PM Kisan 14th Installment: પીએમ કિસાન 14 મો હપ્તો: સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામા આવે છે. આવી જ એક ખેડૂતો માટે સહાયકારી યોજના એટલે પ્રધાનમંત્રી કિસાન યોજના. પીએમ કિસાન યોજના મા દર વર્ષે ખેડૂતોને 3 હપ્તામા રૂ. 6000 ની સહાય આપવામા આવે છે. અત્યાર સુધીમા આ યોજના ના 13 હપ્તાની રકમ ખેડૂતોના ખાતામા જમા થઇ ચૂકી છે. હવે 14 મા હપ્તાની રકમ જમા થવાની છે. Prime minister kisan sanman Nidhi Yojana ના 14 મા હપ્તાની તારીખ જાહેર કરવામા આવી છે.
PM Kisan 14th Installment
યોજના નું નામ | PM KISAN સન્માન નિધી યોજના |
સહાય | 2000/- ની ત્રણ હપ્તામા લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય |
અમલીકરણ | કૃષીવિભાગ |
લાભાર્થી | સમગ્ર દેશ નાં ખેડૂતો |
હપ્તો | 14 મોં હપ્તો |
ઓફીસીયલ વેબસાઇટ | pmkisan.gov.in |
- PM KISAN યોજના ના 14 મા હપ્તાની તારીખ જાહેર
- 28 જુલાઇએ જમા કરવામા આવશે 14 મો હપ્તો
- દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામા જમા થશે રકમ
- દર વર્ષે 3 હપ્તામા આપવામા આવે છે સહાય
આ પણ વાંચો: India Best Hill Station: ભારતમા આવેલા બેસ્ટ હિલ સ્ટેશન, સામાન પેક કરી નીકળી પડો ફરવા
9 કરોડ ખેડૂતો ના ખાતામા જમા થશે 18 હજાર કરોડ
28 જુલાઈએ પીએમ મોદી 18 હજાર કરોડ રુપિયા ખેડૂતો ના ખાતામા DBT માધ્યમથી ટ્રાન્સફર કરશે.
PM Kisan 14th Installment બાબતે સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર 28 જુલાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરમાં લગભગ 9 કરોડ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તો ટ્રાંસફર કરનાર છે. પીએમ મોદી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા 18 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામા ટ્રાન્સફર કરશે. કર્ણાટકથી પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો 27 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવેલ હતો.
દર વર્ષે રૂ.6000 ની સહાય
ખેડૂતોને દર વર્ષે આપવામા આવે છે રૂ. 6000 ની સહાય. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન હેઠળ સરકાર દ્વારા આ સહાય મેળવવા પાત્ર તમામ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા ની સહાય આપવામા આવે છે. સરકાર આ સહાય ખેડૂતોને ત્રણ હપ્તામાં આપે છે. આ પૈસા સીધા ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. તાજેતરમાં જ પીએમ કિસાન પોર્ટલ પર ફાર્મર્સ કોર્નરમાં વધુ એક સારુ ફીચર એડ કરવામા આવ્યું છે. આ પછી, હવે લાભાર્થીઓ તેમના મોબાઇલ પર પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે.
આ પણ વાંચો: Gold Price: આજના સોના ના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદિ ના લેટેસ્ટ ભાવ
PM Kisan Benificiary List
PM Kisan યોજનાનો લાભ મળવાપાત્ર ખેડૂતોનુ લીસ્ટ PM Kisan યોજનાની ઓફીસીયલ વેબસાઇટ પર મૂકવામા આવેલ છે. જેમા અત્યાર સુધીના તમામ જમા થયેલા હપ્તાનુ સ્ટેટસ મુકવામા આવ્યુ છે. આ ઓપ્શનની મદદથી તમે લીસ્ટમા તમારૂ નામ ચેક કરી શકો છો. આ લીસ્ટ જોવા માટે નીચેના સ્ટેપ અનુસરો.
- સૌ પ્રથમ PM Kisan યોજનાની ઓફીસીયલ વેબસાઇટ https://pmkisan.gov.in ઓપન કરો.
- ત્યારબાદ આ વેબસાઇટમા Farmers Corner વિભાગમા જાઓ.
- તેમા Benificiary List ઓપ્શન પર કલીક કરો.
- ત્યારબાદ રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ સીલેકટ કરો.
- આગળ GEt Report ઓપ્શન પર ક્લીક કરતા તમે લીસ્ટ જોઇ શકસો.
- આ લીસ્ટમા તમારૂ નામ છે કે કેમ તે ચેક કરી શકસો.
અગત્યની લીંક
PM Kisan યોજના ઓફીસીયલ વેબસાઇટ | click here |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
PM Kisan યોજના માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://pmkisan.gov.in/
PM Kisan 14th Installment ની રકમ ક્યારે જમા કરવામા આવશે ?
28 જુલાઇ 2023