પોલીસ ભરતી: લોકરક્ષક ભરતી: LRD RECRUITMENT: દરેક યુવાન નુ પોલીસ મા જોડાઇને દેશની સેવા કરવાનુ સપનુ હોય છે. પોલીસ મા જોડાઇને કારકિર્દી બનાવવા માટે યુવાનો માટે ગુજરાત પોલીસમા મોટી ભરતી આવી છે. ગુજરાત પોલીસ મા લોરક્ષક દળ અને પી.એસ.આઇ. ની કુલ 12472 જગ્યાઓ પર મોટી ભરતી આવી છે. યુવાનો એ પોલીસ ભરતી પરીક્ષા ની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દિધી છે. પોલીસ ભરતી ની કઇ રીતે તૈયારી કરવી જોઇએ તેની માહિતી મેળવીશુ
પોલીસ ભરતી
ગુજરાત પોલીસ મા લોકરક્ષક અને પી.એસ.આઇ. ની કુલ 12472 જગ્યાઓ ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. આ ભરતી માટે તા. 4 એપ્રીલ થી 30 એપ્રીલ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાસે. આ બન્ને પરીક્ષા ઓ માટે તૈયારી કઇ રીતે કરવી જોઇએ અને તેનો સીલેબસ શું છે તથા સીલેકશન પ્રોસેસ શું છે તેની માહિતી મેળવીશુ.
શારીરિક કસોટી
લોકરક્ષક ભરતી અને પી.એસ.આઇ. ભરતી માટે સૌથી પહેલા શારિરીક કસોટી લેવામા આવશે. ઉલ્લેખનીય છે કે આ વખતથી શારીરિક કસોટીના માર્ક દૂર કરવામા આવ્યા છે. એટલે કે શારિરીક કસોટી નિયત સમયમા માત્ર પાસ જ કરવાની રહેશે. તેના ગુણ મેરીટ મા ધ્યાને લેવામા આવશે નહિ. તમામ કેડરની ભરતી માટે એક જ શારિરીક કસોટી પાસ કરવાની રહેશે. જેના માપદંડ નીચે મુજબ છે.
- પુરૂષ ઉમેદવારોએ 5000 મીટર દોડ વધુમા વધુ 25 મીનીટમા પુરી કરવાની રહેશે.
- મહિલા ઉમેદવારોએ 1600 મીટર દોડ વધુમા વધુ 9 મીનીટ અને 30 સેકન્ડ મા પુરી કરવાની રહેશે.
- એકસ સર્વીસમેન ઉમેદવારો એ 2400 મીટર દોડ વધુમા વધુ 12 મીનીટ અને 30 સેકન્ડ મા પુરી કરવાની રહેશે.
શારીરિક ક્ષમતા કસોટી પાસ કરનાર ઉમેદવારો ની શારીરિક માપદંડ કસોટી લેવામા આવશે. જેના માપદંડ ડીટેઇલ ભરતી નોટીફીકેશન મા આપેલ છે.
શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપદંડ કસોટી મા ઉતિર્ણ થનાર ઉમેદવારો ને આગળની લેખીત પરીક્ષા માટે બોલાવવામા આવશે. જેનો સીલેબસ અને પરીક્ષા પેટર્ન નીચે મુજબ છે.
આ પણ વાંચો: Board Result 2024: કયારે જાહેર થશે GSEB અને CBSE બોર્ડ ના રીજલ્ટ, કઇ રીતે ઓનલાઇન જોવુ રીજલ્ટ
લોકરક્ષક ભરતી સીલેબસ
ભરતી નોટીફીકેશન મા દર્શાવ્યા મુજબની લોકરક્ષક કેડરની જગ્યાઓ માટે બીજા તબક્કામા લેખીત પરીક્ષા લેવામા આવશે. જેમા MCQ આધારીત પ્રશ્નપત્ર હશે. જેનો સીલેબસ નીચે મુજબ છે.
- લોકરક્ષક કેડર માટે કુલ 200 પ્રશ્નો હશે જેના કુલ ગુણ 200 હશે.
- પેપર લખવા માટે 3 કલાકનો સમય આપવામા આવશે.
PART A
- PART A મા કુલ 80 પ્રશ્નો હશે. જેના કુલ ગુણ 80 હશે.
- PART A મા પાસ થવા માટે ઓછા મા ઓછા 40 % ગુણ મેળવવા ફરજીયાત છે.
- દરેક પ્રશ્ન ના ખોટા જવાબ માટે 0.25 માર્ક માઇનસ કરવામા આવશે.
TOPIC | MARK | |
1 | Reasoning and Data Interpretation | 30 |
2 | Quantitative Aptitude | 30 |
3 | Comprehension in Gujarati language | 20 |
TOTAL | 80 |
PART B
- PART B મા કુલ 120 પ્રશ્નો હશે. જેના કુલ ગુણ 120 હશે.
- PART B મા પાસ થવા માટે ઓછા મા ઓછા 40 % ગુણ મેળવવા ફરજીયાત છે.
- દરેક પ્રશ્ન ના ખોટા જવાબ માટે 0.25 માર્ક માઇનસ કરવામા આવશે.
TOPIC | MARK | |
1 | The Constitution of India | 30 |
2 | Current Affairs, Science and Technology, General Knowledge | 40 |
3 | History, Cultural Heritage and Geography of Gujarat and Bharat | 50 |
TOTAL | 120 |
લોકરક્ષક ભરતી પરીક્ષા તૈયારી ટીપ્સ
લોકરક્ષક ભરતી પરીક્ષા માટે નીચેના જેવી બાબતો ખાસ ધ્યાને લેશો.
- લેખીત પરીક્ષા ની તૈયારી સાથે સાથે શારીરિક કસોટી એટલે કે દોડની પ્રેકટીસ પણ શરૂ કરી દેવી જોઇએ.
- દોડ નિયત સમય મર્યાદા મા પૂર્ણ કરી શકો તે રીતે પ્રેકટીસ કરવી અને આ માટે દરરોજ દોડવા જવુ.
- તમે કેટલી મીનીટમા દોડ પુરી કરી શકો તેનો સમય અચૂક નોંધો.
- લેખીત પરીક્ષા ની તૈયારી માટે હાર્ડ મહેનત કરવાને બદલે સ્માર્ટ વર્ક થી મહેનત કરો.
- સૌ પ્રથમ તો લેખીત પરીક્ષાનો સીલેબસ પુરો સમજો.
- કયા મુદ્દા નુ પરીક્ષા મા કેટલુ વેઇટેજ છે તે ખાસ સમજો.
- દરેક મુદ્દામાથી કેટલા માર્ક ના પ્રશ્નો પૂછાવાના છે તેને ધ્યાનમા રાખીને તૈયારી કરો.
- લોકરક્ષક ની લેખીત પરીક્ષા મા બન્ને પાર્ટ મા પાસ થવા માટે ઓછામા ઓછા 40 % ગુણ મેળવવા જરૂરી છે તે ખાસ ધ્યાને લો.
- તૈયારી કરવા માટે ધોરણ 6 થી 10 ના પાઠ્યપુસ્તકો ની ખાસ પ્રાધાન્ય આપો.
- બંધારણ જેવા વિષયો માટે કોઇ નામાંકિત લેખક ની બુક ને પ્રાધાન્ય આપો.
- દરરોજ નુ ટાઇમ ટેબલ બનાવી તે મુજબ તૈયારી કરો.
- વધુ હાર્ડ લાગતા અને તમારી ઓછી પકડ હોય તેવા વિષય પર વધુ ફોકસ કરો.
અગત્યની સૂચનાઓ
- આ પરીક્ષા Objective MCQ પદ્ધતિમાં લેવામાં આવશે.
- તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.
- દરેક પ્રશ્નમાં એક “Not Attempted” (Option “E”)નું વિકલ્પ પણ આપવામાં આવશે જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નનો જવાબ નહીં આપવા માંગતા હોય તો “Not Attempted” (Option “E”) વિકલ્પની પસંદગી કરવાની રહેશે. “Not Attempted” (Option “E”) વિકલ્પને પસંદ કરવામાં આવે તો કોઇ નેગેટીવ માર્કીંગ થશે નહીં.
- દરેક સાચા જવાબ માટે એક ગુણ મળશે. તેમજ દરેક ખોટા જવાબ માટે ૦.૨૫ ગુણ કાપવામાં આવશે. ઉમેદવારે કોઇપણ વિકલ્પ પસંદ કરેલ નહીં હોય તો ૦.૨૫ ગુણ કાપવામાં આવશે.
- એક કરતા વધુ વિકલ્પ પસંદ કરેલ હશે તો ૦.૨૫ ગુણ કાપવામાં આવશે.
- OMR શીટમાં સફેદ શાહી (White Ink) નો ઉપયોગ નિષેધ છે. જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નના જવાબમાં સફેદ શાહી (White Ink) નો ઉપયોગ કરશે તો તે જવાબ ખોટો ગણી ૦.૨૫ ગુણ કાપવામાં આવશે.
- પ્રશ્નપત્રમાં આપેલ સુચના અનુસાર પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અથવા અંગ્રેજી રહેશે.
important Link
પોલીસ ભરતી તૈયારી બાબત વિડીયો | અહિં કલીક કરો |
પોલીસ ભરતી official website | click here |
ઓનલાઇન અરજી | click here |
LRD Recruitment 2024 નોટીફીકેશન | click here |
Home page | click here |
jon whatsapp Group | click here |
લોકરક્ષક ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://ojas.gujarat.gov.in
Taiyari kaise kre ?
Job chiye
Police me job chiye
Gujrat gandhidham
Police me job chiye
Gujrat gandhidham age 22
Kutch Gujarat Gandhidham address
Job chahiye