CSK New Jersey: dhoni New Jersey Designs: IPL ની 17 મી સીઝન નજીક આવી રહિ છે. IPL શરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. IPL મા ભારતના પૂર્વ સ્ટાર ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની સૌ કોઇના ફેવરીટ ખેલાડી હોય છે. અને તેની ટીમ ચેન્નઇ સુપર કિંગ્સ પણ ફેવરીટ ટીમ હોય છે. IPL ની આવનારી સીઝનમા ધોની ની સેના નવા રૂપ મા જોવા મળશે. ચેન્નઇ સુપર કિંગ્સ ટીમ માટે નવી જર્સી ડીઝાઇન CSK New Jersey જાહેર કરવામા આવી છે. ચલઓ જોઇએ આ નવી જર્સીની ડીઝાઇન ના ફોટોઝ અને તેની ખાસીયત.
CSK New Jersey
આવનારી IPL સીઝ્ન માટે ધોની એન્ડ કંપનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની નવી જર્સી ની ડીઝાઇન જાહેર કરવામા આવી છે. ચેન્નાઈએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જર્સી ની ડીઝાઇન જાહેર કરી છે. મહેન્દ્રસિંહ ધોની ના ચાહકો IPL ની રાહ જોઇને બેઠા હોય છે. કારણ કે ધોની ને રમતા જોવા નો લ્હાવો માત્ર IPL મા જ મળે છે. CSK ના ચાહકો માટે આ એક સારા સમાચાર છે. ચેન્નાઈના ચાહકો ઘણા સમયથી ચેન્નાઈની નવી જર્સીની ડીઝાઇન ની રાહ જોઈ રહ્યા હતા. હવે ચાહકો પણ તેને ઓર્ડર કરી ઓનલાઇન મંગાવી શકે છે.
- IPL 2024 પહેલા ધોની ના ચાહકો માટે આવ્યા મોટા સમાચાર આવ્યા
- ચેન્નાઈએ આઈપીએલ સીઝન 17 માટે તેની નવી જર્સી ડીઝાઇન જાહેર કરી
- ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સીના બંને ખભા પર આર્મી ગ્રીન સ્ટ્રીપ્સ લગાવવામા આવી છે.
આ પણ વાંચો: Fastag Bank List: 29 ફેબ્રુઆરી બાદ કયા ફાસ્ટેગ ચાલુ રહેશે, કયા બંધ થશે; હાઇવે ઓથોરીટીએ જાહેર કર્યુ લીસ્ટ
Chennai Super Kings Jersey for IPL 2024.💛💥
— Rishabh Singh Parmar (@irishabhparmar) February 15, 2024
THALA Army is Ready To Roar.🔥🦁#MSDhoni #THALA #CSK #ChennaiSuperKings #IPL #IPL2024 pic.twitter.com/r6sBt9otEM
CSK 5 વખત જીત્યુ છે IPL
ઉલ્લેખનીય છે કે IPLની સૌથી સફળ ટીમ બાબતે ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી લીધી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ બંનેએ અત્યાર સુધીમાં 5-5 વખત આઈપીએલ ટાઈટલ જીતી ચૂકયા છે. ગત વર્ષે ચેન્નાઈએ IPL 2023માં ગુજરાત ટાઇટન્સને ફાઇનલ મા હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી હતી. આ પહેલા IPLની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ હતી જેણે 5 વખત IPL ટ્રોફી જીતી હતી, પરંતુ 2023 ટ્રોફી જીતીને ચેન્નાઈ પણ IPLની સૌથી સફળ ટીમ બની ગઈ છે.
CSK ની નવી જર્સી ની ખાસીયત
CSK ની આ નવી જર્સીની ડીઝાઇન ની વાત કરીએ તો તેની ઘણી ખાસિયતો રહેલી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સીના બંને ખભા પર આર્મી ગ્રીન સ્ટ્રીપ્સ લગાવવામા આવી છે. આ ડિઝાઈન નવી નથી. ઇન્ડીયન આર્મીના સન્માનમાં ચેન્નાઈની જૂની જર્સી ની ડીઝાઇનમાં પણ આ સ્ટ્રીપ લગાવવામાં આવી હતી. આ ઉપરાંત, જ્યાં CSK લોગો મૂકવામાં આવ્યો છે ત્યાં 5 સ્ટાર રાખવામા આવ્યા છે. આ તમામ સ્ટાર્સ નો અર્થ એ થાય છે કે ચેન્નાઈ અત્યાર સુધીમા 5 વખત આઈપીએલ ટાઈટલ જીતી ચુકી છે. ચેન્નાઈએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જર્સી ને નવી ડીઝાઇન જાહેર કરી છે અને તેની ખાસિયતો પણ જણાવી છે. તમને જણાવી દઈએ કે જર્સી જાહેર કરવાની સાથે CSK એ પણ ઓનલાઇન ઓર્ડર લેવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો: PM Surya Ghar Yojana: મફત વિજળી યોજના માટે રજીસ્ટ્રેશન શરૂ, મળશે 300 યુનીટ Free વિજળી; લાઇટબીલ આવશે ઝીરો
શું ધોનીની આ અંતિમ સીઝન હશે ?
સમગ્ર દેશમા ધોની ના કરોડો ક્રિકેટ ચાહકો આવેલા છે. શું ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી આઈપીએલ સિઝન હશે કે કેમ તે બાબતે તર્ક લગાવી રહ્યા છે. છેલ્લા 2-3 વર્ષથી એવા અહેવાલો આવી રહ્યા છે કે ધોની ગમે ત્યારે IPLમાંથી નિવૃત્તિ લે તેવી શકયતા છે. ધોની પણ IPL 2024 રમવા માંગતો ન હતો, પરંતુ તેણે કહ્યું કે પ્રશંસકોના અપાર પ્રેમને કારણે તે આ આઇપીએલ સીઝન રમશે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
1 thought on “CSK New Jersey: IPL મા ધોની સેના જોવા મળશે નવા રૂપમા, ચેન્નઇ સુપર કિંગ્સની નવી જર્સી ડીઝાઇન ડીકલેર”