ચંદ્રયાન સ્પીડ: ચંદ્રયાનની ગગનચુંબી ઉડાન, તારાઓની વચ્ચે મારફાડ ગતિમા જઇ રહ્યુ છે ચંદ્રયાન; જુઓ ટેલીસ્કોપથી લીધેલો વિડીયો

ચંદ્રયાન સ્પીડ: ચંદ્રયાન વિડીયો: ભારતના ઇસરો એ અવકાશ સંશોધન ક્ષેત્રે એક નવી ઉડાન ભરી છે અને 14 જુલાઇએ અવકાશમા ચંદ્રયાનનુ સફળતાપૂર્વક લોંચીંગ કર્યુ હતુ. આ ચંદ્રયાન-3 સંપૂર્ણ સ્વદેશી બનાવવામા આવ્યુ છે અને ઇસરોના નિષ્ણાંત વૈજ્ઞાનીકો દ્વારા 14 જુલાઇએ સફળતાપૂર્વક અવકાશમા લોન્ચ કરવામા આવ્યુ છે. પૃથ્વીની અંતિમ અને પાંચમી કક્ષા સફળતાપૂર્વક ચંદ્રયાને પાર કરી લીધી છે અને ત્યારબાદ ચંદ્રયાનની ગગનચૂંબી ઉડાણ ટેલિસ્કોપમાં ઝડપાઈ છે જેનો વીડિયો સામે આવ્યો છે.

ચંદ્રયાન સ્પીડ

  • પૃથ્વીની અંતિમ કક્ષામાંથી ખતરનાક સ્પીડે ઉડી રહ્યુ છે ચંદ્રયાન
  • ટેલિસ્કોપમાં ઝડપાઈ ચંદ્રયાનની ગગનચૂંબી ઉડાણ નો વિડીયો
  • તારાઓની વચ્ચે મારફાડ સ્પીડમા જઈ રહ્યું છે ચંદ્રયાન

ચંદ્રયાન 14 જુલાઇએ હરિકોટા થી લોંચ કરવામા આવ્યુ હતુ અને હવે તે ઝડપથી ચંદ્ર તરફ ગતિ કરતુ જઇ રહ્યું છે. ગઈ કાલે ઈસરોએ ચંદ્રયાન ને પૃથ્વીની અંતિમ અને પાંચમી કક્ષામાંથી સફળતાપૂર્વક ઉપાડીને ચંદ્રની દિશા તરફ જવા માટે છોડી મૂક્યું હતું જે પછી આજે તેની ખતરનાક સ્પીડવાળી ઉડાણ ટેલિસ્કોપમાં જોવા મળી હતી.

પોલેન્ડ ના ટેલીસ્કોપ મા ઝડપાઇ ચંદ્રયાનની ગતિ

પોલેન્ડના ટેલિસ્કોપે ઝડપી ચંદ્રયાનની ગગનચૂંબી ઉડાણ ભરતી તસ્વીર.
ચંદ્રયાન સ્પીડ: ઈસરો દ્વારા 14 જુલાઈના રોજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવેલું ચંદ્રયાન-3 ઝડપથી ચંદ્ર તરફ આગળ ગતિ કરી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ ઈસરોએ ચંદ્રની કક્ષામાં યાનને ઉપર ઉઠાવવાની પાંચમાં તબક્કાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી લીધી હતી. આ મિશન પર માત્ર ભારત જ નહી પરંતુ આખી દુનિયા ના વૈજ્ઞાનીકોની નજર છે. હાલમાં જ ચંદ્રયાન-3 ને પોલેન્ડના રોટઝ (પેનોપ્ટેસ-4) ટેલિસ્કોપ દ્વારા અંતરિક્ષમાં ઉડતું જોવામાં આવ્યું હતુ.

નાના ટપકા જેવડુ જોવા મળ્યુ ચંદ્રયાન

ચંદ્રયાન સ્પીડ જોઇએ તો તે સુપર સ્પીડમાં ગતી કરી રહેલા ચંદ્રયાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે એક નાના ટપકા જેવડુ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ચંદ્રયાન ઝડપથી આગળ ગતી કરી રહ્યું છે. ચંદ્રયાન-3 ની ચંદ્ર સુધીની સફર દરમિયાન રોટૂઝ ટેલિસ્કોપ તેનું ડોક્યુમેન્ટેશન કર્યું હતું.

ચંદ્રયાને ગઈ કાલે પૃથ્વીનું અંતિમ કક્ષા પૂરી કરી હતી.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વૈજ્ઞાનિકોએ મંગળવારે ચંદ્રયાન-3 ને પૃથ્વીની ભ્રમણકક્ષાનો પાંચમો તબક્કો પણ પૂર્ણ કરાવ્યો હોતો અને જે પછી તે સડસડાટ ચંદ્રની દિશા તરફ જવા માટે ઉપડ્યું હતું.

23 ઓગષ્ટે કરશે સોફટ લેન્ડીંગ

ચંદ્રયાન 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરે તેવી સંભાવના છે.
ચંદ્રયાન-3ને 14 જુલાઈ 2023 જુલાઈના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોંચ કરવામાં આવ્યું હતું. હાલમાં તે પૃથ્વીની આસપાસ 1,27,609 કિમી x 236 કિમીની કક્ષામાં ફરી રહ્યુ છે. ઈસરોના ચેરમેન એસ સોમનાથે કહ્યું છે કે ચંદ્રયાન-3 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. મિશનનું લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્ર પર ટચ ડાઉન કરવા માટે તૈયાર છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
ચંદ્રયાન સ્પીડ
ચંદ્રયાન સ્પીડ

ચંદ્રયાન ચંદ્ર પર ક્યારે સોફટ લેન્ડીંગ કરશે ?

23 ઓગષ્ટે

2 thoughts on “ચંદ્રયાન સ્પીડ: ચંદ્રયાનની ગગનચુંબી ઉડાન, તારાઓની વચ્ચે મારફાડ ગતિમા જઇ રહ્યુ છે ચંદ્રયાન; જુઓ ટેલીસ્કોપથી લીધેલો વિડીયો”

Leave a Comment

error: Content is protected !!