Mango Price 2024: કેરીના ભાવ: કેસર કેરીના ભાવ: હાફૂસ કેરીના ભાવ: કેરીના રસિયાઓ માટે સારા સમાચાર છે. બજારમા ગુજરાતીઓની પ્રીય એવી કેસર કેરી અને હાફૂસ કેરીની આવક શરૂ થઇ ગઇ છે. અને દિન પ્રતિદિન આવક મા વધારો થતો જાય છે. જેને લીધે કેસર કેરી અને હાફૂસ કેરીના ભાવમા ઘટાડો પણ થતો જાય છે. ચાલો જાણીએ હાલ ગુજરાત ની ફેમસ કેસર કેરી અને મહારાષ્ટ્ર ની ફેમસ હાફૂસ કેરીના 1 પેટીના અને કિલોના શું ભાવ ચાલી રહ્યા છે ?
Mango Price 2024
ઉનાળો આવે એટલે કેરીના શોખીન લોકો સીઝન ની આતુરતાથી રાહ જોતા હોય છે. કેરીની આમ તો ઘણી જાત આવે છે પરંતુ ગુજરાતીઓ સૌથી વધુ કેસર કેરી અને હાફૂસ કેરી ખાવાનુ વધુ પસંદ કરે છે. કેસર કેરી જુનાગઢ, પોરબંદર અને કચ્છ જિલ્લામા પાકે છે જયારે હાફૂસ કેરી મહારાષ્ટ્ર ના રત્નાગીરી જિલ્લા ને વધુ ફેમસ છે. એપ્રીલ અને મે મહિનામા કેરીની આવક વધુ થાય છે. હાલ ધીમે ધીમે કેરી માર્કેટ મા આવવાની શરૂ થઇ ગઇ છે. પરંતુ હાલ ભાવ ખૂબ ઉંચા હોવાથી લોકોને કેરી ખાવી પોષાય તેમ નથી.
હાફૂસ કેરીના ભાવ
ગુજરાતીઓમા વધુ ખાવામા આવતી કેરીની જાતમા હાફૂસ કેરી પણ છે. હાફૂસ કેરી મહારાષ્ટ્ર ના રત્નાગીરી જિલ્લામા ખૂબ જ ઉત્પાદન થાય છે. હાલ દક્ષિણ ગુજરાત ના જિલ્લાઓ જેવા કે નવસારી, વલસાડ વગેરે મા માર્કેટ મા રત્નાગીરી હાફૂસ કેરીની આવક શરૂ થઇ ગઇ છે. એવામા હાલ હાફૂસ કેરી 350 થી 450 રૂપીયામા 12 નંગ જેટલી મળી રહિ છે. હાલ બજારમા રત્નાગીરી કેરી આવવાની શરૂ થઇ ગઇ છે.
આ પણ વાંચો: સોના ના ભાવ: સોના મા આગઝરતી તેજી, ફરી વધ્યા સોના ના ભાવ; જાણો આજના સોના ના લેટેસ્ટ ભાવ
ચાલુ વર્ષે કમોસમી વરસાદ જેવા કારણોસર આંબા ના પાકમા ભારે નુકસાની આવી હતી. આંબા પર મંજરી પણ સમય કરતા મોડી આવી હતી. જેના કારણે હજુ કેરીની આવક ઓછા પ્રમાણમા થાય છે. જેથી કરી આ વખતે માર્કેટમાં કેસર કેરી, રાજાપુરી, લંગડો, તોતાપુરી, સહિતની કેરીઓ બજારમા મોડી આવે તેવી શકયતાઓ છે.
હાલ કેરી પકવતા ખેડૂતો ને કેરીના ભાવ પણ સારા ઉંંચા મળી રહ્યા છે.
કેસર કેરીના ભાવ
ગુજરાત મા સૌથી વધુ ખવાતી કેરીની જાત એટલે કેસર કેરી. કેસર કેરી સૌરાષ્ટ્ર મા સૌથી વધુ ઉત્પાદન થાય છે. ગુજરાત મા જુનાગઢ જિલ્લાના તાલાલા ગીર તથા પોરબંદર જિલ્લાના બરડા પંથકમા કેસર કેરીનુ અઢળક ઉત્પાદન થાય છે. કેસર કેરીનો સ્વાદ લોકોને ખૂબ જ પ્રીય હોય છે. અને કેસર કેરી ની આવકની લોકો ખાસ રાહ જોતા હોય છે. હાલ બજારમા કેસર કેરીની થોડી આવક થઇ રહિ છે. હાલ કેસર કેરી 300 થી 350 રૂપીયા ના કિલોના ભાવે વેચાઇ રહિ છે.
સૌરાષ્ટ્ર મા જુનાગઢ, અમરેલી જિલ્લાના ધારી સાવરકુંડલા ખાંભા સહિતના તાલુકા તથા પોરબંદર માં રાણાવાવ તાલુકામા કેસર કેરીના બગીચા આવેલા છે. ત્યારે બજારમા કેસર કેરીનું આગમન થઈ રહ્યુ છે. અમરેલી, જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં કેસર કેરીનો ભાવ બોકસ નો 1500 રૂપિયાથી 2000 જેટલો બોલાઇ રહ્યો છે.
બજારમા કેસર કેરીની આવક શરૂ થતા કેરી ના રસિયાઓ મા ખુશી જોવા મળી રહિ છે. જો કે હજુ ઓછા પ્રમાણમા આવક થતી હોવાથી ભાવ ખૂબ જ ઉંચા બોલાઇ રહ્યા છે. જેમ ઉનાળાની ગરમીઓ પડશે તેમ કેરીની આવક મા વધારો થતો જશે અને ભાવ નીચા જશે. જેથી સામાન્ય વર્ગ ના લોકો પણ મનભરીને કેરીની મોજ માણી શકસે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

2 thoughts on “Mango Price 2024: બજારમા કેરીની આવક શરૂ, આટલા રૂપીયામા મળી રહિ છે કેસર કેરી અને હાફૂસ કેરી”