આદર્શ નિવાસી શાળા એડમીશન: શિક્ષણની ગુણવતા સુધારણા માટે અને હોંશિયાર અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ મળે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચાલે છે. તે પૈકીની એક સારી યોજના એટલે આદર્શ નિવાસિ શાળા. આ શાળાઓમા વિદ્યાર્થીઓને શિક્ષણ, નિવાસ, ભોજન, ગણવેશ, બૂટ-મોજા, સ્ટેશનરી જેવી તમામ સુવિધાઓ વિના મૂલ્યે આપવામા આવે છે. આદર્શ નિવાસી શાળા એડમીશન અંતર્ગત ધોરણ 11 મા એડમીશન માટેની જાહેરાત આવી ગયેલ છે. તેની તમામ માહિતી જાણીશુ.
આદર્શ નિવાસી શાળા એડમીશન
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે હેતુથી ગુજરાત રાજ્યમાં ૩૩ આદર્શ નિવાસી શાળાઓ (માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમવાળી) કાર્યરત છે. શાળાઓની યાદી www.esamajkalyan.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ, નિવાસ, ભોજન, ગણવેશ, બૂટ-મોજા, સ્ટેશનરી જેવી તમામ સુવિધાઓ વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે.
આ પણ વાંચો: Samras Hostel Admission 2023: સમરસ હોસ્ટેલ મા એડમીશન માટે પ્રવેશ ફોર્મ શરૂ, રહેવા જમવાની સગવડ મળશે Free
પાત્રતા ધોરણો
- પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીએ ગત વર્ષની ધો.૧૦ ની વાર્ષિક પરીક્ષામાં ઓછામાં-ઓછા ૫૦% ગુણ મેળવેલ હોવા જરૂરી છે. કન્યાઓના કિસ્સામાં ધો.૧૦ માં ૪૫% કે વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીનીઓ અરજી કરી શકાશે.
- વિદ્યાર્થીના પિતાવાલીની વાર્ષિક આવક રૂ ૬,00,000 સુધીની હોય તેઓ અરજી કરી શક્શે.
- આદર્શ નિવાસી શાળાઓમાં ધો.૧૧ માં નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટેની અરજી ઓનલાઈનથી જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી પ્રમાણપત્રો પણ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. આદર્શ નિવાસી શાળામાં ગત વર્ષ ધો.૧૦ માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓએ ધો.૧૧ માં પ્રવેશ અંગેની પાત્રતા ધરાવતા હોય તેઓએ પણ ધો.૧૧ માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે
- અનુ. જાતિ/અનુ. જન જાતિ/સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી વધુ પછાત/અતિ પછાતવિચરતી વિમુક્ત જાતિના બાળકો તેમજ અપંગ વિધવા તથા ત્યક્તા બહેનોના બાળકોના સ્સિામાં ગત વર્ષના પરીણામમાં ૪૫% કે વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીવિદ્યાર્થીનીઓ અરજી કરી શક્શે.
- આદર્શ નિવાસી શાળામાં મકાનની ક્ષમતાને ધ્યાને લઈ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે ૬૦%, આર્થિક રીતે પછાત વર્ગ માટે ૧૫%, અનુસૂચિત જાતિ માટે ૧૨.૫%, અને અનુસૂચિત જન જાતિ માટે ૧૨.૫% બેઠકો ફાળવવામાં આવે છે. ઉપરાંત મકાનની કુલ ક્ષમતાના ૫% દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત/વિચરતી અને વિમુકત જાતિના વિદ્યાર્થીઓને માન્ય સંખ્યાના ૧૦% પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે.
આ પણ વાંચો: Go Green શ્રમીક યોજના: શ્રમીકો ને સ્કુટર ખરીદવા મળશે 30000 ની સહાય, ઓનલાઇન અરજી પ્રોસેસ
આદર્શ નિવાસી શાળા એડમીશન નિયમો
- આ આદર્શ નિવાસી શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે ધો.૧૧ માં નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા ઇચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતાં વિદ્યાર્થીવિદ્યાર્થીનીઓ પાસેથી પ્રવેશ માટે www.esamajkalvan.gujarat.gov.in પર તા.૩૧/૫/૨૦૨૩ થી તા.૨૫/૬/૨૦૨૩ સુધી ઓનલાઈનથી અરજીઓ મંગાવવામાં આવે છે.
- આદર્શ નિવાસી શાળાના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો www.esamajkalvan.gujarat.gov.in પર દર્શાવેલ છે. જેનો સંપુર્ણ અભ્યાસ કરી વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ આદર્શ નિવાસી શાળા અંગેની વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામકશ્રી/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિકસતી જાતિ)ની કચેરીમાંથી પણ મળી રહેશે.
- સરકારશ્રીએ ઠરાવેલ નિયમોનુસાર મેરીટ મુજબ પ્રવેશ આપવામાં આવશે.
- પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી તેમજ અન્ય સુચનાઓ ઓનલાઈનથી પ્રસિદ્ધ કરવામાં આવશે. જે માટે વિદ્યાર્થીએ સમાંતરે ઉક્ત વેબસાઈટ જોવાની રહેશે. પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સ્થાન પામેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રોની ચકાસણી અંગે SMS અને E-mail મારફત જાણ કરવામાં આવશે.
- ઓનલાઈન પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી મેરીટ યાદીમાં આવેલ વિદ્યાર્થીઓએ સબંધિત આદર્શ નિવાસી શાળા ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. જો કોઈ અરજદારની ઓનલાઈન ફોર્મમાં ભરેલ પરીક્ષાના ગુણની ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના કે અન્ય પ્રમાણપત્રોમાં તફાવત જણાશે તો તેવા અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહિં.
- શાળાના મકાનની ક્ષમતાને ધ્યાને રાખી તેમજ સરકારશ્રીના આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને સરકારશ્રી દ્વારા નક્કી કરેલા નિયમોના આધારે વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવશે. જેથી, અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિં.
- પ્રવેશ બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ખાતુ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે.
અગત્યની લીંક
કુમાર માટેની આદર્શ નિવાસી શાળાનું લીસ્ટ | અહિં ક્લીક કરો |
ક્ન્યા માટેની આદર્શ નિવાસી શાળાનું લીસ્ટ | અહિં ક્લીક કરો |
ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
આદર્શ નિવાસી શાળા એડમીશન માટે ઓનલાઇન અરજી કરવાની તારીખ શું છે ?
તા.૩૧/૫/૨૦૨૩ થી તા.૨૫/૬/૨૦૨૩