વાવાઝોડુ આગાહિ: ગુજરાતમા 12 થી 14 જુન વચ્ચે છે વાવાઝોડાની આગાહિ, કયા જિલ્લાઓમા છે આગાહિ

વાવાઝોડુ આગાહિ: હવામાન આગાહિ: ગુજરાત ઉપર હાલ વાવાઝોડાનો સંભવિત ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે 12 થી 14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતાઓ દેખાઇ રહી છે. વાવાઝોડાને લીધે દરિયાકિનારે 50 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે. ચાલો જાણીએ વાવાઝોડાની હવામાન વિભાગ ની શું આગાહિ છે ?

વાવાઝોડુ આગાહિ

  • ગુજરાત ઉપર વાવાઝોડાનો સંભવિત ખતરો તોળાઇ રહ્યો છે.
  • 12 થી 14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડું આવવાની સંભાવનાઓ છે
  • અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતા ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો આવશે તેવી હવામાન વિભાગની આગાહિ છે.

આગામી તા. 12 થી 14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડું આવવાની હવામાન વિભાગની આગાહિ છે. ત્યારે પોરબંદરથી નલિયા વચ્ચે વાવાઝોડુ ટકરાઈ શકે છે. અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. 7 જૂને લક્ષદ્રીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થઇ શકે છે. વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની આગાહિ રહેલી છે. 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારાની નજીક આવી શકે છે. 13 જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. 13 થી 14 જૂન સુધી ગુજરાતનાં દરિયાકિનારે વાવાઝોડુ ટકરાઇ તેવી શકયતાઓ રહેલી છે. જો વાવાઝોડું છેલ્લે ફંટાઈ જાય તો પાકિસ્તાનનાં કરાંચી તરફ જવાની શકયતાઓ છે. 12,13 અને 14 જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ દરિયા કિનારે 50 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

આ પણ વાંચો: WATER PARK In GUJARAT: ગુજરાત મા આવેલા 5 વોટર પાર્ક, ફોટો જોઇ જવાનુ મન થઇ જશે.

5 દિવસ વરસાદની આગાહિ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પલટો આવ્યો છે. આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં એકદમ ઠંકક ફેલાઈ ગઈ હતી.

यह भी पढे:  અંબાલાલ ની આગાહિ: ઓકટોબરમા આવી શકે વાવાઝોડુ, સપ્ટેમ્બર મા કેવો પડશે વરસાદ

અગત્યની લીંક

વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
વાવાઝોડુ આગાહિ
વાવાઝોડુ આગાહિ

ગુજરાત મા કયારે વાવાઝોડુ આવવાની સંભાવના છે ?

12 થી 14 જુન

1 thought on “વાવાઝોડુ આગાહિ: ગુજરાતમા 12 થી 14 જુન વચ્ચે છે વાવાઝોડાની આગાહિ, કયા જિલ્લાઓમા છે આગાહિ”

Leave a Comment

error: Content is protected !!