LRD Recruitment 2024: લોકરક્ષક ભરતી 2024: lrdgujarat2021.in: પોલીસ ભરતી 2024: ગુજરાત પોલીસ મા જોડાઇને કારકિર્દી બનાવવા માંગતા યુવનો માટે ગુડ ન્યુઝ છે. ગુજરાત પોલીસ મા પી.એસ.આઇ. અને લોકરક્ષક દળ ની કુલ 12472 જગ્યાઓ પર ભરતી આવી છે. આ ભરતી નુ ડીટેઇલ ભરતી નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ છે. LRD Recruitment 2024 અન્વયે તા. 4-4-2024 થી તા. 30-4-2024 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. લોકરક્ષક ભરતી 2024 ની જરૂરી વિગતો નીચે મુજબ છે.
LRD Recruitment 2024
| જોબ સંસ્થા | લોકરક્ષક ભરતી બોર્ડ |
| કુલ જગ્યા | 12472 |
| પોસ્ટ | પી.એસ.આઇ. લોકરક્ષક |
| ભરતી પ્રકાર | કાયમી ભરતી |
| લાયકાત | પોસ્ટ મુજબ |
| ફોર્મ ભરવાની તારીખ | તા.4-4-2024 થી તા. 30-4-2024 |
| પગારધોરણ | નિયમાનુસાર |
| અરજી મોડ | ઓનલાઇન |
| ઓફીસીયલ વેબસાઇટ | https://lrdgujarat2021.in |
આ પણ વાંચો: Ikhedut Portal: ખેડૂતો માટે સબસીડી અને સહાય માટે ઓનલાઇન અરજીઓ શરૂ, બિયારણ અને વાવેતર માટે સહાય યોજનાઓ
લોકરક્ષક ભરતી 2024
લોકરક્ષક ભરતી 2024 અન્વયે નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આપી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે.
| જગ્યાનુ નામ | ખાલી જગ્યાઓ |
| બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) | 316 |
| બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) | 156 |
| બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) | 4422 |
| બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | 2178 |
| હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) | 2212 |
| હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | 1090 |
| હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ) | 1000 |
| જેલ સિપોઇ (પુરૂષ) | 1013 |
| જેલ સિપોઇ (મહિલા) | 85 |
| કુલ જગ્યાઓ | 12472 |
પી.એસ.આઇ. ભરતી
લોકરક્ષક ભરતી અન્વયે આવેલી પી.એસ.આઇ. ભરતી માટેની જરૂરી વિગતો નીચે મુજબ છે.
- વય મર્યાદા: પી.એસ.આઇ. ભરતી માટે લઘુતમ વયમર્યાદા 21 વર્ષ જયારે મહતમ વયમર્યાદા 35 વર્ષ નિયત કરવામા આવી છે.
- શૈક્ષણિક લાયકાત: પી.એસ.આઇ. ભરતી માટે શૈક્ષણિક લાયકાત તરીકે માન્ય યુનિવર્સિટી માથી સ્નાતક ની ડીગ્રી મેળવેલી હોવી જોઇએ.
લોકરક્ષક ભરતી
લોકરક્ષક કેડરની ભરતી માટેની જરૂરી વિગતો નીચે મુજબ છે.
- વય મર્યાદા: લોકરક્ષક ની તમામ કેડર માટે માટે લઘુતમ વયમર્યાદા 18 વર્ષ જયારે મહતમ વયમર્યાદા 33 વર્ષ નિયત કરવામા આવી છે.
- શૈક્ષણિક લાયકાત: લોકરક્ષક ની ભરતી માટે શૈક્ષણિક લાયકાત તરીકે ધોરન 12 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત મેળવેલી હોવી જોઇએ.
આ પણ વાંચો: RTE Admission 2024: RTE ફોર્મ ભરવાની તારીખો જાહેર, ધોરણ 1 થી 8 ખાનગી શાળા મા Free એડમીશન યોજના
શારીરિક ધોરણો
લોકરક્ષક ભરતી અને પી.એસ.આઇ. ભરતી માટે શારીરિક ધોરનો નીચે મુજબ નિયત કરવામા આવ્યા છે.
પુરૂષ ઉમેદવારો માટે શારીરિક ધોરણો નીચે મુજબ નિયત કરવામા આવેલ છે.
| વર્ગ | ઊંચાઇ | છાતી (ફુલાવ્યા વગર) | છાતી (ફુલાવેલી) |
| અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે | 162 | 79 | 84 |
| અન્ય તમામ ઉમેદવારો માટે | 165 | 79 | 84 |
મહિલા ઉમેદવારો માટે શારીરિક ધોરણો નીચે મુજબ નિયત કરવામા આવેલ છે.
| વર્ગ | ઊંચાઇ(સે.મી.) મા |
| અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે | 150 |
| અન્ય તમામ ઉમેદવારો માટે | 155 |
લોકરક્ષક ભરતી ઓનલાઇન ફોર્મ
લોકરક્ષક ની આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબ ની સૂચનાઓ ખાસ ધ્યાને લેવાની રહેશે.
- તમામ જગ્યાઓ માટે ફકત ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ઓનલાઇન અરજી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી કરી શકાશે.
- ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/માતા/પતિનું નામ જે ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ છે તે મુજબ જ દર્શાવવાનું રહેશે.
- નિયત લાયકાતો ધરાવતા ઉમેદવારોએ ઉપરોકત તમામ સંવર્ગની જગ્યાઓ માટે એક જ અરજી પત્રક ભરવાનું રહેશે.
- અરજદારે અરજી કરતી વખતે પોતાની સાથે રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો, સ્કેન કરવા માટે પોતાની સહી, જરૂરી પ્રમાણપત્રો અને પૂરાવા રાખવા. જેથી તેના આધારે જ સાચી માહિતી અરજીમાં ભરી શકાય.
- ઓનલાઇન અરજી કન્ફર્મ કરીને અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
- અરજી કન્ફર્મ થઇ ગયા બાદ પરીક્ષા ફી ભરવાની રહેશે.
લોકરક્ષક ભરતી શારીરિક કસોટી
લોકરક્ષક ભરતી અને પી.એસ.આઇ. ની બન્ને ભરતી માટે ઉમેદવારો એ એક જ શારીરિક કસોટી દોડ પાસ કરવાની રહેશે. જેના ધારા ધોરનો નીચે મુજબ છે.
- પુરૂષ ઉમેદવારો એ 5000 મીટર દોડ વધુ મા વધુ 25 મીનીટ મા પુરી કરવાની રહેશે.
- મહિલા ઉમેદવારો એ 1600 મીટર દોડ વધુ મા વધુ 9 મીનીટ અને 30 સેકન્ડ મા પુરી કરવાની રહેશે.
- એકસ સર્વિસમેન ઉમેદવારો એ 2400 મીટર દોડ વધુ મા વધુ 12 મીનીટ અને 30 સેકન્ડ મા પુરી કરવાની રહેશે.
important Link
| પોલીસ ભરતી official website | click here |
| LRD Recruitment 2024 નોટીફીકેશન | click here |
| Home page | click here |
| jon whatsapp Group | click here |

લોકરક્ષક ભરતી માટે કેટલી જગ્યાઓ પર ભરતી આવેલી છે ?
12472 જગ્યાઓ
લોકરક્ષક ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે ની તારીખ શું છે ?
તા.4-4-2024 થી તા. 30-4-2024
લોકરક્ષક ભરતી માટે ઓનલાઇન અરજી કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://ojas.gujarat.gov.in
Like you post