PM KISAN e-kyc: ખેડૂતોએ 16 મો હપ્તો મેળવવા e-kyc કરાવવુ છે ફરજીયાત, નહિતર નહિ જમા થાય 2000 નો હપ્તો

PM KISAN e-kyc: PM KISAN SAMMAN NIDHI: ખેડૂતો માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર ઘણી સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. તે પૈકી એક આવરદાયક યોજના એટલે PM KISAN SAMMAN NIDHI યોજના. આ યોજના અંતર્ગત દર વર્ષે 3 હપ્તામા ખેડૂતો ના ખાતામા વર્ષે રૂ.6000 જમા કરવામા આવે છે. આ યોજના અંતર્ગત સહાય મેળવતા તમામ ખેડૂતો માટે e-kyc કરાવવુ ફરજીયાત બનાવવામા આવ્યુ છે. જે ખેડૂતોએ એ PM KISAN e-kyc નહિ કરાવ્યુ હોય તેમના ખાતામા 16 મા હપ્તાની રકમ રૂ.2000 જમા નહિ થાય. e-kyc કઇરીતે કરાવી શકાય અને તેના માટે કયા કયા ડોકયુમેન્ટ જોઇએ તતત માહિતી મેળવીએ.

PM KISAN e-kyc

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સહાય મેળવતા ખેડૂતો માટે સરકાર દ્વારા 15માં હપ્તાથી e-kyc કરવાનુ ફરજીયાત બનાવવામા આવ્યું છે. રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઇ-કેવાયસી કરાવવાનું બાકી હોય અને ૧૫મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોએ 15મો અને આગામી 16મો હપ્તો તેમના ખાતામા જમા થાય તે માટે e-kyc કરવુ ફરજીયાત છે.

દેશભરના ખેડૂતો સરળતાથી e-kyc કરાવી શકે તે માટે ભારત સરકાર દ્વારા તા. 12 ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફત 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી “eKYC” માટે ઝુંબેશ હાથ ધરવામા આવી છે. જે અંતર્ગત ઇ-કેવાયસી બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ આગામી તા. 21 ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય કક્ષાએ તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઇને બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવવુ ફરજીયાત છે.

આ પણ વાંચો: PM Surya Ghar Yojana: મફત વિજળી યોજના માટે રજીસ્ટ્રેશન શરૂ, મળશે 300 યુનીટ Free વિજળી; લાઇટબીલ આવશે ઝીરો

ખેડૂતો અન્ય રીતે પણ ઈ-કેવાયસી કાઅવી શકે છે. ગ્રામ્ય કક્ષાએ ખેડૂતો ગ્રામસેવક, તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ જઇને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂતો “eKYC” કરાવી શકે છે.

આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ કોઈપણ ખેડૂતો “PM કિસાન” મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ e-kyc કરાવી શકે છે. પીએમ કિસાનના લાભાર્થીનો આધાર ઓટીપીની મદદથી લોગ ઈન કરી અન્ય 10 લાભાર્થીઓના ફેસ ઓથેન્ટીકેશન સીસ્ટમ દ્વારા ઈ-કેવાયસી કરાવી શકે છે. જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરાવી શકે છે.

અગત્યની લીંક

PM KISAN OFFICIAL WEBSITEઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
PM KISAN e-kyc
PM KISAN e-kyc

PM KISAN યોજના માટેની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://pmkisan.gov.in

1 thought on “PM KISAN e-kyc: ખેડૂતોએ 16 મો હપ્તો મેળવવા e-kyc કરાવવુ છે ફરજીયાત, નહિતર નહિ જમા થાય 2000 નો હપ્તો”

Leave a Comment

error: Content is protected !!