કેસર કેરીના ભાવ: Mango Price 2024: ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે અને કાળઝાળ ગરમી અને તડકા પડી રહ્યા છે. ઉનાળાની સીઝન એટલે મીઠી મધુરી કેરીની સીઝન. ઉનાળામા કેરીની ભરપૂર આવક થાય છે અને કેરીના રસિયાઓ કેરીના સ્વાદ નો ભરપૂર આનંદ માણે છે. પરંતુ આ વર્ષે કેરીનો સ્વાદ હજુ લોકોને ખાટો લાગી રહ્યો છે. કારણ કે હજુ કેરીની આવક ઓછી થવાથી ભાવ ઉંચા જોવા મળી રહ્યા છે. ચાલો જાણીએ સૌરાષ્ટ્ર ના વિવિધ માર્કેટ યાર્ડો મા કેરીના શું ભાવ બોલાઇ રહ્યા છે.
કેસર કેરીના ભાવ
સામાન્ય રીતે એપ્રીલ મહિનાના અંતથી કેરીની આવક મા વધારો થાય છે અને ભાવ નીચા જતા સામાન્ય જનતા પણ મનભરીને કેરીનો સ્વાદ માણી શકે છે. પરંતુ આ વર્ષે હજુ જોઇએ તેવી કેરીની આવક જોવા મળતી નથી જેથી કેરીના ભાવ માર્કેટ મા ઉંચા બોલાઇ રહ્યા છે.
હાલ પાકેલી તૈયાર કેસર કેરી બજારમા છૂટક કિલોના 150 થી 200 ના ભાવે વેચાઇ રહિ છે. જયારે કાચી કેસર કેરીનુ બોકસ માર્કેટ યાર્ડ મા 500 થી 1000 ના ભાવે મળી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના પ્રખ્યાત કેસર કેરીનુ ઉત્પાદન જુનાગઢ, પોરબંદર, અમરેલી અને કચ્છ મા પુષ્કળ પ્રમાણમા થાય છે. જયારે કેસર કેરી વેચાવા માટે જુનાગઢ, અમરેલી, ગોંડલ, રાજકોટ, પોરબંદર, તાલાલા વગેરે માર્કેટીંગ યાર્ડ મા આવતી હોય છે. હાલ કેસર કેરીની આવક ઓછી થતી હોવાથી સૌરાષ્ટ્ર ના તમામ માર્કેટ યાર્ડ મા કેસર કેરીના ઉંચા ભાવ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: સોના ના ભાવ: સોના મા આગઝરતી તેજી, ફરી વધ્યા સોના ના ભાવ; જાણો આજના સોના ના લેટેસ્ટ ભાવ
25 એપ્રિલના રોજ જુનાગઢ માર્કેટ યાર્ડ મા કેરીની 471 ક્વિન્ટલ આવક થઇ હતી, જેના એક બોક્સના ભાવ 2,000 રૂપિયાની આસપાસ બોલાયા હતા. જોકે આજે એક બોક્સના ભાવ 1,200 રૂપિયા જેવા પણ જોવા મળ્યા હતા. એટલે જોવા જઈએ તો એક જ દિવસમાં કેરીના ભાવમા ઘણો ઘટાડો જોવા મળ્યો હતો.
તા. 26 એપ્રિલના રોજ જૂનાગઢ માર્કેટ યાર્ડમાં 389 ક્વિન્ટલ જેટલી કેરીની આવક થઇ હતી, જેના પ્રતિ મણ કેરીના ઊંચા ભાવ 2,400 રૂપિયા જેટલા જ્યારે પ્રતિ મણના નીચા મા નીચા ભાવ 1,400 રૂપિયા જેટલા બોલાયા હતા. સૌરાષ્ટ્રના જુનાગઢ, પોરબંદર, તાલાલા, અમરેલી વગેરે માર્કેટ યાર્ડમાં હાલમાં કેરીની આવકમા દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે આવનારા સમયમાં જો કેરીની આવક મા વધારો થવાથી કેરીના ભાવ નીચા જશે.
અત્યારે સૌરાષ્ટ્ર ના વિવિધ માર્કેટ યાર્ડ મા કેસર કેરી ની સાથે સાથે વલસાડની કેરી અને રત્નાગીરી કેરીની પણ આવક જોવા મળી રહિ છે. આ વખતે કેસર કેરીની આવક 20 થી 25 દિવસ મોડી આવી રહિ છે. આગામી 4 થી 5 દિવસમાં આ કેસર કેરીની આવક મા વધારો થશે. અને ભાવ મા ઘટાડો થશે જેથી સામાન્ય પણ કેરીનો મન ભરીને સ્વાદ માણી શકસે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
