PM KISAN: Prime minister Kisan yojna: કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થીક રીતે મદદરૂપ થવા માટે પીએમ કિસાન યોજના ચલાવવામા આવે છે. આ યોજ્ના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે રૂ.2000 ના 3 હપ્તા આપવામા આવે છે. PM KISAN યોજના અંતર્ગત અત્યાર સુધીમા કુલ 13 હપ્તા ખેડૂતોના ખાતામા જમા કરવામા આવ્યા છે. ત્યારે હાલ 14 મો હપ્તો રૂ.2000 નો ખેડૂતોના ખાતામા જમા કરવામા આવ્યો છે. આ યોજનામા તમને હપ્તો મળ્યો કે કેમ ખાતામા જમા થયો કે કેમ ? તેનુ સ્ટેટસ કેમ ચેક કરવુ તેની માહિતી મેળવીએ.
પીએમ કિસાન યોજના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાડા 8 કરોડથી વધુ ખેડૂતોને PM KISAN અંતર્ગત મોટી ભેટ આપી છે. પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તો 27મી જુલાઈના રોજ ખેડૂતોના ખાતામા ટ્રાન્સફર કરવામાં આવ્યો. ખેડૂતોના ખાતામાં આ રકમ ડાયરેકટ બેનીફીટના માધ્યમથી ટ્રાન્સફર કરવામા આવી છે . કુલ સાડા 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ગુરુવારે 17000 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરવામા આવી છે.
આ પણ વાંચો: વરસાદ ચોથો રાઉન્ડ: દરિયામા ફૂંકાશે 100 કીમી ની ઝડપે પવન, આ વિસ્તારો મા થશે અસર; ધોધમાર પડશે વરસાદ
પીએમ કિસાન યોજનાના 14માં હપ્તાની ખેડૂતો કાગડોળે રાહ જોઇ રહ્યા હતા. જો કે તે અગાઉ જમીન રેકર્દની ખરાઈની પ્રક્રિયા ચાલુ હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના નામ આ યોજનાના લાભાર્થીઓ ના લીસ્ટમાથી હટાવવામાં આવ્યા હતા. જ્યારે e-KYC અપડેટ ન હોવાના કારણે પણ અનેક ખેડૂતોને લાભાર્થીઓની લીસ્ટમા સામેલ કરવામા આવ્યા નથી. નવી અપડેટ કરેલ લીસ્ટ પીએમ કિસાન યોજનાની વેબસાઈટ પર મૂકવામા આવેલ છે.
PM KISAN લીસ્ટ
પીએમ કિસાન યોજના માટે લાભાર્થીનુ લીસ્ટ PM KISAN ની ઓફીસીયલ વેબસાઇટ પર મૂકવામા આવ્યુ છે. આ લીસ્ટ નીચેની રીતે તમે ચેક કરી શકો છો.
- લાભાર્થીનુ લીસ્ટ જોવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઈટ pmkisan.gov.in ઓપન કરો.
- અહીં Farmers Corner ના વિભાગમા જાઓ અને Beneficiary List ઓપ્શન પર ક્લિક કરો.
- ખેડૂત પોતાના રાજ્ય, જિલ્લા, તાલુકો, બ્લોક અને ગામનું નામ સબમીટ કરવાનુ રહેશે.
- ત્યારબાદ હવે Get Report પર ક્લિક કરો.
- ત્યારબાદ સામે આવેલી લીસ્ટમા તમારું નામ ચેક કરી શકશો.
PM KISAN Helpline no.
પીમે કિસાન યોજના ના 14 માં હપ્તા અંગે કોઈ પણ સમસ્યા હોય તો હેલ્પલાઇન નંબર પર કરો કોલ
પીએમ કિસાન યોજના અંગે કોઈ પણ પ્રકારની માહિતી માટે ખેડૂતો ઓફીસીયલ ઈમેઈલ આઈડી pmkisan-ict@gov.in પર મેઇલ કરી શકે છે. પીએમ કિસાન યોજનાના હેલ્પલાઈન નંબર – 155261 અથવા 1800115526 (Toll Free) કે પછી 011-23381092 ઉપર પણ સંપર્ક કરી જરૂરી માહિતી મેળવી શકાય છે.
વર્ષે રૂ.6000 ની સહાય
પીએમ કિસાન યોજના અંતર્ગત વાર્ષિક 6 હજાર રૂપિયાની સહાય આપવામા આવે છે.
પીએમ કિસાન યોજના હેઠળ મળવાપાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે 2-2 હજાર રૂપિયાના કુલ 3 હપ્તા એમ 6000 રૂપિયા વર્ષે સહાય કરવામાં આવે છે. 13મો હપ્તો 27 ફેબ્રુઆરીએ ખેડૂતો ના ખાતામા ટ્રાન્સફર કરવામા આવ્યો હતો. આ યોજનાની શરૂઆત 24 ફેબ્રુઆરી 2019 થી કરવામા આવી હતી. પીએમ કિસાનની રકમ સીધી લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા કરવામા આવે છે.
અગત્યની લીંક
| PM Kisan યોજના ઓફીસીયલ વેબસાઇટ | click here |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

FaQ’s
PM KISAN યોજના માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://pmkisan.gov.in/
PM KISAN યોજના માટે હેલ્પલાઇન નંબર શું છે ?
હેલ્પલાઈન નંબર – 155261 અથવા 1800115526 (Toll Free) કે પછી 011-23381092
પીએમ કિસાન યોજના મા કેટલી સહાય આપવામા આવે છે ?
વર્ષે રૂ.6000