Navaratri 2023: આ વર્ષે નવરાત્રી મા કેટલા નોરતા છે 8 કે 9, કળશ સ્થાપના અને નવરાત્રીના શુભ મુહુર્ત

Navaratri 2023: નવરાત્રી 2023: નવરાત્રી શરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. નવરાત્રી એ તીથી અનુસાર આવતો તહેવાર છે. ઘણી વખત તીથીઓની વધ ઘટ ને લીધે નોરતા મા પણ વધ ઘટ થતી હોય છે. આ વર્ષે તીથી અનુસાર કયા દિવસે કયુ નોરતુ છે તે તથા નવરાત્રીના કળશ સ્થાપના થી માંડી તમામ શુભ મુહુર્ત આપેલા છે.

Navaratri 2023

Shardiya Navratri 2023 date: 9 દિવસની નવરાત્રી ને શુભ માનવામાં આવે છે, જ્યારે 8 દિવસની નવરાત્રી અશુભ માનવામાં આવતી નથી, જ્યારે 10 દિવસની નવરાત્રી વિશેષ હોય છે. ચાલો કાશીના જ્યોતિષી ચક્રપાણિ ભટ્ટ પાસેથી જાણીએ કે તીથી અનુસાર આ વર્ષે શારદીય નવરાત્રી 9 દિવસની છે કે 8 દિવસની? તો ચાલો જાણીએ કળશ સ્થાનક મુહૂર્તથી દશેરા સુધીની તારીખો અને શુભ મુહુર્તો.

શારદીય નવરાત્રીની શરૂઆત આસો મહિનાની શુક્લ પ્રતિપદા તિથિ પર કળશ સ્થાપના સાથે કરવામા આવે છે. તેમજ આસો સુદ નોમની તિથિએ મહાનવમીના દિવસે નવદુર્ગાના નવમાં સ્વરૂપની પૂજા અને હવન સાથે નવરાત્રી ની સમાપ્તિ થાય છે. 9 દિવસની નવરાત્રીને આપણે ત્યા શુભ માનવામાં આવે છે, પરંતુ 8 દિવસની નવરાત્રીને અશુભ માનવામાં આવે છે, જ્યારે 10 દિવસની ખૂબ જ નવરાત્રી ખાસ હોય છે. આ વર્ષે 15 ઓક્ટોબર રવિવારથી નવરાત્રિ શરૂ થનાર છે.

આ પણ વાંચો: શ્રાદ્ધ પક્ષ 2023: શ્રાદ્ધ પિતૃ પક્ષ મા શું ખરીદી કરવી અશુભ ગણાય છે ? શું છે માન્યતા

આ વર્ષે શારદીય નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબરના રોજથી થનાર છે અને સમાપન 23 સપ્ટેમ્બરે નવમીના હવન સાથે થનાર છે. આ રીતે જોઇએ તો આ વર્ષે શારદીય નવરાત્રી 9 દિવસની છે. જ્યારે તિથિઓનો લોપ થાય છે, ત્યારે નવરાત્રીના દિવસોમાં ઘટાડો કે વધારો થવાથી નવરાત્રી 8 કે 10 દિવસની થતી હોય છે. આ વર્ષે નવરાત્રી દરમિયાન કોઈ તિથિ લોપ નથી થતી.

શારદીય નવરાત્રીની શુભ શરૂઆત

વૈદિક પંચાંગ અનુસાર જોઇએ તો, 14 ઓક્ટોબરે રાત્રે 11.24થી આસો સુદ એકમ તિથિ શરૂ થઇ રહી છે અને તેનું સમાપન 16 ઓક્ટોબરના રોજ સવારે 12.32 કલાકે થશે. ઉદય તિથિ અનુસાર, નવરાત્રિની શુભ શરૂઆત 15 ઓક્ટોબરના રોજ થનાર છે.

નવરાત્રી શુભ મુહુર્ત

શારદીય નવરાત્રી 2023 કળશ સ્થાપના મૂહુર્ત નીચે મુજબ છે.

શારદીય નવરાત્રીના કળશ સ્થાપન માટે શુભ સમય સવારે 11:44 થી બપોરે 12:30 સુધીનો રહેશે. આ સમયે તમારે માં દુર્ગાના પ્રથમ સ્વરૂપ માં શૈલપુત્રીની પૂજા કરવી ફળદાયી રહેશે.

આ પણ વાંચો: નવરાત્રી વરસાદ આગાહિ: નવરાત્રી અને વર્લ્ડ કપ ની ભારત પાકિસ્તાન મેચમા પડી શકે છે વરસાદ, હવામાન નિષ્ણાંતની આગાહિ

નવરાત્રી 2023 કેલેન્ડર

  • 15 ઓક્ટોબર- પહેલુ નોરતુ- ઘટસ્થાપના, માં શૈલપુત્રીની પૂજા
  • 16 ઓક્ટોબર- બીજુ નોરતુ- માં બ્રહ્મચારિણીની પૂજા
  • 17 ઓક્ટોબર- ત્રીજુ નોરતુ- માં ચંદ્રઘંટાની પૂજા
  • 18 ઓક્ટોબર- ચોથુ નોરતુ– માં કુષ્માન્ડાની પૂજા
  • 19 ઓક્ટોબર- પાંચમુ નોરતુ– માં સ્કંદમાતાની પૂજા
  • 20 ઓક્ટોબર – છઠ્ઠુ નોરતુ– માં કાત્યાયનીની પૂજા
  • 21 ઓક્ટોબર- સાતમુ નોરતુ–માં કાલરાત્રિની પૂજા
  • 22 ઓક્ટોબર – આઠમુ નોરતુ–દુર્ગાષ્ટમી, માં મહાગૌરીની પૂજા, કન્યા પૂજન
  • 23 ઓક્ટોબર- નવમુ નોરતુ–મહાનવમી, માં સિદ્ધિદાત્રીની પૂજા, નવરાત્રી હવન

દશેરા તારીખ

આ વર્ષ દશેરા તારીખ 24 ઓકટોબર ના રોજ ઉજવવામા આવશે. દશેરાની શસ્ત્ર પુજા પણ 24 ઓકટોબર ના રોજ થશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Navaratri 2023
Navaratri 2023

1 thought on “Navaratri 2023: આ વર્ષે નવરાત્રી મા કેટલા નોરતા છે 8 કે 9, કળશ સ્થાપના અને નવરાત્રીના શુભ મુહુર્ત”

Leave a Comment

error: Content is protected !!