બિપોરજોય સાયક્લોન લેટેસ્ટ અપડેટ: બિપોરજોય વાવાઝોડુ: ગુજરાત પર હાલ બિપોરજોય વાવાઝોડુ ત્રાટકવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ વાવાઝોડુ વારંવાર તેનો ટ્રેક બદલી રહ્યુ છે. ત્યારે વાવાઝોડુ હાલ જખૌ થી 300 કીમી જેટલુ દૂર છે. ત્યારે હવે બિપોરજોય સાયક્લોનનો રૂટ હવે લગભગ નક્કી થઇ ગયો છે. ત્યારે ચાલો જાણીએ આ વાવાઝોડુ ક્યા અને ક્યારે ટકરાશે અને તેને લીધે ગુજરાતમા કયા સ્થળોએ વરસાદનીવરસાદની શકયતાઓ છે.
બિપોરજોય સાયક્લોન લેટેસ્ટ અપડેટ
કચ્છમાં સાયકલોનની લેન્ડફોલની પ્રક્રિયા શરૂ ( 6.41PM)
ગુજરાતનાં કચ્છમાં વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયાની શરૂ થઈ ગઈ છે. વાવાઝોડામા ભારે પવનને કારણે ગામડાઓમાં ભારે નુક્સાન થવાની શરૂઆત થઈ ગઈ છે. 125 કિમીની ઝડપે હાલ પવન ફૂંકાઈ રહ્યો છે. કચ્છનાં જખૌથી બિપોરજોય માત્ર 50 કિમી જેટલુ જ દૂર છે.
જેમ જેમ વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમ તેમ દરિયામાં પણ કરંટ પણ વધી રહ્યો છે. દરિયામાં 15 થી 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ ઉપરાંત દરિયાકિનારાના ઘણાં વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે.
- ગુજરાતના જખૌ દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું ટકરાયું છે
- ગુજરાતના જખૌ ના દરિયા કિનારે વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે
- દરિયા કિનારાના વિસ્તારોમા ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે
- કચ્છમાં તોફાની વાવાઝોડાની અસર દેખાવાની શરૂઆત થઇ ગઇ છે.
- 15 કિમીની ગતિથી આગળ હાલ વાવાઝોડું આગળ વધી રહ્યું છે .
- 125 થી 140 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.
- મધરાત્રિ સુધી સંપૂર્ણ રીતે ટકરાઈ જશે વાવાઝોડું.
- કરાંચીથી માંડવી વચ્ચે આગળ વધી રહ્યું છે વાવાઝોડું.
- અનેક જગ્યાએ વીજળીના પોલ પડી ગયા છાપરાં અને હોડિંગ્સ પણ અસંખ્ય જગ્યાએ પડ્યા છે.
- મોરબી, જામનગર અને દ્વારકામાં વરસાદ સાથે પવનની ઝડપ વધી છે.
- આગામી 5 ક્લાક છે ભારે
- વાવાઝોડાની અસર વચ્ચે અનેક જિલ્લાઓમા આવતીકાલે શાળા કોલેજોમા રજા જાહેર કરવામા આવી છે.
- ‘બિપરજોય’ના કારણે અનેક મકાનોના છાપરા ઉડ્યા
- વાવાઝોડાના પગલે દ્વારકાનો દરિયો તોફાની બની રહ્યો છે. ત્યારે બેટ દ્વારકામાં કિનારે લાંગરેલી બોટો ડૂબવા લાગી છે.
- ચક્રવાત બિપોરજોયે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે.
- હાલમાં દેવભૂમિ દ્વારકાથી 130 કિમી દૂર છે અને જખૌથી 50 કિમી જેટલુ જ દૂર છે.
- જખૌ બંદર પાસે આ વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થશે જે મધરાત સુધી ચાલુ રહેશે.
બિપોરજોય વાવાઝોડું ગુજરાતની નજીક પહોંચી ગયુ છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને લઇને સૌથી લેટેસ્ટ અપડેટ્સ આપવામાં આવી છે. વાવાઝોડાના વાદળોની દીવાલે પ્રવેશ કર્યો છે. વાદળોની દીવાલે સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારમાં પ્રવેશ કર્યો છે. દર કલાકે 12 KMની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ગણતરીની મિનિટમાં કચ્છના જખૌમાં ટકરાશે. હાલ 80થી 100 KMPH ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આજે મિડ નાઈટ સુધી આ લેન્ડફોલની પ્રક્રિયા ચાલશે. વાવાઝોડાની આંખ એન્ટર થશે ત્યારે મોટી અસર થશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજન લાલે વાવાઝોડા અંગે લેટેસ્ટ અપડેટ આપી છે. તેમણે જણાવ્યું કે, વાદળોની દીવાલે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં પ્રવેશ કરી લીધો છે. હાલ લેન્ડફોલ એરિયા સરખું જ રહેશે. જ્યારે લેન્ડફોલ પ્રક્રિયા મોડી રાત્રે પૂરી થઇ જશે. હાલ વાવાઝોડું જખૌથી 80 કિમી, દ્વારકાથી 130 કિમી, નલિયાથી 110 કિમી દરિયામા દૂર છે. આ સાથે જ 100 કિમી સુધી પવન ફૂંકાવાની શકયતા છે. જ્યારે ભારે વરસાદની શક્યતા છે.
- જખૌ બંદરની નજીક વાવાઝોડું ટકરાવાની છે શકયતાઓ.
- વાવાઝોડું જયારે ટકરાશે ત્યારે પવનની ગતી 115 થી 125 KM ની ગતિ રહેશે.
- અમદાવાદમાં આવતીકાલે વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની છે શકયતાઓ.
- કચ્છ, જામનગર, મોરબી દ્વારકા, રાજકોટ જિલ્લાઓમાં લોકોને વધુ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
- લાંબા સમય સુધી વાવાઝોડાની અસર રહેશે.
- દ્વારકામાં, ઓખા, રાજકોટ, જૂનાગઢમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
15 જૂને સાંજે વાવાઝોડું ટકરાશે
હાલ મળતી આગાહિ મુજબ નલિયાથી આગળ સિરક્રિક વિસ્તારમાં વાવાઝોડું ટકરાય તેવી શકયતાઓ દેખાઇ રહિ છે. બિપોરજોય ભારતના નારાયણ સરોવર અને પાકિસ્તાનના કેતી બંદર વચ્ચે ટકરાય તેવી આગાહિ મળી રહિ છે. ભારત-પાક બોર્ડર એકદમ નિર્જન અને સુનો વિસ્તાર છે. જો આ વિસ્તારમાં ટકરાઇ તો જાન-માનનો ઓછા નુકશાનનો ભય રહેશે. ભારતના સિરક્રિક વિસ્તારથી પાકિસ્તાનના બડીન અને મીઠી સુધીનો વિસ્તાર બિલકુલ નિર્જન છે.
- વાવાઝોડુ 15 જૂને માંડવી અને કરાંચી વચ્ચે લેન્ડફોલ થવાની શકયતા
- સાયકોનની કેટેગરી એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાંથી વેરી સિવિયર સાઇક્લોનિક સ્ટ્રોમમાં બદલાઈ છે
- લેન્ડફોલ થતાની સાથે વાવાઝોડું વધુ સ્ટ્રોંગ બનશે
- સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની છે શક્યતા
- 14 જૂનના રોજ કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
- 15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
વાવાઝોડા Biparjoy ને લઈ લેટેસ્ટ સમાચાર સામે આવી રહ્યા છે. બિપોરજોય સાયક્લોન લેટેસ્ટ અપડેટ અંગે વાત કરીએ તો વાવાઝોડા Biparjoy નો રૂટ હવે લગભગ નક્કી થઇ ગયો છે. આ અંગે મળતી વિગતો મુજબ અરબી સમુદ્રમાં વાવાઝોડા Biparjoyને લઈ હવામાન વિભાગનુ અનુમાન સામે આવ્યું છે. સ્કાયમેટ મુજબ વાવાઝોડાનો રૂટ હવે લગભગ નક્કી થઇ ગયો છે. નલિયાની આસપાસ વાવાઝોડુ લેન્ડફોલ કરે તેવી પુરી શકયતાઓ છે. હાલ વાવાઝોડું Biparjoy ઉત્તર દિશામાં આગળ વધી રહ્યુ છે. મહત્વનું છે કે, વાવાઝોડું જખૌથી 15 જૂને પસાર થવાની પુરી શકયતાઓ છે.
આ પણ વાંચો: વરસાદ આગાહિ: 15 અને 16 જૂને છે ભારે વરસાદની આગાહિ, જાણો તમારો જિલ્લો કયા ઝોનમા છે ?
ગુજરાતમાં વાવાઝોડા Biparjoy ને લઈ સતત નવી અપડેટ આવી રહી છે. આ દરમિયાન હવે હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ ની મોટી આગાહિ સામે આવી છે. જે મુજબ વાવાઝોડાનો રૂટ હવે લગભગ નક્કી થઇ ગયો છે. નલિયાની આસપાસ 15 તારીખે વાવાઝોડુ લેન્ડફોલ કરે તેવી પુરી શકયતાઓ છે. આ સાથે 15 તારીખે પવન 120-130 કિમી ઝડપે ફુંકાશે તેવી પણ આગાહિ સામે આવી છે.
જખૌથી માત્ર ૮૦કિમી દૂર
વાવાઝોડું Biparjoy હાલ જખૌથી માત્ર 80 કિમી જેટલુ જ દૂર છે. બિપરજોય વાવાઝોડું વધુ આક્રમક બની રહ્યુ છે. જેને લઈ હવે વાવાઝોડું જખૌથી 15 જૂને પસાર થાય તેવી શકયતાઓ છે. અત્યારે વાવાઝોડું જખૌથી માત્ર 80 કિમી જેટલુ દૂર છે.આ તરફ Biparjoy ને લઈ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યુ છે.
ગુજરાતમાં Cyclone Biparjoyની અસર વચ્ચે હવે લેટેસ્ટ અપડેટ સામે આવી રહિ છે. તંત્ર દ્વારા Cyclone Biparjoyની અસરને પગલે હવે દરિયાકિનારાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામા આવી છે. આ સાથે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા અસરગ્ર્સ્ત જિલ્લાઓમા શાળા કોલેજોમા રજા જાહેર કરવામા આવી છે. મહત્વનું છે કે, Cyclone Biparjoy ને કારણે આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામા આવી છે.
આ પણ વાંચો: હવામાન સમાચાર: આજની દરેક જિલ્લાની વાવાઝોડા અને વરસાદ અંગે આગાહિ, તમારા જિલ્લામા વાતાવરણ કેવુ રહેશે ?
અરબી સમુદ્રમાં Cyclone Biparjoy ને લઈ ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામા આવી છે. તમામ બીચ પર પર્યટકોને જવા માટે પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. આ સાથે દ્વારકાના પ્રવાસન સ્થળો પર સહેલાણીઓને ન જવા સૂચના આપવામા આવી છે. આ સાથે નારાયણ સરોવર, કોટેશ્વર મંદિર 3 દિવસ યાત્રાળુઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે.
પવન અને વરસાદ ની આગાહિ
બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામા આવી છે. આજે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી આપવામા આવી છે. આ સાથે ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લામાં 70 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શકયતાઓ છે.
બીપોરજોય સાયક્લોન ને લઈ મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામા આવી છે. આ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમ અને ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામા આવી છે. બીપરજોય વાવાઝોડાને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે. અને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
અગત્યની લીંક
જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિ | અહિ કલીક કરો |
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

બિપોરજોય વાવાઝોડુ ક્યા ટકરાશે ?
કચ્છ ના જખૌ મા