Hill Station: હિલ સ્ટેશન: તોરણમાલ હિલ સ્ટેશન: ઉનાળાની ગરમીઓની શરૂઆત થતા જ લોકો વેકેશન મા અને રજાઓમા ફરવા નીકળી પડતા હોય છે. ઉનાળામા ફરવા માટે લોકો ઊંચાઇ પર આવેલા સ્થળો હિલ સ્ટેશનો ને વધુ પસંદગી આપતા હોય છે. હિલ સ્ટેશન પર ફરવા માટે શીમલા, મનાલી, હિમાચલ લોકોની પહેલી પસંદગી હોય છે. જે લોકો દૂર જવા ન માંગતા હોય તેમના માટે આબુ, સાપુતારા જેવા હિલ સ્ટેશન ને પસંદગી આપે છે. આજે આપણે ગુજરાત અને મહારાષ્ટ્ર ની સરહદે આવેલા નાનકડા સુંદર હિલ સ્ટેશન ની માહિતી મેળવીશુ.
Hill Station
ફરવાના શોખીન લોકો નવા નવા ફરવાના સ્થળો એ ફરવા જવાનુ વધુ પસંદ કરતા હોય છે. ઉનાળાની ગરમીઓ ઊંચાઇ પર આવેલા હવા ખાવાન સ્થળો એ ફરવા જવાનુ લોકો વધુ પસંદ કરતા હોય છે. ગુજરાત મા પન ઘણા હિલ સ્ટેશન ખૂબ ફેમસ છે અને રમણીય સ્થળો આવેલા છે. પરંતુ આજે આપણે માહિતી મેળવીશુ ગુજરાત અને મહારાષ્ટ્ર ની સરહદે આવેલા રમણીય હિલ સ્ટેશન વિશે. આ સ્થળ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.
આ પણ વાંચો: ગ્રીષ્મ ઋતુચર્યા: ગ્રીષ્મ ઋતુ મા તાપથી બચવા શું ખાવુ ? શું ન ખાવુ ? શું ધ્યાન મા રાખશો ?
આપણે જે હિલ સ્ટેશન ની વાત કરી રહ્યા છે તે છે ગુજરાત અને મહારાષ્ટ્ર ની સરહદે આવેલા તોરણમાલ ગામ પાસે આવેલુ તોરણમાલ હિલ સ્ટેશન. ઉલ્લેખનીય છે કે આ હિલ સ્ટેશન હિન્દુ તીર્થસ્થળ પણ છે. આ સ્થળે ગોરખનાથ મંદિર આવેલુ છે. મહાશિવરાત્રી પર આ મંદિરે દર્શન કરવા માટે અનેક ભક્તો દૂર દૂર થી અહિં આવે છે. આ હિલ સ્ટેશન મહારાષ્ટ્ર ના નંદુરબાર જિલ્લામા તોરણમાલ ગામ મા આવેલુ છે. અહિંથી ગુજરાત અને મહારાષ્ટ્ર ની સરહદ નજીક થાય છે.

તોરણમાલ હિલ સ્ટેશન
તોરણમાલ હિલ સ્ટેશન ખૂબ જ પ્રાકૃતિક સૌદર્ય ધરાવતુ રમણીય સ્થળ છે. આ હિલ સ્ટેશન 1 દિવસ ની મુસાફરી માટે રમણીય સ્થળ છે. આ હિલ સ્ટેશન નંદુરબાર જિલ્લામા આવેલુ છે અને સાતપુડા પર્વત નો એક ભાગ છે. આ હિલ સ્ટેશન મહારાષ્ટ્ર ના રમણીય હિલ સ્ટેશનો માંથી એક છે. તોરણમાલ હિલ સ્ટેશન ને છૂપુ રૂસ્તમ હિલ સ્ટેશન કહેવામા આવે છે. કારણ કે આ રમણીય હિલ સ્ટેશન વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.
નંદુરબાર મહારાષ્ટ્રના ખાનદેશ ક્ષેત્રનો એક જિલ્લો છે. પહેલા ધૂળે શહેર પણ નાંદુરબાર સાથે જ મળેલું હતું જે પાછળથી 1988માં તેનાથી છૂટું પડી ગયું. આ જગ્યા તેના ગરમ પાણીના ઝરણા માટે જાણીતુ છે.
આ પણ વાંચો: લૂ થી બચવાના ઉપાયો: ઉનાળાની કાળઝાળ ગરમી અને લૂ થી બચવા કરો આટલા ઉપાય
તોરણમાલ જવા માટે શાહદા શહેરથી પહોંચી શકાય છે. તે અહિંથી 50 કીમી દૂર આવેલુ છે. આ સ્થળ સુરત થી માત્ર 250 કીમી દૂર આવેલુ છે. તોરણમાલ ગામ ચારેબજુ હરિયાળી થી ઘેરાયેલુ છે. તેનો એક ભાગ ઝરણા થી ઘેરાયેલો છે. અહિં કેટલાક અન્ય મર્યટન સ્થળો પણ છે જેની મુલાકાત લેવી આપના માટે આનંદદાયક રહેશે. જેમાં જોવા લાયક સ્થળો મા ખડકી પોઈન્ટ, સીતા ખાઈ (પાણીનું ઝરણું), ગોરખનાથ મંદિર, યશવંત ઝીલ, સનસેટ પોઈન્ટ, વગેરે અહીંના મુખ્ય જોવા લાયક સ્થળો છે

ચોમાસામાં તોરણમલ હિલ સ્ટેશનની સુંદરતા સોળે કળા એ ખીલી ઉઠે છે. અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સ્થળ જોવા લાયક હોય છે. ચારેબાજુથી હરિયાળી અને પાણીના ઝરણાથી ઘેરાયેલી જગ્યા જોવાનો ચોમાસા મા અનેરો લ્હાવો હોય છે. ઉનાળાની ગરમીઓમા અહીંની આબોહવા રાહત ભરી અને સુખદ અનુભવ કરાવે છે. આ કારણ થી અહીં ગરમીના દિવસોમાં પણ મુસાફરી કરવા માટે એક આદર્શ જગ્યા છે. શિયાળાની ઋતુ પણ મુસાફરી કરવા માટે સારો સમય છે. જ્યાં ગુલાબી ઠંડીમા વાતાવરણની ભરપૂર મજા લઈ શકાય.
શાહદા તોરણમલ ની બાજુમા આવેલું એક નાનકડું શહેર છે. જે એક ધાર્મિક સ્થળ છે જેને દક્ષિણ કાશીના નામથી પણ ઓળખવામાં આવે છે. જે અહીંથી લગભગ 14 કિલોમીટર જેટલુ દૂર છે. દક્ષિણ કાશી, પ્રકાશના નામથી પણ ઓળખાય છે અને એક પુરાતત્વીય સ્થળ છે.

અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
1 thought on “Hill Station: ગુજરાત અને મહારાષ્ટ્ર ની સરહદ પર આવેલુ આ છે અદભુત હિલ સ્ટેશન”