શ્રીમદ ભગવદગીતા: શાળાઓમા હવે ભણાવાશે ગીતાજીના પાઠ, શિક્ષણની સાથે થશે સંસ્કારોનુ સિંચન

શ્રીમદ ભગવદગીતા: ગીતા જયંતિ નિમિતે રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામા આવ્યો છે. હવે હોરણ 6 થી 12 મા શ્રીમદ ભગવદગીતા ના પાઠ વિષય તરીકે ભણાવવામા આવશે. શિક્ષણ ની સાથે સાથે વિદ્યાર્થીઓમા સંસ્કારોનુ સિંચન થાય તે માટે રાજય સરકાર દ્વારા આ મહ્ત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. શ્રીમદ ભગવદગીતા નો વિષય તરીકે સમાવેશ કરવામા આવ્યો છે. જૂન 2024 થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી તેનો અમલ કરવામા આવશે.

શ્રીમદ ભગવદગીતા

  • ગીતા જયંતિ પર રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
  • ધોરણ 6 થી 12 મા ભણાવાશે ગીતાજી ના પાઠ
  • પ્રથમ તબક્કામા ધોરણ 6 થી 8 ને આવરી લેવામા આવશે
  • વિદ્યાર્થીઓને ચિત્ર વાર્તા સાથે ભણાવાશે ગીતાજીના પાઠ
  • પાઠયપુસ્તકને નામ અપાયુ શ્રીમદ ભગવદગીતા ના સિદ્ધાંતો અને મૂલ્યો
  • શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયુ નવુ પુસ્તક
  • શિક્ષણ વિભાગે વિમોચન કર્યુ નવા પુસ્તકનુ

સરકારે ભગવદગીતાના પાઠ ભણવાના અને તેના થકી વિદ્યાર્થીઓ મા થનાર સંસ્કાર સિંચન ના અનેક ફાયદા ગણાવ્યા છે. આ પુસ્તકનો અભ્યાસમા સમાવેશ કરવા પાછળ વિદ્યાર્થીઓને સરળ ભાષામાં ભગવદગીતાની સમજણ મળે તેવો હેતુ રહેલો છે. ભગવદગીતા ભણવાથી વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનના અનેક સવાલોના જવાબ મળશે


આજે ગીતા જયંતિ નિમિતે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી હતી. શાળાઓમાં ધોરણ 6 થી 12 ના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદગીતાનો સમાવેશ કરવામા આવ્યો છે. પહેલા તબક્કામાં ધોરણ 6 થી 8 ને આવરી લેવામા આવનાર છે. ગીતા જયંતિના દિવસે જ સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે. આવનારી પેઢીમાં શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી આ નિર્ણય લઇ શ્રીમદ ભગવદગીતાનો અભ્યાસક્રમ મા સમાવેશ કરવામા આવ્યો છે. સરકારે ભગવદગીતાના પાઠ ભણવાથી વિદ્યાર્થીઓને થનાર અનેક ફાયદા ગણાવ્યા છે. વિદ્યાર્થીઓને સરળ ભાષામાં ભગવદગીતાની સમજણ આપવામા આવશે.

શાળા આપશે ગીતા જ્ઞાન

ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં ગીતાના પાઠ નો સમાવેશ કરવામા આવ્યો છે. નવા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતુ. રાજ્યના શિક્ષણ વિભાગે આ પુસ્તકને તૈયાર કર્યું છે. પુસ્તકમાં ગીતાના મંત્ર અને તેનું ગુજરાતીમાં ભાષાંતર સરળ ભાષામા આપવામા આવ્યુ છે. સાથે ચિત્રાત્મક રજૂઆત કરવામા આવી છે. 2024ના નવા સત્રથી શાળામાં ગીતાના પાઠ ભણાવવામા આવશે. પુસ્તકમાં સચિત્ર વિગત પણ આપવામાં આવી છે.

  • શિક્ષણક્ષેત્રે આજનો દિવસ મહત્વનો દિવસ
  • ગીતાના સિદ્ધાંતો એટલે ભગવાનની વાણી
  • દુનિયા ગીતાના સિદ્ધાંતોના આધારે જ કરી રહી છે કામ

શું કહ્યું શિક્ષણમંત્રીએ ?

શ્રીમદ ભગવદગીતા ના અભ્યાસક્રમ મા તૈયાર કરાયેલા પુસ્તકનુ રાજયના શિક્ષણમંત્રીશ્રીના હસ્તે વિમોચન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે રાજ્યના શિક્ષણમંત્રીશ્રી એ જણાવ્યુ હતુ કે સિલેબસ ને રસપ્રદ બનાવવા ઘણી મહેનત કરવામા આવી છે. ગીતાજીના અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓનો સ્ટ્રેસ ઓછો થશે. આત્મહત્યાના કેસમાં પણ ઘટાડો થશે. અર્જુન સૌપ્રથમ ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. કૃષ્ણએ ગીતાનું જ્ઞાન આપી તેને ડિપ્રેશનમાંથી બહાર કાઢ્યો હતો. ભગવદગીતા ના ભણાવેલા અંગે પરીક્ષા પણ લેવામા આવશે.

અગત્યની લીંક

શ્રીમદ ભગવદગીતા નવુ પાઠયપુસ્તક PDFઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
શ્રીમદ ભગવદગીતા
શ્રીમદ ભગવદગીતા

Leave a Comment

error: Content is protected !!