કયારે છે મકરસંક્રાંતિ: રાશિ અનુસાર કરો આ 6 વસ્તુનુ દાન, મકરસંક્રાંતિ શુભ મુહૂર્ત

કયારે છે મકરસંક્રાંતિ: મકરસંક્રાંંતિ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. વર્ષનો પહેલો તહેવાર એટલે મકરસંક્રાંતિ કે ઉતરાયણ. આ દિવસે દાન કરવાન ખૂબ જ મહિમા રહેલો છે. મકરસંક્રાંતિ થી કમૂરતા પુરા થાય છે અને શુભ કાર્યોની શરૂઆત થતી હોય છે. આ વર્ષે મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી નહિ પરંતુ 15 જાન્યુઆરી એ ઉજવવામા આવનાર છે. ચાલો જાણીએ આ મકરસંક્રાંતિ પર કઇ વસ્તુઓનુ દાન કરવુ ફળદાયી રહેશે.

કયારે છે મકરસંક્રાંતિ

અંગ્રેજી કેલેન્ડર મુજબ મકરસંક્રાંતિ એ વર્ષનો પ્રથમ તહેવાર ગણવામા આવે છે. એવી માન્યતા છે કે, મકરસંક્રાંતિના દિવસે દેવતાઓ પૃથ્વી પર અવતાર લે છે, જેનાથી આત્માને મોક્ષ મળે છે. આ દિવસથી ખરમાસ એટલે કે કમૂરતાનો અંત આવે છે અને લગ્ન, સગાઈ, મુંડન, ગૃહ ઉષ્ણતા વગેરે જેવા અટકેલા શુભ કાર્યોની શરૂઆત થાય છે. તો ચાલો આ મકરસંક્રાંતિના શુભ મુહૂર્ત સમય અને પૂજા વિધિ તથા કઇ વસ્તુઓનુ દાન કરવુ તેના વિશે જાણીએ.

આ પણ વાંચો: Ram mandir Photo Editor App: અયોધ્યાના ભવ્ય રામ મંદિર સાથે ફોટો બનાવી વોટસઅપ DP મા રાખો, જય શ્રી રામ

મકરસંક્રાંતિનો શુભ મુહૂર્ત

પંચાગ મુજબ જો આ વર્ષની વાત કરવામાં આવે તો વર્ષ 2024ના નવા વર્ષમાં સૂર્ય 15મી જાન્યુઆરીએ મકર રાશિમાં ગોચર કરનાર છે, પરંતુ મકર રાશિ શનિ દેવની રાશિ ગણવામા આવે છે. આ દિવસે સૂર્ય ભગવાન 2.54 કલાકે ધન રાશિમાંથી બહાર નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે તેવી માન્યતા છે.

  • મકરસંક્રાંતિ 2024 ની તારીખ – 15 જાન્યુઆરી, 2024, સોમવાર
  • મકરસંક્રાંતિ શુભ મુહૂર્ત સમય – 02:31:04
  • પુણ્ય કાળ – સવારે 6.41 વાગ્યા થી સાંજે 6.22 વાગ્યા સુધી
  • અવધિ – 11 કલાક 41 મિનિટ
  • મહાપુણ્ય કાળ – સવારે 6.41 વાગ્યા થી 8.38 વાગ્યા સુધી
  • સમયગાળો – 1 કલાક 57 મિનિટ
  • લોહરી તારીખ – 15 જાન્યુઆરી 2024 ને સોમવાર
  • લોહરી ના શુભ મુહૂર્ત – સાંજે 5.34 વાગ્યા થી રાત્રે 8.12 વાગ્યા સુધી

આ પણ વાંચો: ખેડૂતો માટે મોબાઇલ યોજના: ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મળશે રૂ.6000 સહાય, જાણો અરજી કરવાની પ્રોસેસ અને ડોકયુમેન્ટ લીસ્ટ

મકરસંક્રાંતિ દાન અને પૂજા વિધિ

મકરસંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠી પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઇએ. ત્યારબાદ સ્વચ્છ વસ્ત્રો પહેરો અને તાંબાના વાસણમાં પાણી ભરી તેમાં કાળા તલ, ગોળનો એક નાનો ટુકડો અને ગંગાજળ નાખી સૂર્ય દેવને મંત્રોનો જાપ કરતાં અર્ધ્ય ચઢાવવાથી ફળદાયી રહેશે. આ દિવસે સૂર્યદેવને અર્ધ્ય ચઢાવવાની સાથે શનિદેવને પણ જળ અર્પણ કરવુ જોઇએ. આ પછી ગરીબોને તલ અને ખીચડી જેવી વસ્તુઓનું દાન કરવું જોઈએ.

  • ગોળઃ નુ દાન- મકરસંક્રાંતિ ના દિવસે ગોળનુ દાન અચૂક કરવુ જોઇએ. ગોળનુ દાન કરવાથી ભગવાન સૂર્યનારાયણ ઝડપથી પ્રસન્ન થાય છે. ગોળનુ દાન કરવાથી જીવનમા ધન અને સમૃદ્ધિ વધે છે.
  • કાળા તલ નુ દાન- કાળા તલ એ શનિદેવનું પ્રતિક છે અને મકરસંક્રાંતિના દિવસે કાળા તલનું દાન કરવાથી શનિદેવ ની ખરાબ નજર દૂર થાય છે. અને આશીર્વાદ મળે છે. તલનું દાન કરવાથી જે લોકોને શનિ દોષ હોય તેમને રાહત મળે છે. તેથી આ દિવસે કાળા તલનું દાન અચૂક કરવુ જોઇએ. જે લોકો મકરસંક્રાંતિ ના દિવસે ખીચડીનું દાન કરે છે તેમના ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી આવતી નથી. આ દિવસે તમારે ખીચડીનું પણ દાન અચૂક કરવું જોઈએ.
  • ધાબળા નુ દાન- ઉતરાયણ ના દિવસે જરૂરિયાતમંદ લોકોને કાળા રંગના ધાબળા દાન પણ લોકો કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે ધાબળાનું દાન કરે છે તેમને જીવનમાં શનિ અને રાહુ દોષની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. તેથી મકરસંક્રાંતિ પર કાળા રંગના ધાબળાનું દાન કરવુ જોઇએ.
  • દક્ષિણા :- મકરસંક્રાંતિના દિવસે તમારે તમારી ભક્તિ પ્રમાણે યથાશક્તિ દક્ષિણા આપવી જોઈએ. આ દિવસે સવારે સૂર્ય ભગવાનને સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યા પછી મંદિરમાં જઈને બ્રાહ્મણને દક્ષિણા તરીકે થોડા પૈસા આપવા જોઇએ. બ્રાહ્મણને દાન કરવાથી તમારા પુણ્ય સંચિત થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તેવી માન્યતા રહેલી છે.
  • ગાયના ઘી નુ દાન: આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ઘીનું દાન કરવાનું ભૂલશો નહીં. આ દિવસે ગાયના દૂધમાંથી બનેલા ઘીનું દાન અચૂક કરવું જોઈએ. આમ કરવાથી સૂર્ય ભગવાન અને ગુરુ બંનેના અપાર આશીર્વાદ મળે છે. જે લોકો આ દિવસે ઘીનું દાન કરે છે તેમને તેમના જીવનમાં અપાર સફળતા મળે છે અને પાછળથી આવા લોકો ને ધન ની કમી આવતી નથી.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
કયારે છે મકરસંક્રાંતિ
કયારે છે મકરસંક્રાંતિ

1 thought on “કયારે છે મકરસંક્રાંતિ: રાશિ અનુસાર કરો આ 6 વસ્તુનુ દાન, મકરસંક્રાંતિ શુભ મુહૂર્ત”

Leave a Comment

error: Content is protected !!