Biporjoy Cyclone: બિપોરજોય વાવાઝોડુ, ક્યારે આવશે ? ક્યા જિલ્લાઓમા થશે અસર ? કેટલી હશે પવનની ઝડપ ? જાણો શકયતાઓ

Biporjoy Cyclone: Biporjoy Cyclone status; ગુજરાત ઉપર હાલ આગાહિ મુજબ વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. અરબી સમુદ્રમાં બનેલી સાયકલોનીક સીસ્ટમ ધીમે-ધીમે તેજ થઈ રહી છે. ડિપ્રેશન બની ગયા બાદ તે વધારે મજબૂત અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાની શકયતાઓ રહેલી છે. હવામાન વિભાગે આગાહિ કરી છે કે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળવાની અને 115 થી 125 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ વ્યકત કરી છે. આ સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. ચાલો જાણીએ બિપોરજોય વાવાઝોડુ ક્યા આવવાની શકયતાઓ છે અને પવનની ઝડપ કેટલી હશે ?

લેટેસ્ટ અપડેટ

  • વાવાઝોડાને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
  • સૌરાષ્ટ્રના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યુ
  • માછીમારોને દરિયો ન ખેડવા આપવામા આવી સૂચના

બિપોરજોય વાવાઝોડાને લઈ એક મોટા ન્યુઝ સામે આવી રહ્યા છે. બિપોરજોય વાવાઝોડાને લઈ હવામાન વિભાગની નવી લેટેસ્ટ આગાહી સામે આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, અરબી સમુદ્રમાં વાવાઝોડું ની સીસ્ટમ સક્રિય થઈ ચુકી છે. જે આજે બપોર બાદ વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થશે. અત્યારે વાવાઝોડું પોરબંદરથી 1100 કિલોમીટર જેટલુ દૂર હોવાનુ માનવામા આવી રહ્યુ છે. આ તરફ સાવચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્ર ના તમામ બંદરો પર હાઈઍલર્ટ જાહેર કરી દેવાયું છે.

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈ લેટેસ્ટ અપડેટ સામે આવી છે. વિગતો મુજબ અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપોરજોય સાયકલોન હાલ પોરબંદરથી 1100 કિ.મી.જેટલુ દૂર છે. તો ગોવાથી સમુદ્રમાં 900 કિમી દૂર અને મુંબઈથી સમુદ્રમાં 1030 કિ.મી. જેટલુ દૂર છે. આ ખતરનાક બિપોરજોય વાવાઝોડું ધીમે-ધીમે દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર તમામ તૈયારીઓ કરવા માટે એક્શનમાં છે. જેને લઈ સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયા છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામા આવી છે.

આ પણ વાંચો: બંદર પર લગાવાતા સિગ્નલના નંબરોનો શુ અર્થ હોય ? કયારે કેટલા નંબરનુ સિગ્નલ લગાવવામા આવે ?

Biporjoy Cyclone

અરબી સમુદ્રમાં હાલ ડિપ્રેશન ક્રિએટ થઇ રહ્યુ છે અને હવે આ વાવાઝોડાની કયા વિસ્તારોમા શું અસરો થશે તે અંગે દેશના હવામાન વિભાગ દ્વારા આગાહિ કરવામા આવી રહી છે. હાલ જે પ્રમાણે આગાહિ કરવામા આપવામાં આવી છે તે પ્રમાણે ડિપ્રેશન દક્ષિણ પોરબંદરથી 1160 કિલોમીટરના અંતરે સ્થિત છે. હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Biporjoy Cyclone સિસ્ટમ દક્ષિણપૂર્વમાં અરબી સમુદ્રમાં સ્થિત છે અને તે ગોવાથી દક્ષિણ પશ્ચિમ તરફ છે અને તેનું ગોવાથી અંતર 920 કિલોમીટર જેટલુ છે. જ્યારે મુંબઈથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 1120 કિલોમીટરના અંતરે છે. આ સિવાય તે પોરબંદરથી અરબી સમુદ્રમાં દક્ષિણ ભાગે 1160 કિલોમીટર અને કરાંચીથી 1520 કિલોમીટરના અંતરે દરિયામા સીસ્ટમ સ્થિત આવેલી છે.

હવામાન વિભાગ દ્વારા તેજ ગતિએ આંધી આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં તારીખ 6થી 10 સુધીમાં પવનની ગતિ 125 કિલોમીટર સુધી જવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો વાવાઝોડું દેશના દરિયા કિનારા પર આવશે તેની અસર ગંભીર થઈ શકે છે. જોકે, હજુ સુધી આ પ્રકારની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. પરંતુ તેના પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો; અંબાલાલની વરસાદ આગાહિ: ક્યારે આવશે ચોમાસું, જુનમા આ તારીખો મા થશે ચોમાસુ [Update]

અરબી સમુદ્રમાં પશ્ચિમ મધ્ય તથા દક્ષિણમાં પવનની ગતિ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થવાની સાથે જ સ્પીડ વધતી જશે. જે આજે 45-45 કિલોમીટર રહીને આગામી સમયમાં 125 સુધી વધી શકે છે. 6 તારીખે પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં સિસ્ટમની અસર થવાની શકયતાઓ રહેલી છે.

Biporjoy Cyclone status

7 મી જૂને આંધી ફૂંકાશે અને પવનની ગતિ દરિયામાં 65-75 કિલોમીટર પ્રતિકલાકની જેટલી થવાની શકયતાઓ રહેલી છે, જે વધીને 100 કિલોમીટર પ્રતિકલાક સુધી પણ થઇ શકે છે. કેરળ, કર્ણાટકા અને ગોવાના દરિયા કાંઠે પવનની ગતિ 40-50 સુધી રહેવાની શકયતાઓ છે.

Biporjoy Cyclone status ની વાત કરીએ તો 8 મી જૂને પવનની ગતિ વધીને 80-90 કિલોમીટર પ્રતિકલાક જેટલી રહેવાની સંભાવનાઓ રહેલી છે. આ કારણે દેશના પશ્ચિમ ભાગમાં માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી ચેતવણી આપવામાં આવી છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. આ સાથે ગુજરાતના તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.

9 મી જૂને અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ વધુ મજબૂત થવાથી પવનની ગતિ 95-105 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આંધી ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. આ દરમિયાન પણ કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના દરિયા કાંઠા પર તેની વ્યાપક અસર જોવા મળી શકે છે અને ત્યાં 60 kmph ની ગતિ સાથે પવન ફૂંકાઈ શકે છે.

10 મી જૂને દરિયામાં વાવાઝોડું બનવાની શક્યતાઓ દેખાઇ રહી છે જોકે, આ મુદ્દે હવામાન વિભાગ સતત વાતાવરણ પર નજર રાખી રહ્યું છે. આ તારીખે પવનની ગતિ 115-125 કી.મી. પ્રતિકલાક સુધી જઈ શકે છે અને તેના કારણે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને દક્ષિણ અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળશે.

અગત્યની લીંક

વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Biporjoy Cyclone
Biporjoy Cyclone

Biporjoy Cyclone મા પવનની સ્પીડ કેટલી રહેવાની શકયતા છે ?

125 કી.મી સુધી

2 thoughts on “Biporjoy Cyclone: બિપોરજોય વાવાઝોડુ, ક્યારે આવશે ? ક્યા જિલ્લાઓમા થશે અસર ? કેટલી હશે પવનની ઝડપ ? જાણો શકયતાઓ”

Leave a Comment

error: Content is protected !!