IPL PLAYOFF LIST: IPL મા ભારે કટોકટી, કઇ ટીમો પહોંચશે પ્લે ઓફ મા; સમજો પ્લે ઓફ ના સમીકરણો

IPL PLAYOFF LIST: ક્રિકેટ નો મહાકુંભ IPL હાલ ભારે રોમાંચક તબક્કામા ચાલી રહ્યો છે. ઘણા ઉલટફેર વચ્ચે IPL ની અડધાથી વધુ મેચો પુરી થઇ ચૂકી છે. અને દિગ્ગજ કહિ શકાય તેવી ટીમો પ્લે ઓફ ની રેસમાથી બહાર થઇ ચૂકી છે તો પ્લે ઓફ મા પહોંચવા માટે દાવેદાર મનાતી ટીમો સતત હાર ને લીધે પ્લે ઓફ મા પહોંચવા ઝઝૂમી રહિ છે. ચાલો જાણીએ કઇ ટીમો પ્લે ઓફ મા પહોંચવા દાવેદાર છે ?

IPL POINT TABLE 2024

IPL ના પ્લે ઓફ એટલે કે સેમી ફાઇનલ મા પહોંચવા માટે કઇ ટીમો દાવેદાર છે તે જોતા પહેલા જાણીએ પોઇન્ટ ટેબલ મા કઇ ટીમ ની શું પોઝીશન છે ?

IPL નુ લેટેસ્ટ પોઇન્ટ ટેબલ નીચે મુજબ છે.

પોઝીશનટીમરમ્યાજીત્યાહાર્યાનો રીઝલ્ટપોઇન્ટનેટ રનરેટ
1RR9810160.694
2KKR8530100.972
3CSK9540100.810
4SRH9540100.075
5LSG9540100.059
6DC1055010-0.276
7GT104608-1.113
8PBKS93606-0.187
9MI93606-0.261
10RCB103706-0.415

આ પણ વાંચો: Gold Price 1964 to 2024: 1964 મા રૂ.63 થી 2024 મા 73500 સુધી આ રીતે વધ્યો સોનાનો ભાવ; છેલ્લા 60 વર્ષનો સોનાનો ભાવ

IPL PLAYOFF LIST

IPL પ્લે ઓફ માટે 50 % સમીકરણો આમ તો સ્પષ્ટ થઇ ગયા છે. અમુક ટીમો પ્લે ઓફ ની રેસ માથી બહાર થઇ ચૂકી છે તો અમુક ટીમ પ્લે ઓફ મા પહોંચવા માટે નિશ્વિત છે. ચાલો જોઇએ કઇ ટીમ ની કેટલી છે શકયતા.

  • પ્લે ઓફ મા પહોંચવા માટે રાજસ્થાન રોયલ નિશ્વિત માનવામા આવે છે. રાજસ્થાન હાલ પોઇન્ટ ટેબલ મા 9 મેચમા 16 પોઇન્ટ સાથે ટોચ પર છે. અને તેને હજુ 5 મેચ રમવાની બાકી છે. અને રાજસ્થાન નુ હાલ પરફોર્મન્સ જોતા તેને પ્લે ઓફ મા રમવા માટે નિશ્વિત માનવામા આવે છે.
  • રોયલ ચેલેન્જર બેંગ્લોર પ્લે ઓફ ની રેસ માથી બહાર થઇ ચૂકી છે. બેંગ્લોર ના હાલ 10 મેચ મા માત્ર 6 પોઇન્ટ જ છે. હવે તેની બાકીની 4 મેચ જીતે તો પણ તેની પ્લે ઓફ મા પહોંચવાની શકયતા નહિવત છે.
  • મુંંબઇ ઇન્ડીયન્સ ના હાલ 9 મેચમા માત્ર 6 પોઇન્ટ જ છે. અને તેને 5 મેચ રમવાની બાકી છે. હવે જો મુંબઇ ધમાકેદાર પ્રદર્શન કરી તેની બાકીની 5 મેચ જીતે તો તેના 16 પોઇન્ટ થાય. પરંતુ આવુ કરવા માટે તેને અન્ય ટીમો ના પ્રદર્શન પર પણ આધાર રાખવો પડશે સાથે સાથે નેટ રનરેટ પણ ઉંચી લાવવી પડશે. આમ મુંંબઇ ઇન્ડીયન્સ ની પણ પ્લે ઓફ મા પહોંચવા માટેની શકયતાઓ ખૂબ ઓછી છે.
  • આજ રીતે ગુજરાત ટાઇટન્સ અને પંંજાબ ની પણ પોઇન્ટ ટેબલ મા સારી સ્થિતિ નથી. આ બન્ને ટીમો ને તેની બાકીની તમામ મેચ જીતવાની સાથે સાથે નેટ રનરેટ ખૂબ ઉંચી લાવવી પડશે. છતા પણ અન્ય ટીમો ના પ્રદર્શન પર તેનો આધાર રહેશે. આમ GT અને PBKS ની પણ પ્લે ઓફ મા પહોંચવા માટેની શકયતાઓ નહિવત જેવી જ છે.
  • પ્લે ઓફ મા રાજ્સ્થાન સિવાય બાકીની 3 જગ્યા માટે કોલકતા, ચેન્નઇ, દિલ્હી, લખનૌ, અને હૈદ્રાબાદ એમ 5 ટીમો વચ્ચે હરીફાઇ ચાલી રહિ છે. ચાલો જોઇએ આ 5 ટીમોની શું પોઝીશન છે ?
  • ચેન્નઇ ના 9 મેચમા 10 પોઇન્ટ છે અને તેને હજુ 5 મેચ રમવાની બાકી છે. આમ ચેન્નઇ નુ આવનારા મેચોના પ્રદર્શન પર તે પ્લે ઓફ મા રમશે કે નહિ તેના પર આધાર રાખે છે.
  • એ જ રીતે હૈદ્રાબાદ ન અપણ 9 મેચમા 10 પોઇન્ટ છે. અને તેને 5 મેચ રમવાની બાકી છે. પરંતુ હૈદ્રાબાદ નુ છેલ્લા 2 મેચમા ખૂબ ખરાબ પ્રદર્શન રહ્યુ છે. અને તેને 4 મેચ જીતવી જરૂરી બની જાય છે.
  • લખનૌ ના પણ 9 મેચમા 10 પોઇન્ટ છે અને તેને 5 મેચ રમવાની બાકી છે. એટલે લખનૌ એ પણ તેની 4 મેચ જીતવી પડશે અને નેટ રનરેટ ઉંચી લાવવી પડશે.
  • દિલ્હી ના 10 મેચમા 10 પોઇન્ટ છે અને તેને હવે માત્ર 4 મેચ જ રમવાની બાકી છે. દિલ્હી એ તેની બાકીની તમામ મેચ જીતવી ફરજીયાત છે.

IPL મા હાલ તમામ મેચોમા થઇ રહેલા ઉલટફેર ને જોતા કયારે કઇ ટીમ આગળ વધે તે નિશ્વિત રહેતુ નથી. આમ આવનારી મેચો રોમાંચક બની રહેશે તે નિશ્વિત છે.

અગત્યની લીંક

IPL OFFICIAL WEBSITEઅહિં કલીક કરો
HOME PAGEઅહિં ક્લીક કરો
whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
IPL PLAYOFF LIST
IPL PLAYOFF LIST

IPL ફાઇનલ કઇ તારીખે અને કયા રમાશે ?

IPL ફાઇનલ 26 મે ના રોજ ચેન્નઇ મા રમાશે.

Leave a Comment

error: Content is protected !!