સંસ્થા | આવકવેરા વિભાગ |
ભરતી પોસ્ટ | MTS, ITI, સ્ટેનો અને અન્ય |
ખાલી જગ્યા | 291 |
અરજી મોડ | ઓનલાઇન |
છેલ્લી તારીખ | 19/01/2024 |
ઓફીસીયલ વેબસાઇટ | incometaxindia.gov.in |
IT Recruitment 2024 : આવકવેરા વિભાગ ભરતી
પોસ્ટ | વેકેન્સી |
આવકવેરા નિરીક્ષક | 14 |
સ્ટેનોગ્રાફર ગ્રેડ II | 18 |
કર સહાયક | 119 |
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS) | 137 |
કેન્ટીન એટેન્ડન્ટ | 03 |
કુલ | 291 |
IT Recruitment 2024 : આવકવેરા વિભાગ ભરતી, શૈક્ષણિક લાયકાત
આવકવેરા વિભાગની આ ભરતી માટે નીચે મુજબ શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવેલ છે.
- ઇન્સપેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ (ITI): આ પોસ્ટ માટે યુનિવર્સિટીની ડિગ્રી અથવા પ્રતિષ્ઠિત સંસ્થામાંથી સમકક્ષ લાયકાત મેળવેલી હોવી જોઇએ.
- સ્ટેનોગ્રાફર ગ્રેડ II (સ્ટેનો): આ પોસ્ટ માટે 12મું વર્ગ અથવા માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સમકક્ષ લાયકાત પાસ મેળવેલી હોવી જરૂરી છે.
- ટેકસ આસીસ્ટન્ટ (TA): આ પોસ્ટ માટે નિયત યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અથવા તેની સમકક્ષ લાયકાત મેળવેલી હોવી આવશ્યક છે.
- મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS): આ પોસ્ટ માટે મેટ્રિક અથવા તેની સમકક્ષ લાયકાત મેળવેલી હોવી જરૂરી છે.
- કેન્ટીન એટેન્ડન્ટ (CA): મેટ્રિક અથવા સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇએ.
વય મર્યાદા
IT Recruitment 2024 : આવકવેરા વિભાગ ભરતી, ઉંમર મર્યાદા નીચે મુજબ નિયત કરવામા આવેલી છે.
- કેન્ટીન એટેન્ડન્ટ અને MTS: આ પોસ્ટ માટે લઘુતમ વયમર્યાદા 18 વર્ષ જયારે મહતમ વયમર્યાદા 25 વર્ષ નિયત કરવામા આવી છે.
- કર સહાયક અને સ્ટેનોગ્રાફર ગ્રેડ-II: આ પોસ્ટ માટે લઘુતમ વયમર્યાદા 18 વર્ષ જયારે મહતમ વયમર્યાદા 27 વર્ષ નિયત કરવામા આવી છે.
- ઇન્સ્પેક્ટર: આ પોસ્ટ માટે લઘુતમ વયમર્યાદા 18 વર્ષ જયારે મહતમ વયમર્યાદા 30 વર્ષ નિયત કરવામા આવી છે.
Income Tax Recruitment Online Apply
આવકવેરા વિભાગની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.
- ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ આવકવેરા વિભાગની ભરતી 2024, ઓફીસીયલ વેબસાઇટ incometaxmumbai.gov.in ની મુલાકાત લો.
- ત્યારબાદ આ વેબસાઇટ મા હોમપેજ પર જાઓ અને “ભરતી” વિભાગ શોધો. “ઇન્કમ ટેક્સ સ્પોર્ટ્સ ક્વોટા ભરતી 2024” માટેની લિંક ઓપન કરો.
- ઓનલાઇન અરજી કરતા પહેલા ઓફીસીયલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરી તેનો પુરતો અભ્યાસ કરો અને ત્યારબાદ જ તમારી અરજી ઓનલાઇન કરો.
- અરજી ફોર્મ મા માંગવામા આવેલી તમામ જરૂરી વિગતો કાળજીપૂર્વક સબમીટ કરો અને ખાતરી કરો કે તમે બધા જરૂરી દસ્તાવેજો, ફોટા અને સહીઓ બરાબર અપલોડ કર્યા છે કે નહી.
- ફોર્મ સબમીટ કર્યા બાદ એપ્લીકેશન ફી નુ ઓનલાઇન પેમેન્ટ કરો.
- ભાવિ રેફરન્સ માટે એપ્લિકેશનની પ્રન્ટી કાઢી લો.
અગત્યની લીંક
ડીટેઇલ ભરતી નોટીફીકેશન | અહિં કલીક કરો |
ઓનલાઇન અરજી લીંક | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |