ભારત રત્ન એવોર્ડ: ભારત રત્ન એવોર્ડ એવોર્ડ લીસ્ટ, કોને આપવામા આવે છે ભારત રત્ન એવોર્ડ; શું મળે છે સુવિધાઓ

ભારત રત્ન એવોર્ડ: Bharat Ratna Award 2024: ભારત સરકાર દ્વારા અપાતા સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્ન એવોર્ડ અત્યાર સુધીમા 50 વ્યક્તિઓને એનાયત કરવામા આવ્યો છે. દેશ માટે કોઇ પન ક્ષેત્રમા અસાધારણ અને સર્વોચ્ચ સેવા આપી હોય તેને આ એવોર્ડ આપવામા આવે છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરી છે

ભારત રત્ન એવોર્ડ

‘ભારત રત્ન’ એ દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગણવામા આવે છે. આ એવોર્ડ થી એવી વ્યક્તિને સન્માનવામા આવે છે જેણે કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ અને સર્વોચ્ચ સેવા આપી હોય. આ પુરસ્કાર જાતિ, વ્યવસાય, સ્થિતિ અથવા લિંગને ધ્યાનમાં લીધા વિના વ્યક્તિએ દેશ માટે કરેલ ઉત્કૃષ્ટ કાર્ય માટે આપવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત 2 જાન્યુઆરી, 1954 થી દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન જીવિત અને મરણોત્તર લોકોને આપવામાં આવે છે. આ સન્માન વર્ષમાં વધુમાં વધુ 3 લોકોને જ આપવામાં આવે છે.

શું મળે છે સુવિધાઓ

‘ભારત રત્ન’થી સન્માનિત વ્યક્તિને ઘણી સરકારી સુવિધાઓ મળે છે. જે નીચે મુજબ છે.

  • આ પુરસ્કારથી સન્માનિત વ્યક્તિને રેલવે મા મફત મુસાફરીની સુવિધા આપવામા આવે છે.
  • તેમજ ભારત રત્નથી સન્માનિત વ્યક્તિને મહત્વપૂર્ણ સરકારી કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામા આવે છે.
  • સરકાર તેને વોરંટ ઓફ પ્રેસિડેન્સીમાં સ્થાન આપે છે. પ્રોટોકોલમાં ભારત રત્ન થી સન્માનિત વ્યક્તિ ને અગત્યનુ સ્થાન આપવામા આવે છે.

આ પણ વાંચો: Exam Time Table 2024: પ્રાથમિક શાળાઓનુ વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડીકલેર, જાણો ક્યારથી પડશે વેકેશન

ભારત રત્ન એવોર્ડ એવોર્ડ લીસ્ટ

અત્યાર સુધી ભારત રત્ન સન્માન મેળવનાર વ્યક્તિઓનુ લીસ્ટ નીચે મુજબ છે.

નામક્ષેત્રવર્ષ
ચક્રવર્તી રાજગોપાલાચારી(રાજકારણી, લેખક, વકીલ અને સ્વતંત્રતા કાર્યકર્તા)1954
સર્વપલ્લી રાધાકૃષ્ણન (ફિલોસોફર, રાજકારણી અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ)1954
ચંદ્રશેખર વેંકટ રમન(ભૌતિકશાસ્ત્રી)1954
ભગવાન દાસ(સ્વતંત્રતા કાર્યકર્તા, ફિલોસોફર અને શિક્ષણશાસ્ત્રી)1955
મોક્ષગુંડમ વિશ્વેશ્વરાય(સિવિલ એન્જિનિયર, રાજકારણી અને મૈસુરના દીવાન)1955
જવાહરલાલ નેહરુ (સ્વતંત્રતા કાર્યકર્તા, લેખક અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન)1955
ગોવિંદ બલ્લભ પંત(સ્વાતંત્ર્ય સેનાની)1957
ધોંડો કેશવ કર્વે(સમાજ સુધારક અને શિક્ષક)1958
બિધાન ચંદ્ર રોય (ચિકિત્સક, રાજકીય નેતા, પરોપકારી, શિક્ષણશાસ્ત્રી અને સામાજિક કાર્યકર)1961
પુરુષોત્તમ દાસ ટંડન(સ્વતંત્ર કાર્યકર્તા)1961
રાજેન્દ્ર પ્રસાદ(સ્વતંત્રતા કાર્યકર્તા, વકીલ, રાજકારણી, વિદ્વાન અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ)1962
ઝાકિર હુસૈન(સ્વતંત્રતા કાર્યકર્તા)1963
પાંડુરંગ વામન કાણે(ઇન્ડોલોજિસ્ટ અને સંસ્કૃત વિદ્વાન)1963
લાલ બહાદુર શાસ્ત્રી (મરણોત્તર) (સ્વતંત્રતા કાર્યકર્તા અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન)1966
ઇન્દિરા ગાંધી(રાજકારણી અને ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન)1971
વરાહગીરી વેંકટ ગીરી(સ્વતંત્રતા કાર્યકર્તા અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ) 1975
કુમારસ્વામી કામરાજ (મરણોત્તર)(રાજકારણી અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન) 1976
મધર મેરી ટેરેસા બોજાક્ષીયુ (મધર ટેરેસા) (મિશનરીઝ ઓફ ચેરિટીના સ્થાપક) 1980
વિનોબા ભાવે (મરણોત્તર) (સ્વતંત્ર કાર્યકર્તા, સમાજ સુધારક)1983
ખાન અબ્દુલ ગફાર ખાન(સ્વતંત્રતા કાર્યકર્તા)1987
મરુદુર ગોપાલન રામચંદ્રન (મરણોત્તર)(અભિનેતા રાજકારણી બન્યા)1988
ભીમ રાવ રામજી આંબેડકર (મરણોત્તર)(સમાજ સુધારક) 1990
નેલ્સન રોલિહલાહલા મંડેલા (રંગભેદ વિરોધી કાર્યકર)1990
રાજીવ ગાંધી (મરણોત્તર)(રાજકારણી અને ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન) 1991
સરદાર વલ્લભભાઈ પટેલ (મરણોત્તર) (સ્વતંત્ર કાર્યકર્તા)1991
મોરારજી રણછોડજી દેસાઈ (સ્વતંત્ર કાર્યકર્તા અને ભારતના વડાપ્રધાન)1991
મૌલાના અબુલ કલામ આઝાદ (મરણોત્તર)(સ્વતંત્ર કાર્યકર્તા)1992
જહાંગીર રતનજી દાદાભોય ટાટા(ઉદ્યોગપતિ)1992
સત્યજીત રે (ફિલ્મ નિર્માતા)1992
ગુલઝારી લાલ નંદા (સ્વતંત્ર કાર્યકર્તા)1997
અરુણા અસફ અલી (મરણોત્તર) (સ્વતંત્ર કાર્યકર્તા)1997
એ.પી.જે. અબ્દુલ કલામ(એરોસ્પેસ, સંરક્ષણ વૈજ્ઞાનિક અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ)1997
મદુરાઈ સન્મુખવાદિવુ સુબ્બુલક્ષ્મી(કર્ણાટક શાસ્ત્રીય ગાયિકા)1998
ચિદમ્બરમ સુબ્રમણ્યમ(સ્વતંત્રતા કાર્યકર્તા)1998
જયપ્રકાશ નારાયણ (મરણોત્તર)(સ્વતંત્રતા કાર્યકર્તા, સમાજ સુધારક)1999
અમર્ત્ય સેન (અર્થશાસ્ત્રી)1999
પ્રકાશ ગોપીનાથ બોરડોલોઈ (મરણોત્તર)(સ્વતંત્ર કાર્યકર્તા)1999
રવિશંકર(સિતાર વાદક)1999
લતા દીનાનાથ મંગેશકર (પ્લેબેક સિંગર) 2001
ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન(હિન્દુસ્તાની ક્લાસિકલ શહનાઈ પ્લેયર)2001
ભીમસેન ગુરુરાજ જોશી(હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક)2009
સી.એન. આર. રાવ (રસાયણશાસ્ત્રી અને પ્રોફેસર)2014
સચિન રમેશ તેંડુલકર(ક્રિકેટર)2014
અટલ બિહારી વાજપેયી (રાજકારણી અને ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન) 2015
મદન મોહન માલવિયા (મરણોત્તર) (વિદ્વાન અને શિક્ષણ સુધારક)2015
નાનાજી દેશમુખ (મરણોત્તર) (સામાજિક કાર્યકર્તા)2019
ભૂપેન્દ્ર કુમાર હજારિકા (મરણોત્તર) (પાર્શ્વગાયક, ગીતકાર, સંગીતકાર, કવિ અને ફિલ્મ નિર્માતા)2019
પ્રણવ મુખર્જી (રાજકારણી અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ)2019
કર્પૂરી ઠાકુર (મરણોત્તર) (રાજકારણી અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન) 2024
લાલકૃષ્ણ અડવાણી(ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન)2024
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group જોઇનઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
ભારત રત્ન એવોર્ડ
ભારત રત્ન એવોર્ડ

1 thought on “ભારત રત્ન એવોર્ડ: ભારત રત્ન એવોર્ડ એવોર્ડ લીસ્ટ, કોને આપવામા આવે છે ભારત રત્ન એવોર્ડ; શું મળે છે સુવિધાઓ”

Leave a Comment

error: Content is protected !!