સોના ના ભાવ: સોના મા આગઝરતી તેજી, ફરી વધ્યા સોના ના ભાવ; જાણો આજના સોના ના લેટેસ્ટ ભાવ

સોના ના ભાવ: Gold Price: સોના ને સલામત રોકાણ ગણવામા આવે છે. કોરોના બાદ સોના ના ભાવ મા જબરજસ્ત વધારો જોવા મળી રહ્યો છે. એમા પણ છેલ્લા 6 મહિના મા જ સોનામા 1 તોલા (10 ગ્રામ) ના ભાવમા રૂ.8000 જેવો વધારો જોવા મળી રહ્યો છે. સોનુ 70000 ની સપાટીએ પહોંચ્યુ છે. નવા નાણાકીય વર્ષ ની શરૂઆત થઇ ચૂકી છે અને સોના ના ભાવ મા ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનામા રોકાણ કરનારા ઓ ને છેલ્લા 1 વર્ષ મા જબરજસ્ત રીટર્ન મળ્યુ છે.

સોના ના ભાવ

1 એપ્રીલ થી શરૂ થયેલા નવા નાણાકીય વર્ષ 2024-25 ની શરૂઆત થી જ શેરબજાર અને સોના ના ભાવમા ભરપૂર તેજી જોવા મળી રહિ છે. સોના ના ભાવ હાઇ રેકોર્ડ સપાટી પર પહોંચી ગયા છે. ગ્લોબલ માર્કેટમા સોના એ રેકોર્ડ બનાવ્યા બાદ સ્થાનીક માર્કેટ મા પણ MCX પર સોના ના ભાવમા રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહિ છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ એટલે કે MCX પર ગોલ્ડનો ભાવ 68890 જેટલો પહોંચી ગયો છે.

મલ્ટી કોમોડિટી એક્સચેંજ MCX પર ગોલ્ડનો ભાવ મા આજે 1.76 ટકાની તેજી જોવા મળી હતી અને સોના નો ભાવ 68890 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી પર પહોંચી ગયો છે. આ ઉપરાંત ચાંદિ ના ભાવ મા પણ 1 ટકાની તેજી જોવા મળી હતી અને ચાંદિના ભાવ 75801 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જેટલો છે. સ્થાનિક બજારમાં સોનાનો ભાવ તેજી સાથે જ ખુલ્યો હતો. તો બીજી તરફ સોના નો ભાવ ખુલતાં જ નવા રેકોર્ડ લેવલને પાર કરી ગયો હતો.

અમેરિકામાં ફેડરલ રિઝર્વના નરમ વલણને કારણે આંતરરાષ્ટ્રીય બજાર તેમજ સ્થાનિક બજારમાં સોના નો ભાવ નવા રેકોર્ડ લેવલે પહોંચી ગયા છે. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત આજે 2,259 ડોલર પ્રતિ ઔંસની નવી લાઇફ ટાઇમ હાઇ સપાટીએ છે.

આ પણ વાંચો: JNV RESULT 2024: નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 નુ રીજલ્ટ ડીકલેર, તમારૂ રીજલ્ટ જુઓ ઓનલાઇન

ગોલ્ડ મા તેજીનુ કારણ

છેલ્લા ઘણા સમયથી ગોલ્ડ મા તેજી જોવા મળી રહી છે. મધ્ય એશિયામાં ભૂ-રાજકીય તણાવ જોવા મળી રહ્યો છે, જેના લીધે સોના ના ભાવમાં તેજી જોવા મળી રહી છે. યૂરોપ અને રશિયા અને યૂક્રેન વચ્ચે ના યુદ્ધની અસર ગોલ્ડના ભાવ પર જોવા મળી રહી છે. આ ઉપરાંત ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ પણ તેની તણાવ સતત વધી રહ્યો છે. આ તમામ કારણો સર વચ્ચે સેંટ્રલ બેંક ફેડરલ રિઝર્વ તરફથી આવી રહેલા સંકેતથી ગોલ્ડ ના ભાવમા સપોર્ટ મળી રહ્યો છે. તાજેતરમાં જ થયેલી ચર્ચામાં ફેડ રિઝર્વે આ નાણાકીય વર્ષમાં 3 વાર ઘટાડો કર્યો હતો.

તો બીજી તરફ ભારતમાં પણ આરબીઆઇ રેપો રેટ્સમાં લગભગ 2 વખત કાપ કરે તેવી શકયતાઓ છે. આંતરરાષ્ટ્રીય માર્કેટ અને સ્થાનીક માર્કેટ મા લેવાયેલા આ નિર્ણયો ને કારણે સોના ના ભાવમા સતત તેજી જોવા મળી રહિ છે.

સોનાની શુદ્ધતા

ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા જાણવા માટે હોલ માર્ક નો ઉપયોગ કરવામા આવે છે. સોના પર કેરેટ મુજબ નીચે મુજબ હોલમાર્ક લગાવવામા આવે છે.

  • 24 કેરેટ સોના પર 999 લખેલ હોય છે.
  • 23 કેરેટ પર 958 લખેલ હોય છે.
  • 22 કેરેટ પર 916 લખેલ હોય છે.
  • 21 કેરેટ પર 875 લખેલ હોય છે.
  • 18 કેરેટ પર 750 લખેલું હોય છે.

મોટાભાગે સોનું 22 કેરેટમાં દાગીના ના સ્વરૂપ મા વેચાણ થાય છે. તો બીજી તરફ લોકો 18 કેરેટ સોનાનો પણ ઉપયોગ કરતા હોય છે. સોના ના કેરેટ 24 થી વધુ હોતા નથી. 24 કેરેટ સોનુ શુદ્ધ મા શુદ્ધ ગણાય છે. સોના ના જેટલા કેરેટ વધુ તેટલી શુદ્ધતા વધુ કહેવાય.

22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે?

સોનુ મોટાભાગે દાગીના ના સ્વરૂપ મા વેચાણ થાય છે. દાગીના બનાવવા 22 કેરેટ સોના નો ઉપયોગ થાય છે. જયારે લોકો રોકાણ કરવા માટે 24 કેરેટ સોના ની ખરીદી કરતા હોય છે. 24 કેરેટ સોનું 99.9% શુદ્ધ ગણી શકાય અને 22 કેરેટ સોનું લગભગ 91% જેટલુ શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓ મીકસ કરવામા આવે છે. અને તેની જવેલરી તૈયાર કરવામા આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદાર હોય છે, તેના દાગીના બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

How to Check Daily Gold Price

સોના ના ભાવ દરરોજ અપડેટ કરવામા આવે છે. તમે દરરોજ સોના ના લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો. આ માટે તમે https://www.ibja.co પરથી અને મીસ્ડ કોલ થી સોના ના ભાવ ચેક કરી શકો છો.

  • https://www.ibja.co વેબસાઇટ પર દરરોજ સોના ના ભાવ અપડેટ કરવામા આવે છે. તેના પરથી તમે 24 કેરેટ થી 18 કેરેટ સુધીના લેટેસ્ટ ભાવ જોઇ શકો છો.
  • મીસ્ડ કોલથી સોના ના દરરોજ ના ભાવ મેળવવા માટે 8955664433 નંબર મીસ્ડ કોલ થી ભાવ મેળવી શકો છો.

આજના સોના ના ભાવ

www.ibja.co વેબસાઇટ પર 1 ગ્રામ આજના સોના ના ભાવ નીચે મુજબ છે.

  • 24 કેરેટ સોના ના આજના ભાવ: 7237
  • 22 કેરેટ સોના ના આજના ભાવ: 7064
  • 20 કેરેટ સોના ના આજના ભાવ: 6441
  • 18 કેરેટ સોના ના આજના ભાવ: 5862
  • 14 કેરેટ સોના ના આજના ભાવ: 4668

અગત્યની લીંંક

આજના સોના ના ભાવઅહિં ક્લીક કરો
whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
સોના ના ભાવ
સોના ના ભાવ

દરરોજ સોના ના ભાવ જોવા માટે કઇ વેબસાઇટ છે ?

https://www.ibja.co

મીસ્ડ કોલથી સોના ના ભાવ મેળવવા માટે કયો નંબર છે ?

8955664433 

error: Content is protected !!