જ્ઞાન સહાયક ભરતી: શાળાઓમા થશે 25000 જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી, પગાર ધોરણ 21000 થી 26000; પરિપત્ર ડીકલેર

જ્ઞાન સહાયક ભરતી: Gyan Sahayak Bharti: રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમા શિક્ષકોની ઘટ દૂર કરવા પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવાની યોજના અમલમા હતી જે રદ કરી હવે રાજય સરકાર દ્વારા જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કરવામા આવશે. જ્ઞાન સહાયકની કેટલી ભરતી થશે ? જ્ઞાન સહાયકનો પગાર શું હશે ? જ્ઞાન સહાયકની ભરતી કઇ રીતે થશે ? આ તમામ માહિતી માટે જ્ઞાન સહાયક ભરતીનો ઓફીસીયલ પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે.

જ્ઞાન સહાયક ભરતી

રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમા જ્ઞાન સહાયક ની ભરતી કરવા માટે શિક્ષણ વિભાગે વિગતવાર ઠરાવ બહાર પાડયો છે. જેમા નીચે મુજબ કરાર આધારીત શિક્ષકોની ભરતી કરવામા આવશે.

  • પ્રાથમિક શાળાઓમા જ્ઞાન સહાયક ભરતી
  • માધ્યમિક શાળાઓમા જ્ઞાન સહાયક ભરતી
  • ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા જ્ઞાન સહાયક ભરતી
  • પ્રાથમિક શાળાઓમા ખેલ સહાયક ભરતી
  • માધ્યમિક શાળાઓમા ખેલ સહાયક ભરતી

આ પણ વાંચો: Spoken English: સ્પોકન ઈંગ્લીશ શીખવા ક્લાસ નહિ કરવા પડે, ઘરેબેઠા free મા ફોનથી શીખવશે આ એપ.

પ્રાથમિક શાળાઓમા જ્ઞાન સહાયક ભરતી

પ્રાથમિક શાળાઓમા જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી નીચેની રીતે કરવામા આવશે.

  • મિશન સ્કૂલ ઓફ એકસલન્સ અંતર્ગત પસંદ થયેલી શાળાઓમા નિમણૂંક આપવામા આવશે.
  • રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી TET-2 પરીક્ષામા પાસ થયેલા ઉમેદ્વારોને નિમણૂંક આપવામા આવશે.
  • રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી TET-2 પરીક્ષામા પાસ થયેલા ઉમેદવારોને મેરીટ આધારીત નિમણૂંક આપવામા આવશે.
  • જ્ઞાન સહાયકની કરાર આધારીત ભરતી કરવામા આવશે જેનો કરારનો સમયગાળો 11 માસનો રહેશે.
  • જ્ઞાન સહાયકોની દર વર્ષે ઓનલાઇન ભરતી કરવામા આવશે જેમા જ્ઞાન સહાયક અગાઉ જે શાળામા હતા તે શાળાની પસંદગી કરે તો તેને અગ્રતા આપવામા આવશે.
  • ઉમેદવારોએ ઓનલાઇન આપેલી શાળા પસંદગી અને તેના મેરીટના આધારે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા શાળા ફાળવણી કરવામા આવશે.
  • જે વર્ષે જ્ઞાન સહાયકની ભરતી જાહેરાત આપવામા આવે તેના 5 વર્ષ પહેલા TET-2 પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકસે નહિ.
  • કરાર પુરો થતા જ્ઞાન સહાયક શિક્ષકની કામગીરીની SMC અને CRC કો-ઓર્ડીનેટર દ્વારા સમીક્ષા કરવામા આવશે.
  • જ્ઞાન સહાયક શિક્ષકને માસિક રૂ.21000 (એકવીસ હજાર્) ફીકસ વેતન ચૂકવવામા આવશે.

પ્રાથમિક શાળાઓમા જ્ઞાન સહાયક શિક્ષક ભરતીની અન્ય વિગતવાર સૂચનાઓ માટે આ પોસ્ટમા નીચે ઓફીસીયલ ઠરાવ ની PDF ડાઉનલોડ કરવાની લીંક મૂકેલ છે. જેનો અભ્યાસ કરશો.

આ પણ વાંચો: Gold Price: આજના સોના ના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદિ ના લેટેસ્ટ ભાવ

માધ્યમિક શાળાઓમા જ્ઞાન સહાયક ભરતી

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા જ્ઞાન સહાયકની ભરતી માટે નીચે મુજબના ધારાધોરણો નક્કી કરવામા આવ્યા છે.

  • માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી નવી દ્વિસ્તરીય TAT પરીક્ષા પાસ ઉમેદવારોને મેરીટ આધારીત નિમણૂંક આપવામા આવશે.
  • માધ્યમિક શાળામા જ્ઞાન સહાયક શિક્ષકને માસિક રૂ.24000 ફીકસ માનદવેતન આપવામા આવશે.
  • ઉચ્ચતર માધ્યમિક શાળામા જ્ઞાન સહાયક શિક્ષકને માસિક રૂ.26000 ફીકસ માનદવેતન આપવામા આવશે.
  • જ્ઞાન સહાયકની કરાર આધારીત ભરતી કરવામા આવશે જેનો કરારનો સમયગાળો 11 માસનો રહેશે.
  • કરાર પુરો થતા જ્ઞાન સહાયક શિક્ષકની કામગીરીની SMDC દ્વારા સમીક્ષા કરવામા આવશે.

ખેલ સહાયક ભરતી

રાજ્યની પ્રાથમિક શાળાઓમા ખેલ સહાયક ની ભરતી નીચેની રીતે કરવામા આવશે.

  • રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી “ખેલ અભિરૂચી કસોટી” SAT પાસ ઉમેદવારોની મેરીટ આધારીત ભરતી કરવામા આવશે.
  • ખેલ સહાયકને માસિક રૂ. 21000 ફીકસ માનસવેતન ચૂકવવામા આવશે.
  • ખેલ સહાયકની કામગીરીનો સમયગાળો 11 માસનો રહેશે.
  • 300 થી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓ મા ખેલ સહાયકની ભરતી કરવામા આવશે.

માધ્યમિક શાળાઓ મા ખેલ સહાયકની ભરતી પન ઉપરની રીતે જ કરવામા આવશે. ખેલ સહાયક શિક્ષકની ભરતી ની વધુ ડીટેઇલ માહિતી માટે ઠરાવની જોગવાઇઓનો અભ્યાસ કરશો.

અગત્યની લીંક

જ્ઞાન સહાયક ભરતી તમામ ઠરાવ એક PDFઅહિંં ક્લીક કરો
જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગ ઠરાવઅહિં ક્લીક કરો
જ્ઞાન સહાયક માધ્યમિક વિભાગ ઠરાવઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
જ્ઞાન સહાયક ભરતી
જ્ઞાન સહાયક ભરતી

FaQ’s

પ્રાથમિક શાળામા જ્ઞાન સહાયક શિક્ષકને કેટલો પગાર આપવામા આવશે ?

માસિક રૂ. 21000 ફીકસ

માધ્યમિક શાળામા જ્ઞાન સહાયક શિક્ષકને કેટલો પગાર આપવામા આવશે ?

માસિક રૂ. 24000 ફીકસ

ઉચ્ચતર માધ્યમિક શાળામા જ્ઞાન સહાયક શિક્ષકને કેટલો પગાર આપવામા આવશે ?

માસિક રૂ. 26000 ફીકસ

2 thoughts on “જ્ઞાન સહાયક ભરતી: શાળાઓમા થશે 25000 જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી, પગાર ધોરણ 21000 થી 26000; પરિપત્ર ડીકલેર”

  1. I am trained PTC government certi in Hindi medium i am widow i need a job in Ahmedabad in primary section. But my age 45 so .

    Reply

Leave a Comment

error: Content is protected !!