ગ્રીષ્મ ઋતુચર્યા: હાલ ગ્રીષ્મ ઋતુ ચાલી રહિ છે. અને ઉનાળાની ગરમી અને લૂ વધી રહ્યા છે. એવામા ગ્રીષ્મ ઋતુમા શરીરમા ક્ફનુ પ્રમાણ ઓછુ થતુ જાય છે અને વાયુનુ પ્રમાણ વધતુ જાય છે. ઉનાળાની ગરમી અને લૂ મા ધ્યાન રાખવામા ન આવે તો સ્વાસ્થ્ય પર ઘણી વિપરીત અસરો પડે છે. એવામા ગ્રીષ્મ ઋતુચર્યા મૂકેલી છે. ઉનાળાની ગરમીઓ મા શું ખાવુ જોઇએ ? શું ન ખાવુ જોઇએ ? અને ગરમી તથા લૂ ન લાગે તે માટે શું ધ્યાનમા રાખવુ જોઇએ તેની માહિતી મેળવીશુ.
ગ્રીષ્મ ઋતુચર્યા
ગ્રીષ્મ ઋતુ મા ગરમી અને લૂ મા સ્વાસ્થ્ય ની ખાસ કાળજી રાખવી જરૂરી છે. ઉનાળા ની ગરમી ઓ મા ખાવા પીવામા અને લાઇફસ્ટાઇલ મા જો ધ્યાન ન રાખવામા આવે તો ડી હાઇડ્રેશન અને અન્ય બીમારીઓ થવાની શકયતાઓ રહે છે. તેથી ઉનાળા મા ખાવા પીવામા અને લાઇફ સ્ટાઇલ મા શું કાળજી રાખવી તેની માહિતી મેળવીશુ.
કયો આહાર લેવો ?
ગ્રીષ્મ ઋતુ મા ખાવા પીવામા ખાસ કાળજી લેવી જરૂરી છે. ઉનાળા મા ખાવા પીવામા નીચેના જેવા પદાર્થો નો ખાસ ડાયટ મા સમાવેશ કરવો જોઇએ.
- ઉનાળામા ગળ્યા, તુરા, કડવા અને પાચનમા હળવા તથા પ્રવાહિ આહારનો ખોરાક મા ખાસ સમાવેશ કરવો જોઇએ.
- ગાયનુ દૂધ, ઘી, માખણ જેવી ડેરી પ્રોડકટ ખોરાકમા લેવી જોઇએ.
- ઘંઉ, ચોખા, મગ જેવા ધાન્ય ખોરાકમા લઇ શકાય.
- તરબૂચ, સંતરા, દ્રાક્ષ, કાકડી જેવા ફળ લેવાથી શરીરમા પાણીનુ પ્રમાણ ઘટશે નહિ.
- કેરી. મોસંબી,ટેટી,મોસંબી,ટેટી,દાડમ,આમળા, જેવા ઋતુ અનુસાર આવતા ફળ નો આહાર મા સમાવેશ કરવો જોઇએ.
- ઉનાળાની ગરમીઓમા લીંબુ શરબત ખાસ પીતા રહેવુ જોઇએ. જેથી શરીરમા એનર્જી જળવાઇ રહેશે.
- ચીકુ,સીતાફળ જેવા ફળ લઇ શકાય.
- પરવળ, તાંદળજો, દૂધી, તથા વેલાના શાકભાજી આહારમા લઇ શકાય.
- ગોળપાણી, નારિયેળ, વરિયાળી શરબત જેવા પ્રવાહિ ખાસ લેવા જોઇએ.
- ખીર, શ્રીખંડ, બાસુંદિ, કેરીનો રસ,રસ,શેરડી નો રસ, ફૃટ જ્યુસ વગેરે લેવા જોઇએ.
- ઉનાળાની ગરમીઓ મા વધુમા વધુ પાણી પીવુ જોઇએ.
- ફ્રીજનુ ઠંડુ પાણી પીવાને બદલે માટલાનુ પાણી પીવુ જોઇએ.
કયો આહાર ન લેવો ?
ઉનાળાની ગરમી ઓ મા અમુક પ્રકારના આહાર થી દૂર રહેવુ જોઇએ. જેથી સ્વાસ્થ્ય જાળવી શકાય.
- તીખા, ખાટા, ખારા અને પચવામા ભારે આહાર લેવાનુ ટાળવુ જોઇએ.
- લસણ, મરચા,રીંગણ જેવો ગરમ ખોરાક લેવાનુ ખાસ ટાળવુ.
- ટામેટા, તળેલા આહાર લેવાનુ ટાળવુ જોઇએ.
- ગરમીઓ મા બહારનો મસાલેદાર ખોરાક લેવાનુ ટાળવુ જોઇએ.
ગરમી અને લૂ મા શું ધ્યાન રાખવુ ?
- ઉનાળાની ગરમી અને તાપમા બપોરે બહાર નીકળવાનુ ટાળવુ જોઇએ.
- સુતરાઉ અને શરીર ઢંકાઇ તેવા કપડા પહેરવા જોઇએ.
- ઉનાળામા વધુ પડતો શ્રમ કે વ્યાયામ કરવા નહિ.
- બપોરના સમયે ક્રિકેટ જેવી રમતો રમવાનુ ટાળવુ જોઇએ.
- બપોરના સમયે થોડો આરામ કરવો જોઇએ તથા રાત્રે પણ પુરતી ઊંઘ લેવી જોઇએ.
- દિવસમા 2 વખત ઠંડા પાણીથે સ્નાન કરવુ જોઇએ.
- શકય એટલો વધુ પ્રવાહિ આહાર લેવો જોઇએ.
- કોઇ વ્યકતિ ને ગરમી અને લૂ લાગે તો તુરંત પ્રાથમિક સારવાર આપવી જોઇએ.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
1 thought on “ગ્રીષ્મ ઋતુચર્યા: ગ્રીષ્મ ઋતુ મા તાપથી બચવા શું ખાવુ ? શું ન ખાવુ ? શું ધ્યાન મા રાખશો ?”