pm shram yogi mandhan yojana: માત્ર સરકારી નોકરીયાતો જ નહી, ખેડૂતો પણ મેળવી શકે છે પેન્શન; લાભ મેળવો આ યોજના નો

pm shram yogi mandhan yojana: કિસાન પેન્શન યોજના: ખેડૂત પેન્શન યોજના: વૃદ્ધાવસ્થા મા દરેક વ્યક્તિ પેન્શન મેળવવા માંગતા હોય છે. આમ તો સરકારી કર્મહારીઓને નિવૃતિ બાદ પેન્શન મળતુ હોય છે. પરંતુ આપણે એક એવી યોજના ની માહિતી મેળવીશુ જેમા ખેડૂતો પણ 60 વર્ષ ઉંમર બાદ પેન્શન મેળવી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પણ એક પેન્શન યોજના શરૂ કરવામા આવી છે. pm shram yogi mandhan yojana કે પછી પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાને જેને કિસાન પેન્શન યોજના કહેવામા આવે છે. આ યોજનામાં દેશના નોંધાયેલા તમામ નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષની ઉંમર બાદ પેન્શન મેળવી શકે છે.

pm shram yogi mandhan yojana

કેન્દ્ર સરકાર દ્વારા 31 મે 2019 ના રોજ દેશના ખેડૂતોના વૃદ્ધાવસ્થા મા ભવિષ્યને સીકયોર કરવા માટે આ યોજના શરૂ કરવામા આવી હતી. કિસાન પેન્શન યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂત ખાતેદારોને 60 વર્ષની ઉંમર પુરી થયા બાદ દર મહિને 3000 રૂપિયા જેટલુ પેન્શન આપવામાં આવે છે. એટલે કે એક વર્ષમાં 36,000 રૂપિયા પેન્શન ખેડૂતોને મળવાપાત્ર છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 4,09,76000 જેટલા ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. આ યોજનાનું મેનેજમેન્ટ ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા કરવામા આવે છે.

આ પણ વાંચો: Mafat Plot Yojana Form: મફત પ્લોટ યોજના ફોર્મ – ગ્રામ્ય વિસ્તારમા મળશે 100 ચો.મી. ના મફત પ્લોટ

કેવી રીતે મળશે ફાયદો ?

કેન્દ્ર સરકાર ની ખેડૂતો માટે અન્ય પણ એક યોજના ચાલુ છે. આ યોજનામા વર્ષમાં 6000 રૂપિયાની આર્થિક મદદ પણ આપવામા આવે છે અને આ રકમ પીએમ કિસાન સન્માન યોજના હેઠળ આપવામા આવે છે. જે ખેડૂતોPM Kisan યોજના ના લાભાર્થી હોય તેઓ કિસાન પેન્શન યોજના હેઠળ અરજી કરી શકે છે. આ સિવાયના ખેડૂતો પણ આ પેન્શન યોજના માટે અરજી કરી શકે છે.

આ યોજનામાં વયમર્યાદા નિયત કરવામા આવી છે. જેમા 18 થી 40 વર્ષ સુધીના કોઈ પણ ખેડૂતો પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. પેન્શનની મળવાપાત્ર રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

પ્રીમીયમ ની રકમ

pm shram yogi mandhan yojana એટલે કે પીએમ કિસાન પેન્શન યોજના માટે વ્યક્તિની ઉંમર મુજબ પ્રીમિયમની રકમ જમા કરવાની હોય છે. આ રકમ મહિને રૂ. 55 થી 200 રૂપિયા સુધીની હોઈ શકે છે. જો કોઇ ખેડૂત 18 વર્ષની ઉંમરમાં આ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવે છે તો પ્રીમિયમની રકમ માત્ર 55 રૂપિયા જેટલી જ હોય છે. 20 વર્ષની ઉંમરે પ્રીમિયમની રકમ મહિને 61 રૂપિયા જેટલી અને 40 વર્ષની ઉંમરે તે પ્રીમીયમ ની રકમ 200 રૂપિયા જેટલી ભરવાની હોય છે. આ યોજનાની ખાસ વાત એ છે કે જેટલી રકમ તમે જમા કરાવો છો એટલી જ રકમનો ફાળો કેન્દ્ર સરકાર દ્વારા આપવામા આવે છે.

આ પણ વાંચો: RTE Admission 2024: ધો. 1 થી 8 ખાનગી શાળામા મળશે Free એડમીશન, RTE એડમીશન પ્રોસેસ; કયારે ફોર્મ ભરાય

ડોકયુમેન્ટ લીસ્ટ

આ યોજના માટે અરજી કરવા માટે જરૂરી ડોકયુમેન્ટ નુ લીસ્ટ નીચે મુજબ છે.

  • કિસાન પેન્શન યોજના માટે 2 હેક્ટર સુધીની ખેતીની જમીન ધરાવતા ખેડૂતો જ અરજી કરી શકે છે.
  • અરજી કરવાની સાથે આધાર કાર્ડ, બેંક ખાતુ, મોબાઈલ નંબર, ઉંમર પ્રમાણપત્ર અને ખાતેદાર ખેડૂત તરીકેની વિગતો આપવાની જરૂર પડે છે.
  • આ માટે તમારે કોઈ પણ સરકારી બેંક કે પછી સેવા કેન્દ્ર પર જરૂરી ડોકયુમેન્ટ આપીને અરજી કરવાની રહે છે.
  • આ યોજના ની વધુ જાણકારી માટે ઓફીસીયલ વેબસાઇટ https://maandhan.in પર વિગતો વાંચી શકો છો.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇનઅહીં ક્લિક કરો
Google News પર ફોલો કરોઅહીં ક્લિક કરો
pm shram yogi mandhan yojana
pm shram yogi mandhan yojana

કિસાન પેન્સન યોજના માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://maandhan.in

1 thought on “pm shram yogi mandhan yojana: માત્ર સરકારી નોકરીયાતો જ નહી, ખેડૂતો પણ મેળવી શકે છે પેન્શન; લાભ મેળવો આ યોજના નો”

Leave a Comment

error: Content is protected !!