વિદ્યાસહાયક ભરતી ફાઇનલ મેરીટ: વિદ્યાસહાયક શિક્ષક ભરતી માટે ફાઇનલ મેરીટ લીસ્ટ અને જિલ્લા પસંદગી કોલ લેટર, કેટલે અટકયુ મેરીટ ?

વિદ્યાસહાયક ભરતી ફાઇનલ મેરીટ: વિદ્યાસહાયક ભરતી કોલ લેટર: રાજ્યમા પ્રાથમિક શાળાઓમા ધોરણ 1 થી 8 મા વિદ્યાસહાયકોની ભરતી કરવામા આવે છે. વિદ્યાસહાયક ભરતી અન્વયે 2600 જગ્યાઓ માટે ઓકટોબર 2022 મા ઓનલાઇન ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ આ ભરતી માટે પ્રોવિઝ્નલ મેરીટ લીસ્ટ પણ બહાર પાડવામા આવ્યા હતા. હવે વિદ્યાસહાયક ભરતી ફાઇનલ મેરીટ બહાર પડનાર છે. સાથે સાથે મેરીટ મા આવનાર ઉમેદવારોને જિલ્લા પસંદગી પણ આપવામા આવનાર છે.

વિદ્યાસહાયક ભરતી ફાઇનલ મેરીટ

  • 2600 જગ્યાઓ માટે ભરાયા હતા ઓનલાઇન ફોર્મ
  • તા.17-7-2023 ના રોજ ફાઇનલ મેરીટ લીસ્ટ અને કોલ લેટર જાહેર કરવામા આવશે.
  • ઉમેદવારોને મેરીટ આધારીત જિલ્લા પસંદગી આપવામા આવશે.

જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ ની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા. ૧૦/૧૦/૨૦૨૨ ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક (૫) અને (૬) થી સામાન્ય જગ્યા ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ માંગવામાં આવેલ હતી. જેના અનુસંધાને ઉમેદવારોને જિલ્લા/નગર પસંદગી માટે બોલાવવા અંગેના કોલલેટર http://vsb.dpegujarat.in વેબસાઈટ ઉપર તા. ૧૭/૦૭/૨૦૨૩ ના રોજ બપોરે ૧૫.૩૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. ઉમેદવાર સામાન્ય ભરતીના કોલ લેટર માટે “ઉમેદવારોને કોલ લેટર મેળવવા માટેની સૂચના” વેબસાઈટ પર મુકવામાં આવેલ છે તે મુજબનું મેરીટ ધરાવનાર ઉમેદવારોએ |ઓનલાઈન કોલલેટર મેળવવાનો રહેશે. અન્ય કોઈ રીતે કોલલેટર મોકલવામાં આવશે નહીં તેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. મેરીટમાં આવતાં ઉમેદવારોને તા. ૨૦/૦૭/૨૦૨૩ થી તા. ૨૪/૦૭/૨૦૨૩ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલ છે. તેથી ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નિયમિત http://vsb.dpegujarat.in વેબ સાઇટ જોતા રહેવું.

આ પણ વાંચો: જ્ઞાન સહાયક ભરતી: શાળાઓમા થશે 25000 જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી, પગાર ધોરણ 21000 થી 26000; પરિપત્ર ડીકલેર

વિદ્યાસહાયક ભરતી સીલેકશન પ્રોસેસ

રાજયમા પ્રાથ મિક શાળાઓમા ધોરન 1 થી 8 મા TET-1 / TET-2 પાસ ઉમેદવારોની વિદ્યાસહાયક શિક્ષક તરીકે ભરતી કરવામા આવે છે. જેની સીલેકશન પ્રોસેસ નીચે મુજબ હોય છે.

  • સૌ પ્રથમ જિલ્લાવાઇઝ ખાલી જગ્યાઓ પૈકી ભરવાપાત્ર જગ્યાઓ માટે નિયામકશ્રી,પ્રાથમિક શિક્ષણ દ્વારા ન્યુઝપેપરમા જાહેરાત આપી ભરતી કાર્યક્રમ જાહેર કરવામા આવે છે.
  • ત્યારબાદ વિદ્યાસહાયક ભરતી માટેની ઓફીસીયલ વેબસાઇટ http://vsb.dpegujarat.in પર નિયત તારીખોમા ઓનલાઇન ફોર્મ ભરવાનુ હોય છે.
  • આ ફોર્મ ની પ્રીંટ લઇ તેમા જરૂરી આધાર પુરાવા ડોકયુમેંટ સાથે જિલ્લાના રીસીવીંગ સેન્ટર પર ફોર્મ જમા કરાવવાનુ હોય છે.
  • ત્યારબાદ ગાંધીનગર કક્ષાએ આ ફોર્મનુ વેરીફીકેશન કરી પ્રોવિઝનલ મેરીટ જાહેર કરવામા આવે છે. આ મેરીટ મા જો કોઇને કઇ વાંધો/સુધારો હોય તો દિન-3 મા જરૂરી આધાર પુરાવા સાથે રજુઆત કરવાની હોય છે.
  • ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામા આવે છે અને મેરીટ આધારીત જિલ્લા પસંદગી માટે ગાંધીનગર બોલાવવામા આવે છે.
  • ત્યારબાદ તમામ રાઉન્ડની જિલ્લા પસંદગી પૂર્ણ થયા બાદ જિલ્લાકક્ષાએ મેરીટ આધારીત શાળા પસંદગી આપવામા આવે છે અને નિમણૂંક ઓર્ડર આપવામા આવે છે.

ઉલ્લેખનીય છે કે રાજયમા 2600 વિદ્યાસહાયકોની ભરતી કરવા માટે ઓકટોબર 2022 મા ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી હતી. ત્યારબાદ શિક્ષક બદલી કેમ્પો ને લીધે જિલ્લા પસંદગી આપવામા આવી ન હતી. જે હવે શિક્ષકો ના બદલી કેમ્પો પુરા થતા વિદ્યાસહાયકોને નિમણૂંક આપવા માટેની પ્રોસેસ હાથ ધરવામા આવશે.

વિદ્યાસહાયક ભરતીની લેટેસ્ટ સૂચનાઓ માટે ઓફીસીયલ વેબસાઇટ vsb.dpegujarat.in ચેક કરતા રહેશો.

અગત્યની લીંક

ઘટની ભરતી બીજો રાઉન્ડ કટ ઓફ મેરીટઅહિં ક્લીક કરો
વિદ્યાસહાયક ભરતી ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
ઘટ ભરતી ફાઇનલ મેરીટ લીસ્ટઅહિંં ક્લીક કરો
સામાન્ય ભરતી ફાઇનલ મેરીટ લીસ્ટઅહિંં ક્લીક કરો
જિલ્લાવાર કેટેગરીવાર ખાલી જગ્યાઓઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
વિદ્યાસહાયક ભરતી ફાઇનલ મેરીટ
વિદ્યાસહાયક ભરતી ફાઇનલ મેરીટ

વિદ્યાસહાયક ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

http://vsb.dpegujarat.in

1 thought on “વિદ્યાસહાયક ભરતી ફાઇનલ મેરીટ: વિદ્યાસહાયક શિક્ષક ભરતી માટે ફાઇનલ મેરીટ લીસ્ટ અને જિલ્લા પસંદગી કોલ લેટર, કેટલે અટકયુ મેરીટ ?”

Leave a Comment

error: Content is protected !!