નવરાત્રી 2023: નવરાત્રી મા 9 દિવસ કરવામા આવે છે માતાજીના 9 સ્વરૂપોની પુજા, કયા દિવસે કયા સ્વરૂપની આરાધના કરવામા આવે છે.

નવરાત્રી 2023: 15 તારીખથી નવલા નોરતા એટલે કે નવરાત્રી ની શરૂઆત થઇ રહિ છે. નવરાત્રીનુ ગુજરાતમા ખૂબ જ આગવુ મહત્વ રહેલુ છે. આ નવરાત્રીને શારદિય નવરાત્રી કહેવામા આવે છે. નવરાત્રીમા 9 દિવસ માતાજીના અલગ અલગ 9 સ્વરૂપોની પુજા કરવામા આવે છે. નવરાત્રીમા કયા દિવસે માતાજીના કયા સ્વરૂપની પુજા કરવામા આવે છે તે જોઇએ.

નવરાત્રી 2023

પંચાંગ અનુસાર વર્ષમાં ચાર વખત નવરાત્રીનુ પર્વ આવે છે જે આશો, ચૈત્ર, માઘ અને અષાઢના મહિનામાં આવે છે. આશો અને ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રી માતા દુર્ગાના ભક્તો માટે ખાસ ગણવામા આવે છે. ત્યાંજ માઘ અને અષાઢ મહિનામાં આવતી નવરાત્રી તાંત્રિકો અને અઘોરિયો માટે મહત્વપૂર્ણ માનવામાં આવતી હોય છે જેને ગુપ્ત નવરાત્રી પણ કહેવામાં આવે છે.

પહેલુ નોરતુ -ઘટસ્થાપના

પહેલુ નોરતુ 15 ઓકટોબરે છે. પ્રથમ નોરતે ઘટ સ્થાપના અને કળશ સ્થાપના કરવામા આવે છે. નવરાત્રીના પહેલા દિવસે માતા દુર્ગાના પહેલા રૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે જે ચંદ્રનું પ્રતીક ગણવામા આવે છે. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી બધા ખરાબ પ્રભાવ અને અપશગુન દૂર થાય છે તેવી માન્યતા છે. આ દિવસે પીળા રંગના કપડા પહેરવા ફળૅદાયી રહેશે.

બીજુ નોરતુ

બીજે નોરતે માતા દુર્ગાનું બીજુ સ્વરૂપ માતા બ્રહ્મચારિણી ની આરાધના કરવામા આવે છે માતા બ્રહ્મચારિણી મંગળ ગ્રહને પ્રદર્શિત કરે છે અને જે ભક્ત માતા બ્રહ્મચારિણીની પૂજા સાચા મનથી કરે છે તેમના બધા દુખ દૂર થાય તેવી માન્યતા છે. માતા બ્રહ્મચારિણીની પૂજા કરતી વખતે લીલા રંગના કપડા પહેરવા ફળદાયી રહેશે.

આ પણ વાંચો: Jay Aadyashakti Aarti: જય આદ્યાશક્તિ આરતી, PDF, MP3 અને વિડીયો; નવરાત્રી મા દરરોજ ઉપયોગી બનશે

ત્રીજુ નોરતુ

નવરાત્રીના ત્રીજા દિવસે એટલે કે ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. જે શુક્ર ગ્રહને નિયંત્રિત કરે છે. તેમની પૂજા કરવાથી આપણામા શક્તિનો સંચાર થાય છે અને દરેક પ્રકારના ડર દૂર થઈ જાય છે. માતા ચંદ્રઘંટાની પૂજામાં આકાશી રંગના કપડાં પહેરવા જોઈએ.

ચોથુ નોરતુ

નવરાત્રીના ચોથા દિવસે ચોથે નોરતે માતા કુષ્માંડાની આરાધના કરવામાં આવે છે જે સૂર્યને પ્રદર્શિત કરે છે. ચતુર્થી તિથિ પર ઓરેન્જ કલરના કપડા પહેરવા શુભ ગણવામા આવે છે. માતા કુષ્માંડાની પૂજા કરવાથી ભવિષ્યમાં આવનારા બધા દુખો દૂર થાય છે.

પાંચમુ નોરતુ

નવરાત્રીના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. જે ભક્ત સ્કંદમાતાની પૂજા કરે છે તેમના ઉપર માતાની ખાસ કૃપા બની રહે છે. પાંચમે નોરતે સફેદ રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે.

છઠ્ઠુ નોરતુ

નવરાત્રીના છઠ્ઠા દિવસે કાત્યાયની માતાની પૂજા કરવામા આવે છે. આ દિવસે લાલ કપડા પહેરીને માતા કાત્યાયનીની આરાધના કરવામા આવે છે. જે બૃહસ્પતિ ગ્રહને નિયંત્રિત કરે છે. માતા કાત્યાયની પૂજા કરવાથી હિમ્મત અને શક્તિમાં વધારો થાય છે.

આ પણ વાંચો: નવરાત્રી 2023: કિર્તીદાન ગઢવી, કિંજલ દવે અને ગીતા રબારી સહિતના કલાકારો નવરાત્રી મા કયા પરફોર્મ કરશે; તમા કલાકારોનુ લીસ્ટ

સાતમુ નોરતુ

સાતમે નોરતે માતા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. જે શનિ ગ્રહનો પ્રતીક છે. માતા કાલરાત્રીની પૂજા કરવાથી ભક્તોમાં વીરતાનો સંચાર થાય છે. સપ્તમી તિથિ પર તમને રોયલ બ્લૂ રંગના કપડા પહેરવા શુભ ગણવામા આવે છે.

આથમુ નોરતુ

નવરાત્રીના આઠમાં દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગુલાબી રંગના કપડા પહેરીને પૂજા કરવી ફળદાયી રહેશે. માતા મહાગૌરી રાહુ ગ્રહને નિયંત્રિત કરે છે અને પોતાના ભક્તોના જીવનની બધી નકારાત્મક શક્તિઓને દૂર કરે છે.

નવમુ નોરતુ

નવરાત્રીના નવમાં નોરતે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. તે રાહુ ગ્રહને પ્રદર્શિત કરે છે તેમની પૂજા કરવાથી બુદ્ધિ અને જ્ઞાન મા વધારો થાય છે. નવમા નોરતે પર્પલ રંગના કપડા પહેરવા શુભ રહેશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
નવરાત્રી 2023
નવરાત્રી 2023

Leave a Comment

error: Content is protected !!