ક્રિકેટ ન્યુઝ: ક્રિકેટ જગતના મોટા સમાચાર, હાર્દિક પંડયા ની ઇજાને લીધે IPL રમવા ઉપર પ્રશ્ન, કોણ બનશે મુંબઇ નો નવો કેપ્ટન

ક્રિકેટ ન્યુઝ: IPL ન્યુઝ: IPL લીગ શરૂ થવાને આડે હવે 2-3 મહિના જેટલો જ સમય બાકી છે. ત્યારે IPL નુ ખેલાડીઓનુ મીની ઓકશન થોડા દિવસ પહેલા યોજાયુ હતુ. જેમા ખેલાડીઓ પર કરોડો ની બોલી લાગી હતી. તે અગાઉ હાર્દિક પંડયાના ગુજરાત ટાઇટન્સ માથી મુંબઇ ઇન્ડીયન્સ મા જવાના સમાચારો એ ક્રિકેટ ચાહઓમા ઘણી ચર્ચા જગાવી હતી. ઉલ્લ્લેખનીય છે કે હાર્દિક ના મુંબઇ ઇન્ડીયન્સ મા ગયા બાદ તુરંત તેને કેપ્ટન જાહેર કરવામા આવ્યો હતો.

ક્રિકેટ ન્યુઝ

PTI ના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સીરીઝ સુધી ફિટ થશે નહીં. આ ઉપરાંત તેની ઇજા વધુ હોવાથી આઇપીએલ મા રમવા ઉપર પણ શંકા વ્યકત કરવામા આવી છે. જો કે હાર્દિકની ફિટનેસ અંગે BCCI કે મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ જાહેર કરવામા આવ્યું નથી

  • ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા ની ફીટનેસ બાબતે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
  • હાર્દિક પંડ્યા પણ IPL 2024 માંથી બહાર થાય તેવી શકયતા
  • મળતા સમાચાર મુજબ હાર્દિક પંડ્યાના પગની ઘૂંટીમાં થયેલી ઈજા ઘણી ગંભીર છે

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર સ્ટાર ખેલાડી અને થોડા સમય પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે નિયુક્ત થયેલા હાર્દિક પંડ્યા ની ફીટનેસ બાબતે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, હાર્દિક પંડ્યા IPL 2024 માંથી બહાર થાય તેવી શકયતાઓ રહેલી છે. મળતા અહેવાલો મુજબ, હાર્દિક પંડ્યાના પગની ઘૂંટીમાં થયેલી ઈજા ઘણી ગંભીર છે અને તેના માટે સમયસર ફિટ થવું મુશ્કેલ છે. જો હાર્દિક પંડયા સમયસર ફીટ નહી થાય તેની ખોટ માત્ર મુંબઈ ઈન્ડિયન્સ માટે જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયા ને પણ પડશે.

એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હાર્દિક પંડ્યા ઈજાના કારણે લાંબા સમય સુધી ક્રિકેટ નહી રમી શકે. જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામે રમાનારી ટી-20 સિરીઝ સિવાય તે IPL 2024 પણ ન રમી શકે તેવી શકયતાઓ રહેલી છે. મતલબ કે હાર્દિકને ક્રિકેટમા પરત ફરવામાં 2-3 મહિનાનો સમય લાગે તેવી શકયતાઓ છે, જો આવું થશે તો તે ટી 20 વર્લ્ડ કપ 2024 સુધી મા ફીટ થાય તેવી શકયતાઓ છે. PTIના અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સીરીઝ સુધી ફિટ રહેશે નહીં. જોકે હાર્દિકની ફિટનેસ અંગે BCCI કે મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ જારી કરવામા આવ્યું નથી.

IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ

  • હાર્દિક પંડ્યા (કેપ્ટન)
  • રોહિત શર્મા
  • ડેવાલ્ડ બ્રુઈસ
  • સૂર્યકુમાર યાદવ
  • ઈશાન કિશન
  • તિલક વર્મા
  • ટિમ ડેવિડ
  • વિષ્ણુ વિનોદ
  • અર્જુન તેંડુલકર
  • શમ્સ મુલાની
  • નેહલ વઢેરા
  • જસપ્રિત બુમરાહ
  • કુમાર કાર્તિકેય
  • પીયુશ. ચાવલા
  • આકાશ મધવાલ
  • જેસન બેહરનડોર્ફ
  • રોમારિયો શેફર્ડ
  • ગેરાલ્ડ કોએત્ઝી
  • દિલશાન મધુશંકા
  • શ્રેયસ ગોપાલ
  • નમન ધીર
  • અંશુલ કંબોજ
  • નુવાન તુશારા
  • મોહમ્મદ નબી
  • શિવાલિક શર્મા

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
ક્રિકેટ ન્યુઝ
ક્રિકેટ ન્યુઝ

Leave a Comment

error: Content is protected !!