IPL Auction List: IPL નુ હરાજી નુ લીસ્ટ તૈયાર, 333 ખેલાડી પર લાગશે કરોડોની બોલી; જાણો કય ખેલાડીની શું છે બેઝપ્રાઇસ

IPL Auction List: IPL Player List: IPL શરૂ થવાને આડે હવે 3-4 મહિના જેટલો સમય બાકી છે. તે પહેલા BCCI તરફથી IPL 2024 ની તૈયારીઓ શરૂ થવા માંડી છે. 19 ડિસેમ્બરે દુબઇ મા IPL 2024 માટે ઓકશન યોજાનાર છે. IPL ઓકશન માટે 1100 કરતા વધુ ખેલાડીઓ એ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. તે પૈકી BCCI દ્વારા 333 ખેલાડીઓને શોર્ટલીસ્ટ કરવામા આવ્યા છે. 19 ડિસેમ્બરે યોજાનાર IPL Auction મા આ 333 ખેલાડીઓ પર બોલી લાગશે.

IPL Auction List

IPL 2024 માટે 19 ડિસેમ્બરે દુબઇ મા ખેલાડીઓનુ ઓકશન થનાર છે. જેમા 333 ખેલાડીઓ પર ફ્રેંચાઇઝીઓ કરોડોની બોલી લગાવશે. તમામ 10 ટીમમા કુલ 77 જેટલા ખેલાડીઓ માટે સ્લોટ ખાલી છે. એટલે કે આ 333 પૈકી 77 ખેલાડીઓ પર બોલી લાગશે.

IPL 2024 પહેલા થનાર ઓકશન મા જે ખેલાડીઓ પર બોલી બોલાશે તેનુ લીસ્ટ BCCI તરફથી જાહેર કરવામાં આવ્યું છે. દુબઈમાં 19 ડિસેમ્બરના રોજ IPLની હરાજી યોજાનાર છે. જે ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. આ હરાજી માટે બધી ફ્રેંચાઇઝીઓ એ તૈયારી કરી લીધી છે. BCCI ની પ્રેસ રિલીઝ અનુસાર આ વર્ષે કુલ 333 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે, જેમાં 214 ભારતીય ખેલાડી અને 119 વિદેશી ખેલાડી નો સમાવેશ થાય છે.

IPL Player List

આ વર્ષે યોજાનાર ઓકશન મા બે એસોસિએટ દેશોના ખેલાડીઓ નો પણ આ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 333 ખેલાડીઓ પૈકી 111 કેપ્ડ પ્લેયર છે અને 215 અનકેપ્ડ પ્લેયર નો સમાવેશ થયો છે. બધી ટીમો પાસે કુલ 77 ખેલાડીઓ ના સ્લોટ ખાલી છે, 333 પ્લેયર્સમાંથી 77 ખેલાડી પર જ બોલી લાગશે.

આ લિસ્ટમાં 23 ખેલાડી એવા છે, જેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા જેટલી છે. 13 ખેલાડીઓની બેઝ પ્રાઈસ 1.5 કરોડ રૂપિયા છે. અન્ય ખેલાડીઓની બેઝ પ્રાઈસ 1 કરોડ, 50 લાખ, 30 લાખ અને 10 લાખ રૂપિયા જેટલી રાખવામા આવી છે. થોડા દિવસો પહેલા જ તમામ ટીમોએ રિલીઝ અને રિટેન કરેલ ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું હતું, જેમાંથી અનેક પ્લેયર્સને રિલીઝ કરવામાં આવ્યા હતા.

IPL હરાજીમાં ઘણા જાણીતા નામ પન છે. વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત સામે સદી ફટકારનાર ટ્રેવિસ હેડ પણ હરાજીમાં શામેલ છે. ટ્રેવિસ હેડની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. મિચેલ સ્ટાર્ક, સ્ટીવ સ્મિથ, પેટ કમિંસ અને જોશ ઈંગ્લિસ જેવા ઓસ્ટ્રેલીયન ખેલાડી પણ હરાજીમાં શામેલ થશે. આ તમામ ખેલાડીની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે.

BCCI એ આ શોર્ટલીસ્ટ કરેલા 333 ખેલાડીઓનુ લીસ્ટ જાહેર કર્યુ છે. જેમા આ ખેલાડીઓની વિગતો જાહેર કરવામા આવી છે. જેમ કે તે કયા દેશના છે ? અગાઉ કેટલી IPL રમેલ છે ? બેઝ પ્રાઇસ શું છે ? કેટલી ઉંમર છે ? બોલર છે, બેટસમેન છે કે ઓલ રાઉન્ડર છે ?

અગત્યની લીંક

IPL Auction List Pdfઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
IPL Auction List
IPL Auction List

1 thought on “IPL Auction List: IPL નુ હરાજી નુ લીસ્ટ તૈયાર, 333 ખેલાડી પર લાગશે કરોડોની બોલી; જાણો કય ખેલાડીની શું છે બેઝપ્રાઇસ”

Leave a Comment

error: Content is protected !!