ટામેટાના ભાવ: આજકાલ ટામેટાના ભાવ લોકોને દઝાડી રહ્યા છે. શિયાળામા 5 થી 10 રૂપીયે કિલો મળતા ટામેટા ત્યારે 150 થી 200 રૂપીયે કિલો મળી રહ્યા છે. મધ્યમ વર્ગના રસોડામાથી ટામેટા ગુમ થઇ ગયા છે. એવા ટામેટા ના ભાવ ઉપર અવનવા મેસેજ અને જોકસ સોશીયલ મીડીયા મા બનતા રહે છે. પરંતુ હાલ મ અજે ક એવો વિચિત્ર કિસ્સો ધ્યાને આવ્યો છે જે સાંભળીને તમે પણ અચરજ પામશો. પતિએ પત્નિની જાણ બહાર શાકમા ટામેટા નાખતા પત્નિ ઘર છોડીને ચાલી ગઇ અને ઝઘડો પણ થયો.
ટામેટાના ભાવ
- ટામેટાં ના વધતા ભાવની અસર લોકોના પારિવારિક જીવન ઉપર પણ પડવા લાગી
- ટામેટાના ઉપયોગને કારણે પત્નિ ઘર છોડીને ચાલી ગઈ
- પતિએ પત્નીને પૂછ્યા વગર શાકમાં ટામેટાં નાખ્યા હતા
ટામેટાના સતત વધી રહેલા ભાવની અસર સામાન્ય લોકો ના બજેટ પર પડવાની સાથે જ લોકોના પારિવારિક જીવન પર પણ પડી રહી છે. દેશમાં ટામેટાંની વધતી કિંમતો વચ્ચે મધ્યપ્રદેશના શહડોલથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જ્યાં શાકમા ટામેટા નાખવાના મુદ્દા ને લઇને પતિ-પત્ની વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે પત્ની ગુસ્સામાં ઘર છોડીને ચાલી ગઈ. આ અંગે પીડિતાના પતિએ પોલીસને જાણ કરી હતી. પોલીસ આ મુદ્દે ફરિયાદના આધારે પતિ-પત્નિ વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: Chandrayan 3 Launching Live: ચંદ્રયાન 3 ઉડાન ભરવાની તૈયારીમા, લોંચીંગ જુઓ લાઇવ શ્રી હરિકોટાથી
પતિનિ ઘર છોડીને ચાલી ગઇ
ટામેટાને કારણે થયો વિવાદ અને ઘર છોડીને ચાલી ગઈ પત્ની.
આ બનાવ એવો છે કે મધ્યપ્રદેશના શહડોલ જિલ્લા ના રહેવાસી સંજીવ વર્મન શાહડોલમાં નાનો ધાબા અને ટિફિન સેન્ટર ચલાવી રહ્યા છે અને આસપાસના વિસ્તારોમાં ટિફિન પુરા પાડવાનુ કરવાનું કામ કરે છે. હવે બન્યું એવું કે સંજીવે રસોઈ કરતાં સમયે શાકમાં થોડા ટામેટાં નાખ્યાં હતા અને જ્યારે પત્ની આરતીને આ વાતની જાણ થઈ તો તે ખુબ જ ગુસ્સે થઈ ગઈ, જેના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો. વિવાદ એટલો વધી ગયો કે પત્ની પતિને છોડીને તેની દીકરી ને લઇને બહેનના ઘરે ચાલી ગઈ. જો કે પતિએ આખરે પોતાની ભૂલ સ્વીકારી લીધી અને પત્નીને સમજાવવાની ઘણી કોશિશ કરી હતી અને ભવિષ્યમાં ટામેટાંનો ઉપયોગ નહીં કરવાની ખાતરી પણ આપી હતી, પરંતુ તે માની નહીં.એટલું જ નહીં આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. સંજીવે ધનપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ટામેટાને કારણે ઘર છોડી ગયેલી પત્નીની શોધમાં પોલીસની મદદ માંગી હતી.
પત્નિ ને પૂછયા વગર શાકમા નાખ્યા ટામેટા
આ બનાવ અંગે જણાવી દઈએ કે સંજીવ વર્માએ બે દિવસ પહેલા શાક બનાવતી વખતે પત્નીને પૂછ્યા વગર ટામેટાં નાખ્યા હતા , ત્યાર પછી પત્નીને આ વાતની જાણ થતાં જ તે ટામેટા નાખવાની વાત પર ગુસ્સે થઈ તેની નાની પુત્રી સાથે પતિનું ઘર છોડીને ચાલી ગઈ હતી. સંજીવ શાકમા ટામેટા નાખવાની પોતાની ભૂલ માટે માફી માગતો રહ્યો પણ તેની પત્નીએ તેની વાત ન સાંભળી. હવે સંજીવે ખાતરી પન આપી હતી કે તે જીવનમાં ક્યારેય ટામેટાંનો ઉપયોગ નહીં કરે.
પોલીસ કરાવી રહિ છે સમાધાન
સંજીવે પોતાની પત્નિ ને શોધવા માટે પોલીસ મા રીપોર્ટ લખાવ્યો છે. પોલીસ ટામેટા ને લઇને પતિ-પત્નિ વચ્ચે થયેલા આ ઝઘડાને લઇને સાચી તપાસ કરી રહિ છે અને પતિ-પત્નિ વચ્ચે સમાધાન કરાવવાની કોશીશ કરી રહિ છે.
ઉલ્લ્લેખનીય છે કે હાલ ચોમાસામા તમામ રાજ્યો મા ખુબ જ વરસાદ પડવાથી ટામેટાનુ ખુબ જ ઓછુ ઉત્પાદન થાય છે. અને ચોમાસામા ટામેટા ની આવક ઓછી થવાથી ચોમાસા દરમિયાન ટામેટાના ભાવ આસમાને પહોંચી જતા હોય છે. ટામેટા મોંઘા થવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના રસોડા માથી ટામેટા ગાયબ થઇ ગયા છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |