Ayodhya Ram Mandir: અયોધ્યા રામ મંદિર દર્શન કરવા જવાના હોય તો આ બાબતો ખાસ જાણી લેજો

Ayodhya Ram Mandir: અયોધ્યા રામ મંદિર: 22 જાન્યુઆરીએ અયોધ્યામા નવનિર્મિત મંદિરમા રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે. ત્યારે ઘણા ભક્તો 22 જાન્યુઆરી એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમા જનાર છે. ત્યારે અયોધ્યા સાથે જોડાયેલી આ બાબતો ખાસ જણી લેવી જરૂરી બને છે. દર્શન માટેના નિયમો શું છે ? અયોધ્યા કઇ રીતે જશો ? દર્શન જતી વખતે કઇ કઇ વસ્તુ સાથે લઇ જવાની છુટ છે ? ઇ વસ્તુઓ સાથે લઇ જવાની મનાઇ છે ?

Ayodhya Ram Mandir

Table of Contents

અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે. રામ મંદિરના ઉદઘાટન માટે લગભગ 8000 ખાસ મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ભવ્ય મંદિરમાં રામ લલાની પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાને લઈ માહિતી સામે આવી છે, જેમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પ્રવેશ સંબંધિત કેટલાક નિયમો બહાર પાડવામાં આવ્યા છે.

તમે આ વસ્તુઓને અયોધ્યા રામ મંદિરમાં લઈ જઈ શકશો નહીં
રામ લલા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામ મંદિરમાં પ્રવેશ કરનારાઓને અમુક વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. જેમા મોબાઈલ, પર્સ, ઈયર ફોન, રિમોટ ચાવી જેવી કોઈપણ વસ્તુ લઈ જઈ શકાસે નહી.વરિષ્ઠ સંતો તેમની છત્ર, બંવડર, જોળી, પૂજા માટે ભગવાનની મૂર્તિ, ગુરુ પાદુકાને વ્યક્તિગત પૂજા સ્થળ પર લઈ જવા પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે.

પ્રવેશ સંબંધી નિયમો

પ્રાણ પતિષ્ઠાના દિવસે પ્રવેશને લઈ નીચેના નિયમો ખાસ પાલન કરવાના રહેશે.

  • રામ લલાની પ્રાણ પતિષ્ઠામાં આવનાર આમંત્રીત મહેમાનોએ 22 જાન્યુઆરીએ સવારે 11.00 વાગ્યા પહેલા પ્રવેશ લઈ લેવાનો રહેશે.
  • સુરક્ષાના હેતુસર જો કોઈ સંત કે મહાપુરુષની સાથે કોઈ સુરક્ષાકર્મીઓ આવેલ હશે તો તેઓને પણ કાર્યક્રમના સ્થળની બહાર રહેવુ પડશે.
  • મળતી માહિતી મુજબ, આમંત્રણ પત્રમાં જેનું નામ હશે તેને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવનાર છે, તેમની સાથે આવનાર સેવકો કે શિષ્યો સ્થળ પર જઈ શકશે નહિ.
  • રામ મંદિરના મુખ્ય યજમાન પીએમ નરેન્દ્ર મોદી મંદિર પરિસરમાંથી બહાર નીકળ્યા બાદ જ સંતોને રામ લાલાના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે.
  • આ પ્રસંગે ભારતીય પરંપરા મુજબ યોગ્ય કપડા પહેરીને રામ મંદિરમા પ્રવેશ મળેવી શકાસે. પુરુષો ધોતી, ગમછા, કુર્તા-પાયજામા અને મહિલાઓ સલવાર સૂટ અથવા સાડીમાં જઈ શકે છે, જોકે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગે કોઈ ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો નથી.
  • ફક્ત આમંત્રણ પત્ર અને ડ્યુટી પાસ ધરાવતા લોકો ને જ મંદિરમાં પ્રવેશ કરવાની છુટ આપવામા આવશે.

કઇ રીતે જશો ?

અયોધ્યા રામમંદિરથી રેલવે સ્ટેશન માત્ર 5 કિમી જ દૂર આલેવું છે
અયોધ્યા મા રામ લલાના દર્શન માટે જવા ઇચ્છતા હોય તો તમને જણાવી દઈએ કે, તમે અયોધ્યા નગરીમાં ટ્રેન દ્વારા, હવાઈ માર્ગે અથવા સડક માર્ગે જઈ શકો છે. અયોધ્યામાં રામ લલાની મંદિરથી રેલવે સ્ટેશન 5 કિમી જેટલુ દૂર આવેલ છે. લખનઉ અને દિલ્હીથી બસ દ્વારા પણ અયોધ્યા જઈ શકાય છે. જો તમે હવાઈ માર્ગે જવા ઇચ્છ્તા હોય તો તમે અયોધ્યામાં શ્રી રામ એરપોર્ટ પર ઉતરી શકો છો જે મંદિરથી માત્ર 10 કિમી જ દૂર આવેલું છે.

  • અયોધ્યા શ્રીરામ જન્મભૂમિમાં રામલલાની બે મૂર્તિના થશે દર્શન
  • અત્યારે ટેન્ટમાં બાળસ્વરૂપની મૂર્તિની થાય છે પૂજા, પણ તે મૂર્તિ નાની છે – શ્રદ્ધાળુઓ દૂરથી દર્શન કરી શકે તે માટે 5 વર્ષના બાળક સ્વરૂપની પ્રભુ શ્રીરામની 51 ઈંચની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે
  • કુલ ત્રણ મૂર્તિઓ બનાવાઇ હતી, જેમાંથી આજે વોટિંગના આધારે એક મૂર્તિ ફાઇનલ કરાઈ
  • વર્ષોથી જે નાની મૂર્તિની પૂજા થાય છે તેની ‘ઉત્સવ મૂર્તિ’ તરીકે મંદિરમાં થશે પૂજા, કોઇ અવસર હોય ત્યારે તે મૂર્તિને મંદિરની બહાર લાવી શકાશે, 51 ઇંચની નવી મૂર્તિ ‘અચલ મૂર્તિ’ દશે, તે ગર્ભગૃહની અંદર જ રહેશે

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Ayodhya Ram Mandir
Ayodhya Ram Mandir

1 thought on “Ayodhya Ram Mandir: અયોધ્યા રામ મંદિર દર્શન કરવા જવાના હોય તો આ બાબતો ખાસ જાણી લેજો”

Leave a Comment

error: Content is protected !!