કેરીના પ્રકાર: કેરીની જાત: Types Of Mango: ઉનાળો આવે એટલે કેરીની સીઝન શરૂ થઇ જાય છે. જેમ જેમ ગરમી નુ પ્રમાણ વધતુ જાય તેમ તેમ કેરીની આવક વધતી જાય છે અને ભાવ સસ્તા થવાથી લોકો મન ભરીને કેરીનો સ્વાદ માણે છે. કેરી નાના મોટા સૌ કોઇને પસંદ હોય છે. આમ તો ભારત મા અનેક પ્રકારની કેરીનુ વાવેતર થાય છે પરંતુ લોકો મા વધુ ફેમસ હોય અને સૌથી વધુ ખવાતી હોય તેવી અમુક જાત જ છે. કેસર, હાફૂસ વગેરી તે પૈકીની કેરીની જાતો છે. કેરી ની મુખ્ય જાત કઇ કઇ છે અને તેનુ ઉત્પાદન કયા વિસ્તાર મા થાય છે તેની માહિતી મેળવીશુ.
કેરીના પ્રકાર
આમ તો ભારત મા કેરીની અનેક જાતો નુ ઉત્પાદન થાય છે. પરંતુ તે પૈકી મુખ્ય જાત નીચે મુજબ છે.
- કેસર
- હાફૂસ
- રાજાપુરી
- મધકપુરી
- તીતીયા
- તોતાપુરી
- સરદાર
- સુંદરી
- લંગડો
- પાયરી
- બદામી હાફુસ
- શ્રાવણીયા
- માલદારી
- નીલમ
- કાળો હાફુસ
- કાકડો
- રેશમિયા
- કરેજીયા
- રાજાપુરી
- આકરો
- બારમાસી
- વલસાડી
- લીમડી
- સાકરીયા
- સિંદુરી
આ પણ વાંચો: Rules Change 1st April: 1 એપ્રીલ થી બદલાઇ જશે આટલા નિયમો, આ 6 નિયમો ની તમારા પર થશે સીધી અસર
આ પૈકી કેસર કેરી, હાફૂસ કેરી અને દશહરી કેરી ની જાતો સૌથી વધુ ખવાય છે. ચાલો જાણીએ આ કેરીની ખાસિયતો શું હોય અને તેનુ ઉત્પાદન કયા વિસ્તારો મા થાય છે.
કેસર કેરી
સમગ્ર ગુજરાત મા સૌથી વધુ ફેમસ કેરી હોય તો તે છે કેસર કેરી. ખાસ કરીને સૌરાષ્ટ્ર મા સૌથી વધુ કેસર કેરી જ ખવાય છે. ઉનાળામા મે મહિનામા લોકો કેસર કેરીનો મધુર સ્વાદ મન ભરીને માણે છે. કેસર કેરી જુનાગઢ તાલાલા ગીર ની ખૂબ જ પ્રખ્યાત છે. અને ત્યા વિપુલ પ્રમાણમા કેસર કેરીનુ ઉત્પાદન થાય છે. જો કે હવે કેસર કેરી પોરબંદર જિલ્લાના અમુક વિસ્તારો મા અને કચ્છ મા પણ પાકે છે. છેલ્લા થોડા વર્ષો મા કેસર કેરીનુ વાવેતર વધવાથી ઉત્પાદન પણ ખૂબ જ થાય છે. અને ભાવ નીચા રહેવાથી લોકો કેસર કેરીનો સ્વાદ મન ભરીને માણે છે.
કેસર કેરીનુ નામ તેના કેસર જેવા દેખાવ ને કારણે તથા સ્વાદ મા પણ ખૂબ જ મીઠી હોવાથી આપવામા આવ્યુ છે. કેસર કેરી એપ્રીલ મહિના આ અંતથી બજારમ આવવાન શરૂ થઇ જાય છે અને મે મહિનામા અઢળક પ્રમાણમા આવક થાય છે.
હાફૂસ કેરી
ગુજરાત મા કેસર કેરી બાદ જો કોઇ કેરીની જાત સૌથી વધુ ખવાતી હોય તો તે છે હાફૂસ કેરી. હાફૂસ કેરી પણ સ્વાદ મા ખૂબ જ મીઠી હોય છે. અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાત ના જિલ્લાઓ મા હાફૂસ કેરી ખૂબ જ ખવાય છે. હાફૂસ કેરી મહારાષ્ટ્ર ના રત્નાગીરી જિલ્લામા ખૂબ જ પાકે છે.હાફૂસ કેરી ને આલ્ફોન્સો કેરી પન કહેવામા આવે છે.
આ પણ વાંચો: AC TIPS: કેટલા દિવસે એ.સી. ની સર્વિસ કરવી જોઇએ, આ રીતે જાતે જ એ.સી. કરો સાફ; હિમાચલ જેવી મળશે ઠંડી
દશહરી કેરી
કેસર કેરી અને હાફૂસ કેરી બાદ સૌથી વધુ ખવાતી કેરી દશહરી કેરી છે. દશહરી કેરી ઉતર પ્રદેશ ના લખનૌ અને મલીહાબાદ મા ખૂબ જ પાકે છે. દશહરી કેરીની આવક મે મહિનાથી ઓગષ્ટ મહિના સુધી થાય છે. આ કેરી તેના મીઠા મધુરા સ્વાદ માટે ખૂબ જ જાણીતી છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
કેસર કેરીનુ ઉત્પાદન કયા થાય છે ?
કેસર કેરીનુ ઉત્પાદન ગુજરાત ના જુનાગઢ, પોરબંદર અને કચ્છ જિલ્લામા થાય છે.
હાફૂસ કેરીનુ ઉત્પાદન કયા થાય છે ?
હાફૂસ કેરીનુ ઉત્પાદન મહારાષ્ટ્ર ના રત્નાગીરી જિલ્લામા થાય છે.
દશહરી કેરીનુ ઉત્પાદન કયા થાય છે ?
દશહરી કેરીનુ ઉત્પાદન ઉતરપ્રદેશના લખનૌ મા થાય છે.