બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજ: સિગ્નેચર બ્રીજનો અદભુત ડ્રોન વ્યુ નઝારો, ઉદઘાટન પહેલા દ્વારકા દિવડાઓથી ઝગમગી ઉઠ્યુ

બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજ: Dwarka Signature Bridge: ઓખા થી બેટ દ્વારકા જવા માટે 2.5. કીમી સિગ્નેચર બ્રીજ બનાવવામા આવ્યો છે. આ બીજ સંપૂર્ણ દરિયામા તૈયાર કરવામા આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ મોદિ તા.25 ફેબ્રુઆરી એ આ બ્રીજનુ ઉદઘાટન કરનાર છે. તે પહેલા નવનિર્મિત સિગ્નેચર બ્રીજના ડ્રોન વ્યુ ફોટોઝ અને વિડીયો સામે આવ્યા છે.

બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજ

પહેલા ઓખા થી બેટ દ્વારકા જવા માટે બોટ મારફત જવુ પડતુ હતુ. તેમા સમય નો ઘણો વ્યય થતો હતો. પરંતુ હવે બેટ દ્વારકા જવા માટે સીધા વાહન મારફત જઇ શકો છો. ઓખા થી બેટ દ્વારકા સુધી 2.5 કીમી લાંબો સિગ્નેચર બ્રીજ દરિયામા બનાવવામા આવ્યો છે. 900 કરોડના ખર્ચે આ અદભુત સિગ્નેચર બ્રીજ બનાવવામા આવ્યો છે. આ બ્રીજ અનેક વિશેષતાઓ થી સજજ છે.

બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજ 1
બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજ 1

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન 25 ફેબ્રુઆરીના રોજ ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રીજનું લોકાર્પણ કરનાર છે. રૂ. 900 કરોડથી વધુના ખર્ચે બનાવવામા આવેલો આ સિગ્નેચર બ્રિજ ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેયડ બ્રીજ છે. આ બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર જેટલી છે. તેમજ બ્રિજ પર ભગવદ્ ગીતાના શ્લોકોની કોતરણી પણ અદભુત રીતે કરવામાં આવી છે.

આ પણ વાંચો: PM સ્વનિધિ યોજના: આ યોજના મા મળે છે કોઇ ગેરંટી વગર 50 હજારની લોન, આધાર કાર્ડ ને આધારે મળતી લોન

Dwarka Signature Bridge

  • ઓખા અને બેટ દ્વારકાને જોડતો આ નવનિર્મિત બ્રીજ ફોર લેન છે. એટલે જે બન્ને બાજુ 2-2 વાહન ચાલી શકે છે.
  • આ સિગ્નેચર બ્રિજ જે 900 મીટર લોન્ગ સેન્ટ્રલ કેબલ મોડ્યુલ પર બનાવવામા આવ્યો છે.
  • બ્રિજની કુલ લંબાઈ ને એવાત કરીએ તો તે 2320 મીટર જેટલી છે.
  • ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 770 મીટર છે, જયારે બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટર જેટલી અને 900 મીટર કેબલ સ્ટેઈડ બ્રીજ છે.
  • આ બ્રિજ બનતાં ઓખા થી બેટ દ્વારકા જવા માટે હવે બોટ ને બદલે વાહન લઇને સીધા જઇ શકાસે.
  • ઓખા થી બેટ દ્વારકા સુધી બોટમાં મુસાફરી માટે 30 થી 40 મિનિટનો સમય લાગતો હતો. તેને બદલે હવે ગણતરીની મીનીટો મા સીધા બેટ દ્વારકા પહોંચી શકાસે.
  • આ બ્રીજ મા વચ્ચે રાહદારીઓ માટે વ્યુઈંગ ગેલેરી પણ બનાવવામા આવી છે.
  • આ બ્રીજ પર રાહદારીઓ માટે ભગવદ્ ગીતાના શ્લોકો અને કોતરણી જોવાની સુવિધા પણ રાખવામાં આવી છે. જે પ્રવાસીઓ માટે ઘણું જ આકર્ષણ કેન્દ્ર વધારશે.
બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજ 2
બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજ 2

આ બ્રિજ બનવાથી બેટ-દ્વારકામાં આવેલ દ્વારકાધીશના મંદિરના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓને ફેરીબોટમાં જવાથી મુક્તિ મળશે.તેમજ બેટ-દ્વારકા મા વસતા લોકોને જીવન જરૂરી સગવડો સરળતાથી મળી શકસે. સ્થાનીક આ બ્રિજને લઈને ખુશ છે. આ બ્રિજ ટુરીઝમ ની સાથે સાથે ગુજરાત અને ભારતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કરેલા વિકાસની સાક્ષી પૂરી રહ્યો છે. આ બ્રિજ દ્વારકા દર્શને આવતા પ્રવાસીઓ માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજ 3
બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજ 3

સિગ્નેચર બ્રિજનું નિર્માણ થતાં બેટ દ્વારકા મા વસતા લોકો યાત્રિકો અને અહિંના સ્થાનિક રહેવાસીઓને ખુબ ફાયદો થનાર છે. સાથે જ મેડિકલ અને અન્ય સ્થિતિમાં આવવા જવામાં મુશ્કેલી થતી હતી તે પણ દૂર થતા ફાયદો થશે.

અગત્યની લીંક

બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજ ડ્રોન વ્યુ વિડીયોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજ 4
બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજ 4

2 thoughts on “બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજ: સિગ્નેચર બ્રીજનો અદભુત ડ્રોન વ્યુ નઝારો, ઉદઘાટન પહેલા દ્વારકા દિવડાઓથી ઝગમગી ઉઠ્યુ”

Leave a Comment

error: Content is protected !!