મફત વિજળી યોજના: મહિને 300 યુનીટ વીજળી ફ્રી મળશે, સાથે રૂ.78000 ની સબસીડી; ઓનલાઇન અરજી શરૂ

મફત વિજળી યોજના: PM suryaghar Yojana: કેન્દ્ર સરકાર દ્વારા PM suryaghar Yojana લોન્ચ કરવામા આવી છે. જેમા 1 કરોડ ઘરો પર સોલાર રૂફટોપ પેનલ લગાવવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે. આ યોજના અંતર્ગત ઘર પર સોલાર પેનલ લગાવવાથી લોકોને વીજબીલ ભરવાની ઝંઝટ માથી મુક્તિ મળશે. સાથે સરકાર દ્વારા રૂ.78000 સુધી સબસીડી પણ આપવામા આવશે. ચાલો જાણીએ આ યોજના અંતર્ગત કઇ રીતે અરજી કરવી અને સબસીડી કઇ રીતે મળશે.

મફત વિજળી યોજના

પ્રધાનમંત્રી મફત વીજળી યોજના (PM Muft Bijli Scheme Registration) માટે હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન ની શરૂઆત કરવામા આવી છે. PM suryaghar Yojana મફત વીજળી યોજના હેઠળ, લાભાર્થીઓને 300 યુનિટ સુધી મફત વીજળીનો લાભ આપવામાં આવનાર છે. આ યોજના હેઠળ લોકોના ઘરની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશેમફત વિજળી યોજના હેઠળ કેન્દ્ર સરકાર 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ ઉપરાંત સરકાર લાભાર્થીઓને રૂ.78000 સુધી સબસિડી પણ આપશે.

આ યોજના નો 1 કરોડ પરિવારોને લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ, સબસિડી (PM સૂર્ય ઘર યોજના સબસિડી) ત્યારે જ આપવામાં આવશે જ્યારે તમારા ઘરની છત પર સોલાર પેનલ ફીટ કરાવવામા આવે. જો તમે પણ આ સ્કીમ હેઠળ રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તો અમને જણાવો કે તમારે પહેલા ક્યાં જવાનું છે અને તમે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકો છો?

આ પણ વાંચો: Remote Fan: સસ્તામા મળી રહ્યા છે રીમોટથી ચાલતા પંંખા, ચાલુ બંધ કરવા નહિ થવુ પડે ઉભા


રૂ. 75 હજાર કરોડની પીએમ સૂર્ય ઘર નિઃશુલ્ક વીજળી યોજનાને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે સૌર પૅનેલ લગાવનારને 300 યુનિટ વીજળી નિઃશુલ્ક મળશે. યોજનામાં 1 કરોડ ઘર પર સોલાર પેનલ લગાવાશે. તે માટે કેન્દ્ર સરકાર રૂ. 78 હજાર સુધીની સબસિડી આપશે. 300માંથી વધેલા યુનિટ વેચાશે તો વપરાશકારને વાર્ષિક રૂ. 15 હજાર સુધીની આવક થશે. 300 યુનિટથી વધુ વપરાશ થાય તો કેટલાનું બિલ બનશે, એ નક્કી નથી.

સોલાર સ્કીમ માટે કઈ રીતે એપ્લાય કરશો?

  • આ યોજના અંતર્ગત ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સૌ પ્રથમ pmsuryaghar.gov.in/ ૫૨ જાઓ.
  • એપ્લાય ફોર રૂફટોપ સોલારના વિકલ્પ પર ક્લિક કરો. રજિસ્ટ્રેશન પેજ ખૂલશે. તેમાં માહિતી ભરી દો.
  • પછી ડિસ્કોમથી ફિઝિબિલિટી એપ્રૂવલ મળતાં જ રજિસ્ટર્ડ વેન્ડરનો સંપર્ક કરો. ઇન્સ્ટોલેશન પછી નેટ મીટર માટે અરજી કરો.
  • મીટર લગાવ્યા પછી ડિસ્કોમની ટીમ નિરીક્ષણ કરશે અને મિનિંગ સર્ટિફિકેટ આપશે.
  • સબસિડી કેવી રીતે મળશે? કમિશનિંગ રિપોર્ટ મળ્યા પછી પોર્ટલ થકી બૅન્ક ખાતાની માહિતી અને એક કેન્સલ ચેક જમા કરો. ત્યાર પછી 30 દિવસમાં એકાઉન્ટમાં સબસિડી જમા થશે.
  • કેટલો ખર્ચ થશે? પ્લાન્ટ ખર્ચ સબસિડી ૩ કિલોવૉટ 1.45 લાખ 78 હજાર 2 કિલોવૉટ 1.10 લાખ 60 હજાર 1 કિલોવૉટ 50 હજાર 30હજાર – ખર્ચની બાકીની રકમ માટે 7% વ્યાજથી બૅન્ક લોન મળશે.
  • પૈસા કેવી રીતે કમાવાશે? : એક કિલોવોટનો પ્લાન્ટ 4 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. એ હિસાબે કિલોવૉટ રોજ 12 યુનિટ સુધી વીજળી ઉત્પન્ન કરશે. તેનાથી 360 યુનિટ મહિનામાં ઉત્પન્ન થશે. જો તમે 200 યુનિટ સુધી મહિનામાં ખર્ચ કરો તો બાકીની 160 યુનિટ નેટ મીટરિંગ થકી કંપનીમાં પરત જતી રહેશે. સૌરઊર્જાના વપરાશની ક્ષમતા? સીઈઈડબલ્યુ રિપોર્ટ પ્રમાણે દેશમાં 25 કરોડ ઘર પર 637 ગીગાવૉટની સોલાર પ્લેટ લાગી શકે છે.

આ પણ વાંચો: RTE Admission 2024: RTE ફોર્મ ભરવાની તારીખો જાહેર, ધોરણ 1 થી 8 ખાનગી શાળા મા Free એડમીશન યોજના

અગત્યની લીંક

મફત વિજળી યોજના: PM suryaghar Yojana ઓફીસીયલ વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
મફત વિજળી યોજના
મફત વિજળી યોજના

PM suryaghar Yojana મા કેટલી સબસીડી મળશે ?

રૂ.78000 સુધી

મફત વિજળી યોજના મા મહિને કેટલી વીજળી ફ્રી મળશે ?

300 યુનીટ

2 thoughts on “મફત વિજળી યોજના: મહિને 300 યુનીટ વીજળી ફ્રી મળશે, સાથે રૂ.78000 ની સબસીડી; ઓનલાઇન અરજી શરૂ”

Leave a Comment

error: Content is protected !!