Kesar Mango price:: કેસર કેરી ભાવ: કેરીને ફળોનો રાજા કહેવામા આવે છે. કેરી નાના મોટા સૌ કોઇને પ્રીય હોય છે. કેરીના શોખીન લોકો ઉનાળાની આતુરતાથી રાહ જોતા હોય છે. એમા પણ ગીરની કેસર કેરી એટએ વાત જ ન પૂછો.. જો કે હવે તો પોરબંદર ના અમુક વિસ્તારો અને અન્ય જિલ્લાઓમ અપન કેસર કેરીનુ ઉત્પાદન થાય છે. ફળોના રાજા એવા કેરીના શોખીન લોકો માટે ખૂબ સારા સમાચાર છે. ગુજરાતના બજારોમાં કેસર કેરીની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઇ ગઇ છે. હાલ સૌરાષ્ટ્ર ના બધા યાર્ડ મા થોડી થોડી કેરીને એઆવક ચાલુ થઇ ગઇ છે. બીજી બાજુ, ખેડૂતો પણ આનંદમા છે તેમને કેસર કેરીના સારા ભાવ પણ મળી રહ્યા છે.
Kesar Mango price: કેસર કેરી ભાવ
આમ તો ગુજરાતમાં કેરી નુ ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે, તેમ છતાં કેરલા, કર્ણાટક, તામિલનાડુ અને આંધ્રપ્રદેશથી કેરીની સારી એવી આવક હાલ ચાલુ થઇ છે. હાલ હાફુસ કેરીના 5 કિલોના બોક્સની કિંમત 600થી 1000 રૂપિયા સુધી છે. તેવી જ રીતે સુંદરી કેરીના 5 કિલોના બોક્સની કિંમત 400 થી 600 રૂપિયા સુધી, રત્નાગીરી હાફુસ કેરીના 20 કિલોના બોકસની કિંમત 3000-6000 હજાર સુધીની છે. કેસર કેરીની હાલ તલાલા, જૂનાગઢ, વંથલીથી આવક શરૂ થઇ ગઇ છે. ભુજની કેસર 20 એપ્રિલ સુધીમાં બજારમા આવવાની શક્યતા છે.વાતાવરણ પલટાને કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. જ્યારે હજુ આવતા દિવસોમાં કેરીની આવક વધી શકે છે.
ફળોના સ્વાદ પ્રેમીઓ કેરીની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, તેવી મીઠી મધુરી કેસર કેરીનું આગમન થવા લાગ્યુ છે. જૂનાગઢ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. આ વર્ષે માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી મીઠી મધુર કેસર કેરીનું આગમન થતાં ખેડૂતો,વેપારીઓ અને કેરીના શોખીન લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેસર કેરીના સ્વાદ પ્રેમીઓનો કેરીના આગમનને લઈને આતુરતાનો અંત આવ્યો છે.
કેસર કેરીની આવક ઓછી હોવા છતાં શરૂઆતી ભાવ 10 કિલોના 800-1200 રૂપિયા સુધીના છે. છેલ્લા 10 દિવસથી કેરીની આવકમાં વધારો થતા સતત ભાવ ઘટી રહ્યા છે. માવઠાને કારણે કેરી વહેલી બગડે તેવી શક્યતા છે, જેના કારણે કેરીઓના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો: બદામ ખાવાના ફાયદાઓ જાણો
આ વર્ષે બજારમાં કેસર કેરીનું આગમન થવા પામ્યુ છે, પરંતુ તાજેતરમાં જ ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે કેસર કેરીના પાકને ઘણુ નુકસાન થવા પામ્યું છે, ત્યારે બજારમાં આગામી દિવસોમાં કેસર કેરીની કેવી આવક થશે એ જોવાનું રહેશે.
વાતાવરણમાં પલટાને કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે, જ્યારે હજુ આવતા દિવસોમાં કેરીની આવક વધી શકે છે.
આ પણ વાંચો: IPL લાઇવ જુઓ ફોનમા બીલકુલ ફ્રી
ગુજરાતમાં કેરીનું ઉત્પાદનનું મોટુ કેન્દ્ર ગણાતા જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં ગત વર્ષે વાવાઝોડાને કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું હતું પરંતુ આ વખતે કેસર કેરીનું ચિત્ર ઘણું ઉજળું બન્યું છે અને ગત વર્ષે 1.56 લાખ ટન સામે આ વર્ષે આશરે બે લાખ ટન કેરી પાકવાનો અંદાજ રાખી રહ્યા છે. જેના કારણે કેરીના ભાવ ગત વર્ષની તુલનામા જળવાઈ રહે તેવી શકયતાઓ છે. જેથી મધ્યમવર્ગ પણ મન મૂકીને કેરીની મોજ માણી શકશે. કેરીને પાકને જોઈતું હવામાન આ વર્ષે એકંદરે અનુકૂળ રહ્યું છે જો કે છેલ્લે છેલ્લે કમોસમી વરસાદ થોડો નડયો છે.
કેરીની જાતો
આમ તો કેરી ઘણી જાતની આવે છે. પરંતુ એમાથી મુખ્ય જાતો નીચે મુજબ છે.
- કેસર
- હાફુસ
- લંગડો
- બદામી
- બાટલી
- રાજાપુરી
- નીલ્ફાન્ઝો
- જમાદાર
- વગેરે
કેરીની આવક ચાલુ થવાથી કેરીના શોખીન લોકો મા ઉત્સાહ નો માહોલ જોવા મળે છે.
કેસર કેરી
કેરીની મીઠાશ નુ નામ આવે એટલે કેસર કેરીનુ નામ સૌથી આગળ આવે. ગીર કેસર કેરી અથવા ગીર કેસર, એ ભારતના જુનાગઢ ગીર વિસ્તારમાં ઉત્પન્ન થતી કેરીનો એક પ્રકાર છે. આ કેરી તેના ચમકતા નારંગી રંગની હોય છે અને તેને ૨૦૧૧માં ભૌગોલિક ઓળખ (જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન) આપવામાં આવી હતી.
કેસર કેરી શોધ: આ કેરી ની શોધની વાત કરીએ તો તેને સૌપ્રથમ ૧૯૩૧ માં જુનાગઢના વજીર સાલે ભાઇ દ્વારા વંથલીમાં ઉગાડવામાં આવી હતી. ગિરનારની તળેટીમાં જુનાગઢના લાલ ડોરી ખેતરમાં લગભગ ૭૫ જેટલા આ કેરીના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ કેરી ૧૯૩૪ થી “કેસર” તરીકે જાણીતી બની જ્યારે જુનાગઢના નવાબ મોહમ્મદ મહાબતખાન બાબીએ કેરીના કહ્યું હતું “આ કેસર કેરી છે” દેખાવમા કેસર જેવી જ દેખાતી આ કેરી મીઠાશ મા પણ એવી જ હોય છે.
કેસર કેરી ભાવ
કેસર કેરીના ભાવની વાત કરીએ તો સામાન્ય રીતે આ કેરીનો ભાવ સીઝનમા તમામ વર્ગના લોકોને પરવડે એવો હોય છે. મે મહિનામા સીઝનામા આ કેરીનો ભાવ સામાન્ય રીતે રૂ. 80 થી ચાલુ કરી રૂ. 150 સુધી હોય છે.
કેરીની જાત અને ઉત્પાદન વિસ્તાર
- હાફૂસ – હાફૂસ કેરી રત્નાગીરી મહારાષ્ટ્ર મા વધુ પાકે છે.
- કેસર – કેસર કેરી ગુજરાત ના જુનાગઢ અને તાલાલા ગીર વિસ્તારની ખૂબ જ પ્રખ્યાત છે.
- દશહેરી કેરી – આ કેરી લખનઉ અને મલીહાબાદ, ઉત્તર પ્રદેશ મા પાકે છે.
આ વર્ષે કેરીનો પાક મબલક પ્રમાણમા પાકે તેવી ખેડૂતોને આશા દેખાઇ રહિ હતી. પરંતુ કરા પડવાથી અને કમોસમી વરસાદ પડવાથી કેરીના પાકને ઘણુ નુકશાન ગયુ છે. આવામા આ વખતે કેરીના પાક ઉંચા રહે તેવી શકયતા છે. હાલ સારી કેરી બજારમા 150 થી 200 રૂ. સુધી કિલોના ભાવે વેચાઇ રહિ છે. જે આવનારા દિવસોમા ભાવ ઘટશે. હાલ બજારમા ખુબ જ સારી મીઠી કેસર કેરી બજારમા મળી રહિ છે. જો કે હાલમા થયેલ કમોસમી વરસાદ ની લીધે કેરીના પાકને નુકશાન ગયુ હતુ. જેને લીધે આવનારા દિવસોમા કેરીના ભાવ ઉંચા રહેવાની શકયતા છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
કેસર કેરી ક્યા વિસ્તારની ફેમસ છે ?
તાલાલા ગીરની
કેરીનો પાક ક્યારે આવે છે ?
કેસર કેરી નો પાક એપ્રીલ મે મહિનામા આવે છે.
હાફૂસ કેરી કયાની પ્રખ્યાત છે ?
રત્નાગીરી મહારાષ્ટ્ર
હાફૂસ કેરીને બીજા કયા નામે ઓળખવામા આવે છે ?
આલ્ફાન્સો