Board Result 2024: GSEB RESULT 2024: CBSE RESULT 2024: GSEB અને CBSE બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડ ની પરીક્ષાઓ માર્ચ મહિનામા લેવામા આવી હતી. એપ્રીલ અને મે માસમા બન્ને બોર્ડ ના રીજલ્ટ ઓનલાઇન જાહેર કરવામા આવતા હોય છે. આ વર્ષે GSEB બોર્ડ ના SSC RESULT 2024 અને HSC RESULT 2024 વહેલા જાહેર કરવામા આવે તેવી શકયતાઓ છે. ચાલો જાણીએ GSEB અને CBSE બોર્ડ ની પેપર ચકાસણી કેવી ચાલી રહિ છે અને કયારે રીજલ્ટ જાહેર કરવામા આવશે ?
Board Result 2024
દર વર્ષે બોર્ડ ની પરીક્ષાઓ માર્ચ મહિનામા લેવામા આવે છે. ત્યારબાદ ઉતરવહિની ચકાસણી અને ડેટા એન્ટ્રીની કામગીરી ચાલે છે અને ગુજરાત બોર્ડ ના પરિણામો મે અને જૂન માસમા જાહેર કરવામા આવે છે. CBSE બોર્ડ ના રીજલ્ટ પણ આ જ સમયગાળામા ઓનલાઇન જાહેર કરવામા આવે છે. પરંતુ અ વખતે બન્ને બોર્ડ ની પરીક્ષાઓના રીજલ્ટ વહેલા જાહેર કરવામા આવે તેવી શકયતાઓ છે. પરીક્ષાઓ પુરી થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી પરિણામ ની રાહ જોતા હોય છે.
GSEB RESULT 2024
ગુજરાત બોર્ડ ની ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ પુરી થયા બાદ તેની ઉતરવહિની ચકાસણી ની કામગીરી લગભગ મહદઅંશે પૂર્ણ થઇ ગયેલી છે. હવે તેની માર્કસ ની ડેટા એન્ટ્રી વગેરે કામગીરીઓ બાકી છે. આ વર્ષે ગુજરાત બોર્ડ ના રીજલ્ટ વહેલા જાહેર કરવામા આવે તેવી શકયતાઓ છે. ઉલ્લેખનીય છે કે બોર્ડ તરફથે રીજલ્ટ કયારે જાહેર કરવામા આવશે તે બાબતે હજુ કોઇ ઓફીસીયલ માહિતી જાહેર કરવામા આવી નથી.
ઉલ્લેખનીય છે કે ધોરણ 10-12 ની ઉતરવહિની ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. અને આ વખતે લોકસભાની ચુંટણીઓ ને લીધે બોર્ડ પરીક્ષાના પરીણામો વહેલા જાહેર કરવામા આવશે. તબકકાવાર ધોરણ 10 અને 12 ના પરીણામો જાહેર થયા બાદ વિદ્યાર્થીઓના આગળના અભ્યાસની પ્રક્રિયા શરુ થશે.
- જયારે પણ ગુજરાત બોર્ડ ના રીજલ્ટ ની તારીખ જાય ત્યારે GSEB દ્વારા તેની ઓફીસીયલ વેબસાઇટ પર નોટીફીકેશન જાહેર કરવામા આવે છે.
- નિયત કરેલી તારીખે અને સમયે બોર્ડ પરીક્ષાનુ રીજલ્ટ ઓનલાઇન જાહેર કરવામા આવે છે.
- GSEB બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://www.gseb.org પરથી રીજલ્ટ ઓનલાઇન જોઇ શકાય છે.
- ઉપરાંત ગત વર્ષ થી બોર્ડે શરૂ કરેલી નવી સુવિધાઓ અનુસાર વોટસઅપ પરથી પણ રીજલ્ટ જાણી શકાય છે.
આ પણ વાંચો: Latest Gold Price: સોના ના ભાવમા જબ્બર વધારો, 1 તોલુ પડશે હવે આટલા રૂપીયામા
CBSE RESULT 2024
2024માં લેવાયેલી CBSE બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં 39 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે. તમને આજે જણાવી દઈએ કે CBSE 2024નું પરિણામ ક્યારે આવવાની શકયતાઓ છે.
આ વર્ષે ધોરણ 10 મી અને 12 ની બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. રિપોર્ટ અનુસાર 2024માં 39 લાખથી વધુ વિદ્યાર્થીઓ CBSE બોર્ડની 10મી અને 12મીની પરીક્ષા આપી હતી. આટલા બધા વિદ્યાર્થીઓના પેપરોને ચેક કરવામાં થોડો સમય લાગી શકે છે. ચાલો જાણીએ કે આ વર્ષે CBSE 10મા અને 12માનું પરિણામ ક્યારે જાહેર થવાની શકયતાઓ છે.
ગયા વર્ષે એટલે કે 2023માં CBSE બોર્ડે ધોરણ 10 અને 12ના રીજલ્ટ એકસાથે જાહેર કર્યા હતા. એવી અપેક્ષા છે કે બોર્ડ આ વર્ષે પણ આ જ રીતે રીજલ્ટ જાહેર કરશે. હવે પરિણામની તારીખ વિશે વાત કરીએ. જો આપણે ધોરણ 10ની વાત કરીએ તો 2023માં તેમની પરીક્ષા 15મી ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને પરીક્ષા 21મી માર્ચે પુરી થઇ હતી.
વર્ષ 2022ની વાત કરીએ તો છેલ્લી પરીક્ષાના 58 દિવસ બાદ 22 જુલાઈ 2022ના રોજ રીજલ્ટ જાહેર થયુ હતું. વર્ષ 2019માં પરિણામ પણ વહેલું ડીકલેર કરવામા આવ્યુ હતું. તે વર્ષે 10મીની પરીક્ષા 29 માર્ચે સમાપ્ત થઈ અને રિઝલ્ટ માત્ર 37 દિવસ પછી 6 મે 2019ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.
ગયા વર્ષના પરિણામોની રિલીઝની તારીખોને ધ્યાનમાં રાખીને એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે CBSE ધોરણ 10 નું રિઝલ્ટ 15 મેથી 20 મે ની વચ્ચે આવે તેવી શકયતા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા રિઝલ્ટ જાહેર કરવાની તારીખ અને સમય અંગે કોઈ ઓફીસીયલ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
GSEB RESULT 2024 જોવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://www.gseb.org
CBSE RESULT 2024 જોવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
results.cbse.nic.in, cbse.nic.in, cbse.gov.in, digilocker.gov.in અને results.gov.in
Hi