પ્રવાસી શિક્ષક ભરતી: શિક્ષકોની ઘટ પુરી કરવા સરકારનો મોતો નિર્ણય, પ્રવાસી શિક્ષક યોજના ચાલુ રહેશે

પ્રવાસી શિક્ષક ભરતી: રાજ્યમા પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષકોને ઘટ પુરી કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવાની યોજના અમલમા મૂકવામા આવેલી હતી. પરંતુ ચાલુ વર્ષથી કરાર આધારીત જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કરવાની હોવાથી પ્રવાસી શિક્ષક યોજના રદ કરવામા આવી હતી. પરંતુ જ્ઞાન સહાયક શિક્ષકોની નિમણૂંક કરવામા સમય લાગે તેમ હોવાથી પ્રવાસી શિક્ષકોની યોજના ફરી ચાલુ કરવામા આવી છે.

પ્રવાસી શિક્ષક ભરતી

રાજયમા જ્ઞાન સહાયક અંતર્ગત કરાર આધારીત શિક્ષકોની નિમણૂંક ન કરવામા આવે ત્યા સુધી તાસદીઠ માનદ વેતનથી પ્રવાસી શિક્ષકો ફાળવવાની યોજનાને મંજુરી આપવામા આવી છે. જેમા જિલ્લાદીઠ નિયત કરેલી સંખ્યામા પ્રવાસી શિક્ષકો ભરવાની શિક્ષણ વિભાગ તરફથી મંંજુરી આપવામા આવશે. જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારીત નિમણૂંક કરવાની હોવાથી પ્રવાસી શિક્ષક ભરતી યોજનાના તમામ ઠરાવો અને પરીપત્રો રદ કરવામા આવ્યા હતા.

આ પણ વાંચો: GPSC JOB: GPSC મા નાયબ સેકશન અધીકારી Dyso ની 127 જગ્યા પર ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતુ કે,સરકારી અને અનુદાનિત પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મંજૂર શિક્ષકોની ખાલી રહેલી જગ્યાઓ નિયમિત શિક્ષકથી ભરાય નહીં ત્યાં સુધી વિદ્યાર્થીનું શિક્ષણ કાર્ય અટકે નહીં તે માટે તાસ દીઠ માનદવેતનથી શિક્ષણ કાર્ય કરવા ‘પ્રવાસી શિક્ષક યોજના’ લંબાવવામા આવી છે. પ્રવાસી શિક્ષક અંતર્ગત આ યોજનાને વધુમાં વધુ છ માસ અથવા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયકોની નિમણૂકની ન કરવામા આવે ત્યા સુધી આ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શિક્ષકોને બદલી નો લાભ અપાયો

ઋષિકેશ પટેલે જણાવ્યું કે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ઘણા સમયથી અટકેલા બદલી કેમ્પો શરૂ કરી વર્શોથી વતનની રાહ જોતા શિક્ષકો માટે બદલી નો લાભ આપવામા આવ્યો હતો. કુલ ૧૭,૧૭૪ શિક્ષકોને જિલ્લા ઓનલાઈન બદલી કેમ્પ દ્વારા સ્થળ પસંદગી કરી બદલીનો લાભ આપવામા આવ્યો હતો. શિક્ષકોની બદલીઓની વિગતો આપતાં કહ્યું હતુ કે,રાજય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકો માટે જિલ્લા ઓનલાઇન આંતરિક બદલી કેમ્પ (તાલુકા-ફેર) કેમ્પ નુ આયોજન બે રાઉન્ડમા કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૭,૧૭૪ શિક્ષકોએ પસંદગી મુજબના સ્થળ પર સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી ઓનલાઇન સોફટવેર દ્વારા બદલીનો લાભ લીધો છે.

यह भी पढे:  કંડકટર ભરતી: ગુજરાત એસ.ટી. મા આવી કંડકટરની 3342 જગ્યા પર મોટી ભરતી,પગારધોરણ 18500

આ પણ વાંચો: અગ્નીવીર ભરતી: એરફોર્સમા અગ્નીવીર ની 3500 જગ્યા પર ભરતી, પગાર 30000 થી 40000

આ ઉપરાંત મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે,’સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનું આયોજન તમામ જિલ્લાઓમા આગામી તા.૨૬ થી તા.૨૮ જુલાઈ ૨૦૨૩ સુધી ત્રણ દિવસ દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજિત ૧૨,૦૦૦ કે તેથી વધુ શિક્ષકોને પોતાના વતનના જિલ્લામાં જિલ્લાફેર બદલીનો લાભ મળશે’

૧૭,૧૭૪ શિક્ષકોએ બદલીનો લાભ લીધો

અત્રે ઉલ્લેખનીય છે કે,જિલ્લા ઓનલાઈન આંતરિક બદલી કેમ્પમાં બે તબક્કામાં કેટેગરીવાર જે શિક્ષકોએ બદલીનો લાભ લીધો છે તેમાં નીચે મુજબ વિવિધ કેટેગરીમા શિક્ષકોને બદલીનો લાભ મળ્યો છે.

  • ગંગા સ્વરૂપા/વિધુર અગ્રતા કેટેગરીમાં ૩૪૪ શિક્ષકોને બદલી લાભ અપાયો છે.
  • દિવ્યાંગ અગ્રતા કેટેગરી મા ૧૭૪ શિક્ષકોને બદલી લાભ અપાયો છે.
  • પ્રાથમિક શિક્ષક દંપતી અગ્રતા કેટેગરીમા ૧૩૮૦ શિક્ષકોને બદલી લાભ અપાયો છે.
  • સરકારી દંપતી અગ્રતા કિસ્સામા ૩૨૦ શિક્ષકોને બદલી લાભ અપાયો છે.
  • અનુદાનિત દંપતિ અગ્રતા કિસ્સામા ૧૩૯ શિક્ષકોને બદલી લાભ અપાયો છે.
  • વાલ્મિકી અગ્રતા કિસ્સામા ૮૩ શિક્ષકોને બદલી લાભ અપાયો છે.
  • સિનિયોરીટી કેટેગરીમાં સૌથી વધુ ૧૪,૨૫૮ શિક્ષકોએ બદ્લી મેળવી છે.
  • તેમજ મૂળ શાળા પરતનો લાભ ૪૭૬ એમ કુલ ૧૭,૧૭૪ શિક્ષકોએ બદલીનો લાભ લીધો છે.
પ્રવાસી શિક્ષક ભરતી
પ્રવાસી શિક્ષક ભરતી

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

3 thoughts on “પ્રવાસી શિક્ષક ભરતી: શિક્ષકોની ઘટ પુરી કરવા સરકારનો મોતો નિર્ણય, પ્રવાસી શિક્ષક યોજના ચાલુ રહેશે”

Leave a Comment

error: Content is protected !!