Go Green શ્રમીક યોજના: શ્રમીકો ને સ્કુટર ખરીદવા મળશે 30000 ની સહાય, ઓનલાઇન અરજી પ્રોસેસ

Go Green શ્રમીક યોજના: સ્કુટર સબસીડી યોજના: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે ઘણી સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. શ્રમીકો માટે ઔદ્યોગીક શ્રમયોગી ભારત સરકારના “Green India” મિશનના ભાગીદાર બને અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે તેવા બેટરી થી ચાલતા દ્વી-ચક્રી વાહન ખરીદીને પ્રોત્સાહન આપવા માટે તેને સબસિડી આપવા અંગેની યોજના લાગ કરવામા આવી છે.

ઔદ્યોગીક શ્રમિક દ્વારા બેટરી ઓપરેટેડ દ્વિ-ચક્રી વાહન ખરીદવ માટે ૩૦% રકમ અથવા રૂ.૩૦,૦૦૦/- પૈકી જે ઓછું હશે તે રકમ સહાય પેટે ચૂકવવામાં આવશે તથા દ્વી-ચક્રી વાહનના RTO Registration Tax અને Road Tax પર પણ One time subsidy.

Go Green શ્રમીક યોજના

યોજનાGo Green શ્રમીક યોજના
યોજનાનો ઉદ્દેશ્યશ્રમીકો ને સ્કુટર ખરીદવા સહાય
લાભાર્થી જુથરાજયના નોંધાયેલા શ્રમીકો
સહાય ની રકમસ્કુટર ખરીદીના 50 %
અથવા
30000 રૂ.
અમલીકરણગુજરાત લેબર વેલ્ફેર ફંડ
ઓફીસીયલ વેબસાઈટwww.gogreenglwb.gujarat.gov.in

આ પણ વાંચો; પાલક માતા પિતા યોજના: નિરાધાર બાળકને મળશે દર મહિને રૂ 3000 સહાય, ફોર્મ ડાઉનલોડ કરો

સ્કુટર સબસીડી યોજના નિયમો

આ યોજના હેઠળ સહાય માટે નીચે મુજબના નિયમો છે.

  • આ યોજનાનો લાભ ભારતમા નિર્માણ પામેલા સ્કુટર પર જ મળવાપાત્ર છે.
  • Go Green શ્રમીક યોજના હેઠળ નોંધીયેલા શ્રમીકોને જ લાભ મળવાપાત્ર છે.
  • આ યોજનામા ઈલેકટ્રીક વાહનની કિંમતના 30 % અથવા 30000 બેમાથી જે ઓછુ હોય તે મલવાપાત્ર છે.
  • આ યોજનામા વાહનની Es-Showroom કિંમત પર સબસીડી મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
यह भी पढे:  PM Vishwakarma Yojana: વિશ્વકર્મા લોન યોજના, 5 % ના વ્યાજે મળશે રૂ.3 લાખની લોન; PM મોદિ કરશે આ યોજનાનુ લોન્ચીંગ

ઇલેક્ટ્રીક ટૂ વિલર સબસિડી પાત્રતા ધોરણો

  • ભારત સરકારના “GREEN INDIA MISSION” ને સાર્થક કરવા બાંધકામ શ્રમયોગી પણ ભાગીદાર બને અને તેમનામા પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવે સાથે સાથે તેમને જવા-આવવામાં સુગમતા રહે, નાણાં તથા સમયની બચત થાય અને બાંધકામ સ્થળ નજીક ઝૂંપડપટ્ટી વિસ્તાર છોડી સ્વચ્છ રહેઠાણ વિસ્તારમાં રહે એવા શુભ આશયથી. નીચેની પાત્રતા ધરાવતા બાંધકામ શ્રમિકો યોજના માટે અરજી કરી શકે.
  • (૧) નોંધાયેલા બાંધકામ શ્રમિક
  • (૨) નોંધણી કર્યે ૦૧ વર્ષ પૂર્ણ થયેલ હોવો જોઈએ.
  • દ્વી-ચક્રી વાહનની કિંમતના ૫૦% અથવા રૂ.૩૦,૦૦૦/- પૈકી જે ઓછું હોય તેની મર્યાદામાં One Time Subsidy મળવાપાત્ર થશે. વાહન ડીલરને દ્વી -ચક્રી વાહનની Ex showroom Price કિંમતમાથી મળવાપાત્ર સબસિડીની રકમ બાદ કર્યા બાદ બાકી રહેતી રકમ બાંધકામ શ્રમયોગીએ ચુકવવાની રહેશે.
  • ડિલરે વાહનના વેચાણ બાદ ઓનલાઈન RTO રજીસ્ટ્રેશન તથા રોડ ટેક્ષ સંબંધિત RTO કચેરી અને નગરપાલિકા/મહાનગરપાલિકામાં જમા કરાવવાનો રહેશે. ત્યારબાદ સબસિડી કલેમ સાથે RTO ટેક્ષ તથા રોડ ટેક્ષની ઓનલાઈન જનરેટ થયેલ Receipt બાંધકામ બોર્ડની કચેરી ખાતે રજૂ કરવાની રહેશે. બાંધકામ બોર્ડે સબસિડીની રકમ તથા RTO રજીસ્ટ્રેશન ટેક્ષ તથા રોડ ટેક્ષ DBT મારફતે સંબંધિત ડિલરને Reimburse કરી આપવાનું રહેશે.
  • ઉકત પાત્રતા ધરાવતા બાંધકામ શ્રમિકે Go-Green શ્રમિક યોજના માટે ઓનલાઈન

આ પણ વાંચો; વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધો ને મળશે રૂ. 1250 ની દર મહિને સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2023

Go Green શ્રમીક યોજના ઓનલાઇન અરજી

આ યોજના માટે ઓનલાઇન અરજી કરવા નીચેના સ્ટેપ ફોલો કરો.

  • સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ www.gogreenglwb.gujarat.gov.in ઓપન કરો.
  • આ વેબસાઇટ પર સૌ પ્રથમ ઉપર આપેલ “યોજનાઓ” ઓપ્શન ઓપન કરો.
  • ત્યારબાદ તેમા ઇલેક્ટ્રીક ટૂ વિલર સબસિડી સીલેકટ કરો.
  • તેમ સૌ પ્રથમ તમારી જરૂરી વિગતો નાખી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરો.
  • ત્યારબાદ તમારી અરજી માટે માંગવામા આવેલી જરૂરી વિગતો ભરો અને જરૂરી ડોકયુમેન્ટ ઓનલાઇન અપલોડ કરો.
  • અને તમારી અરજી કંફર્મ કરી સેવ કરો.
यह भी पढे:  મહિલા ઉત્કર્ષ યોજના: MMUY યોજના, મહિલાઓને મળશે વગર વ્યાજે 1 લાખની લોન

અગત્યની લીંક

માહિતી માટે ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Go Green શ્રમીક યોજના
Go Green શ્રમીક યોજના

FaQ’s

Go Green શ્રમીક યોજના મા શેના માટે સહાય મળે છે ?

બેટરી સંચાલિત ઈલેકટૃઈક ટુ-વ્હીલર ખરીદવા માટે

ઇલેક્ટ્રીક ટૂ વિલર સબસિડી માટે કેટલી સહાય મળે છે ?

વાહનની કિંમતના 50 % અથવા રૂ.30000 બેમાથી જે ઓછુ હોય તે

10 thoughts on “Go Green શ્રમીક યોજના: શ્રમીકો ને સ્કુટર ખરીદવા મળશે 30000 ની સહાય, ઓનલાઇન અરજી પ્રોસેસ”

Leave a Comment

error: Content is protected !!