I khedut Online: ખેડૂત સબસીડી યોજનાઓ; ખેડૂતોને વિવિધ સાધનો ખરીદવા માટે તથા વિવિધ પાકના વાવેતર માટે સહાય આપવા માટે આઇ ખેડૂત પોર્ટલ ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લુ મૂકવામા આવ્યુ છે. જેમા તાડપત્ર, પમ્પ સેટ્સ વગેરે ખરીદવા માટે સબસીડી માટે ઓનલાઇન અરજીઓ ચાલુ છે તો નાળીયેરી, કેળ જેવા પાક ના વાવેતર ને પ્રોત્સાહન આપવા માટે સહાય યોજના માટે ઓનલાઇન અરજી ચાલુ છે. ખેડૂતોને બેટરી સંચાલીત દવા છાંટવાનો પંપ ખરીદવા માટે ઓનલાઇન અરજી કરવાનુ હાલ I khedut Online પોર્ટલ પર ચાલુ છે.
I khedut Online
આઇ ખેડૂત પોર્ટલ પર હાલ નીચેના જેવા ઘટકો માટે ઓનલાઇન અરજીઓ માટે પોર્ટલ ખુલ્લુ મૂકવામા આવ્યુ છે.
ખેતીવાડી વિભાગની યોજનાઓ
- 1 ડ્રોનથી છંટકાવ
- કૃષિ યાંત્રીકરણ/પોસ્ટ હાર્વેસ્ટ ના ઘટકો
- એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ
- ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
- તાડપત્રી
- પાક સંરક્ષણ ના ઘટકો
- 1 પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
- સિંચાઇ સુવિધા માટેના ઘટકો
- પમ્પ સેટ્સ
- વોટર કેરીંગ પાઇપલાઈનઉપયોગ (૧૦૦% રાજ્ય પુરસ્કૃત)
દવા છાંટવાનો પંપ ખરીદવા સબસીડી
(૧) પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૮ થી ૧૨ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ. ૩૧૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૨૫૦૦/- સબસીડી મળવાપાત્ર છે.
(૨) પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૧૨ થી વધુ અને ૧૬ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ. ૩૮૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૩૦૦૦/- સબસીડી તરીકે મળવાપાત્ર છે.
(૩) પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૧૬ થી વધુ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ.૧૦૦૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૮૦૦૦/- સબસીડી તરીકે સહાય મળૅવાપાત્ર છે.
ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
આ પણ વાંંચો: તાડપત્રી સહાય યોજના: ખેડૂતો માટે તાડપત્રી સહાય માટે ઓનલાઇન ફોર્મ, તાડપત્રી ખરીદવા મળશે રૂ.1875 ની સહાય
ઓનલાઇન અરજી કરવાની તારીખ: તા 07/08/2023 થી 06/09/2023 સુધી
“રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ઘંઉ પાક માટે પાવર નેપસેક સ્પ્રેયર્સ ખરીદવા માટે સહાય નીચે મુજબ મળવાપાત્ર છે.
(૧) (૮ થી ૧૨ લી. સુધીના)જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૨૫૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ. ૩૧૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ મળવાપાત્ર છે.
(૨) પાવર ઓપરેટેડ સ્પ્રેયર્સ (૧૨ થી ૧૬ લી. સુધીના) * જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૩૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ. ૩૮૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ મળવાપાત્ર છે.
(૩) પાવર ઓપરેટેડ સ્પ્રેયર્સ (૧૬ લી. થી વધુ) * જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૮૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ. ૧૦૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ મળવાપાત્ર છે.
અગત્યની લીંક
| I khedut Portal Online Apply | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

I khedut Online સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવા વેબસાઇટ કઇ છે ?
https://ikhedut.gujarat.gov.in
ખેડૂત સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવાની તારીખ શું છે ?
તા 07/08/2023 થી 06/09/2023 સુધી
Gam.ladpur ta .kadana. dist.mahishagar
Nice post